બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Jawan success event: Star Vijay Sethupati wore slippers in the huge event, Fans were impressed by his simplicity

બોલિવૂડ / સાઉથના સુપરસ્ટાર એક્ટરની સાદગી: જવાનની 700 કરોડની કમાણીની પાર્ટીમાં ના શૂટ, ના બૂટ, શાહરુખની સાથે ચંપલમાં જ ઊભો રહ્યો

Vaidehi

Last Updated: 07:38 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' બોક્સ ઓફિસ પર 700 કરોડની કમાણી કરી ચૂકી છે. શુક્રવારે મેકર્સે સક્સેસ પ્રેસ કોન્ફેરેન્સ રાખી હતી જેમાં વિજય સેતુપતિ ચપ્પલ પહેરીને સ્ટેજ પર દેખાયા હતાં.

  • જવાન ફિલ્મની જબ્બર કમાણી બાદ સક્સેસ ઈવેંટ યોજાયું
  • શાહરૂખ-દીપિકા સહિત તમામ સ્ટારકાસ્ટ સ્ટેજ પર પહોંચી
  • વિજય સેતુપતિ સાદા કપડાં અને ચપ્પલ સાથે સ્ટેજ પર દેખાયા

જવાનની ધુંઆધાર કમાણીની વચ્ચે શુક્રવારે મેકર્સે સક્સેસ પ્રેસ મીટનું આયોજન કર્યું હતું. આ ઈવેંટમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, એટલી, સુનીલ ગ્રોવર, રિદ્ધિ ડોગરા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, લહર ખાન જેવા તમામ કલાકારો પહોંચ્યાં હતાં. ડાંસ, મસ્તી સાથે જવાનનાં અનેક કિસ્સાઓ સાંભળવા મળ્યાં હતાં. ઈવેંટમાં પૂરી સ્ટારકાસ્ટ ચમકદાર કપડાં સાથે તૈયાર થઈને પહોંચી હતી પરંતુ વિજય સેતુપતિ સિંપલ અને સાદગીભર્યા અવતારમાં દેખાયા.

ચપ્પલ પહેરીને સ્ટેજ પર ચડ્યાં
જવાન ફિલ્મમાં મેઈન વિલનનો રોલ પ્લે કરતાં વિજય સેતુપતિ આ ઈવેંટમાં સૌથી સિંપલ અંદાજમાં જોવા મળ્યાં હતાં. દીપિકાએ બ્લેક એન્ડ વાઈટ સાડી પહેરી હતી જ્યારે કિંગ ખાને બ્લેક સૂટ પહેર્યો હતો. એટલી પણ ચમકદાર કોટમાં જોવા મળ્યાં હતાં. પરંતુ સ્ટેજ પર બેઠેલા વિજય સેતુપતિ એકદમ અલગ લૂકમાં જોવા મળ્યાં. 

લોકો વિજયની સાદગી જોઈ ખુશ થયાં
સોશિયલ મીડિયા પર જવાન ઈવેંટનાં અનેક ફોટો શેર થયાં જેમાં ફેન્સે નોટિસ કર્યું કે વિજય સેતુપતિએ ચપ્પલ પહેર્યાં છે. તમામ લોકો વિજયની સિમ્પલિસિટી જોઈ ખુશ થઈ ગયાં હતાં. બ્લૂ શર્ટ -ખાકી કાર્ગો પેન્ટની સાથે વિજયે ગ્રીન કલરની ચપ્પલ પહેરી હતી. ફોટોઝ જોઈને ફેન્સે સુપરસ્ટારનાં વખાણ કર્યાં હતાં.

જવાન માટે વિજયની ફીઝ
મીડિયા રિપોર્ટસ અનુસાર એટલીની ફિલ્મ જવાન માટે વિજય સેતુપતિએ 21 કરોડ રૂપિયાની ફીઝ વસૂલી હતી. જ્યારે નયનતારાએ 10 કરોડ. રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાને આ ફિલ્મમાં ડ્યૂઅલ રોલ માટે 100 કરોડની ફિઝ ચાર્જ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ