બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Jasprit Bumrah will play from the team in IPL

IPL 2024 / અટકળોનો અંત! IPLમાં ટીમમાંથી જ રમશે જસપ્રીત બુમરાહ, સોશ્યલ મીડિયાની પોસ્ટથી થઈ દૂર થયું કન્ફ્યુઝન

Kishor

Last Updated: 04:28 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છે. તેવી ચર્ચા વચ્ચે હવે ટીમ દ્વારા મોટો સંકેત આપ્યો છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સની એક પોસ્ટથી સ્પષ્ટ છે કે બુમરાહ મુંબઈ માટે જ રમશે.

  • IPL 2024 માં બુમરાહને લઈ મહત્વના સમાચાર
  • મુંબઈ ઈન્ડિયન્સની એક પોસ્ટથી સ્પષ્ટ...
  • બુમરાહ મુંબઈ માટે જ રમશે

જ્યારથી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કર્યુ છે ત્યાર બાદથી એક ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. એવી ચર્ચા હતી કે બુમરાહ ગમે ત્યારે મુંબઈ છોડી શકે છે. હાર્દિક પંડ્યા જ્યારે મુંબઈની ટીમમાં પરત ફર્યા છે. ત્યારે હવે ટીમે મોટો સંકેત આપ્યો છે.મુંબઈ ઈન્ડિયન્સને એક પોસ્ટ પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે બુમરાહ મુંબઈ માટે જ રમશે... ત્યારે હવે લોકો પણ એવુ પણ કહી રહ્યાં છે કે બુમરાહ અને મુંબઈ વચ્ચે બધુ હવે બરાબર છે.. ચાલો જાણીએ મુંબઈની કઈ પોસ્ટથી અત્યારે ચર્ચા તેજ બની છે.

મુંબઈ ઈન્ડિયન્સની આ પોસ્ટએ સૌને ચોકાવ્યા
મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની માતાનો આજે જન્મદિવસ છે. બુમરાહે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની માતા સાથેની એક તસવીર શેર કરી છે અને જન્મદિવસની શુભકામના પાઠવી છે. ત્યારે આ પોસ્ટના એક કલાક બાદ મુંબઈ ઈન્ડિયન્સએ પણ પોસ્ટ શેર કરીને બુમરાહની માતાને બર્થડે વિશ કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સએ બુમરાહની પોસ્ટનો સ્ક્રીનશોર્ટ લઈને પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફોટો શેર કર્યો છે.. મુંબઈએ આ ફોટો શેર કરતા લખ્યું કે અમારી પલટન તરફથી દલજીતજીને જન્મદિવસની હાર્દિક શુભકામના.

બુમરાહ-મુંબઈ વચ્ચે બધુ બરાબર જ છે
એક તરફ બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દિધુ હતું અને બીજી તરફ મુંબઈ મુંબઈ ઈન્ડયન્સ ટીમે બુમરાહની માતાને જન્મદિવસની શુભકામના આપી છે. જેથી એ વાત સ્પષ્ટ છે કે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બુમરાહને મનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. પણ આ પોસ્ટ પરથી હવે સ્પષ્ટ છે કે હવે બંને વચ્ચે બધુ જ બરાબર છે.. પણ જો આવુ હશે તો બુમરાહ આઈપીએલ 2024 મુંબઈ માટે જ રમશે. તમને જણાવી દયે કે બુમરાહે મુંબઈને અનોફોલો કરવાને લઈને લોકો એવુ પણ અનુમાન લગાવી રહ્યાં છે કે બુમરાહ ગુજરાત ટાઈન્ટસમાં સામેલ થઈ શકે છે અથવા તો આરસીબીમાં સામેલ થઈ શકે છે.. પણ જોઈ હવે આગળ શું થાય છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ