બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Jar, land and joru three kajiana choru: 70-year-old farm leads to two lives, what is the negligence of the police in this case?

મહામંથન / જર, જમીન અને જોરુ ત્રણ કજિયાના છોરુ: 70 વર્ષ જુનું ખેતર બે લોકોના જીવ લેવાનું કારણ બન્યું, પોલીસની આ કેસમાં બેદરકારી શું?

Vishal Khamar

Last Updated: 08:29 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરનાં સમઢીયાળામાં જમીન મુદ્દે બે લોકોની હત્યા કરવામાં આવી છે. ત્યારે ગંભીર રીતે ઘવાયેલ બંને લોકોનાં સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યા હતા. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારe SIT ની રચના કરવામાં આવી છે. પોલીસે આ હત્યાકાંડમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે.

જર, જમીન અને જોરુ ત્રણ કજિયાના છોરુ એવી કહેવત તો આપણે વર્ષોથી સાંભળીએ છીએ પરંતુ આ વખતે જમીનનો મામલો કોઈના જીવ લેવા સુધી પહોંચી ગયો. સુરેન્દ્રનગરના સમઢિયાળામાં 70 વર્ષ જુનું ખેતર બે લોકોના જીવ લેવાનું કારણ બન્યું. મામલો વધારે ગરમી એટલે પકડી ચુક્યો છે કારણ કે જેના ઉપર હુમલો થયો છે તે પરિવાર દલિત છે અને તેના પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવ્યા છે. ભોગ બનનાર પરિવાર દાવો કરી રહ્યો છે કે જમીન વડીલોપાર્જિત છે અને લેન્ડ રેકર્ડમાં પણ તેમનું જ નામ બોલે છે. જો દલિત પરિવાર કેસ જીતી ગયો હોય તો પછી તેને ધાકધમકી કેમ મળે, અને જો તેને ધાકધમકી મળે તો તેને રોકનારુ કેમ કોઈ નથી. ખુદ જિલ્લા પોલીસવડાએ પણ સ્વીકાર્યુ કે પોલીસની આ કેસમાં બેદરકારી છે જેમાં અગાઉ મળેલી અરજીઓ ઉપર પુરતુ ધ્યાન અપાયું નથી. કોઈ માથાભારે તત્વો આ ખેતર પોતાનું છે એવો દાવો કરતા આવે અને અચાનક 15 થી 20 લોકોનું ટોળુ તલવાર, ધારિયા સાથે એક પરિવાર ઉપર તૂટી પડે, આવી શરમજનક સ્થિતિ માટે શું શબ્દો વાપરવા તે કલ્પનાનો વિષય છે પરંતુ ચર્ચાના મુખ્ય વિષય તરીકે એ સવાલનો જવાબ મેળવવા પ્રયાસ કરીશું કે દલિત પરિવારના બે સભ્યએ જમીન માટે જીવ ગુમાવવો પડે એવું બન્યું જ કેમ

  • સુરેન્દ્રનગરના સમઢીયાળામાં જમીનના મુદ્દે બે લોકોની હત્યા
  • દલિત પરિવારના સભ્યો પર અન્ય જૂથ તૂટી પડ્યું હતું
  • ગંભીર રીતે ઘાયલ બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ

હત્યાકાંડમાં 5 આરોપી પકડાયા છે
સુરેન્દ્રનગરના સમઢીયાળામાં જમીનના મુદ્દે બે લોકોની હત્યા કરવામાં આવી છે.  દલિત પરિવારના સભ્યો પર અન્ય જૂથ તૂટી પડ્યું હતું. ગંભીર રીતે ઘાયલ બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ. લાંબા સમયથી બે જૂથ વચ્ચે જમીન વિવાદ હતો. દલિત પરિવારનો દાવો હતો કે જમીન અમારી છે. સામેનું જૂથ જમીનના દાવાને નકારતું હતું. સમગ્ર ઘટનાને લઈને SITની રચના કરવામાં આવી. સમગ્ર ઘટનામાં પોલીસની પણ બેદરકારી છતી થઈ. હત્યાકાંડમાં 5 આરોપી પકડાયા છે. આ કેસમાં PSIને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. 

  • સમઢીયાળામાં જમીન વિવાદમાં 2ના મૃત્યુ
  • જમીન ખેડવા મુદ્દે બે જૂથ સામસામે આવ્યા
  • દલિત પરિવાર ઉપર તલવાર, ધારિયાથી હુમલો થયો

આરોપીઓએ પરિવારને ઢોર માર માર્યો, ગાડીમાં પણ તોડફોડ કરી
સમઢીયાળામાં જમીન વિવાદમાં 2ના મૃત્યુ થયા છે.  જમીન ખેડવા મુદ્દે બે જૂથ સામસામે આવ્યા હતા.  દલિત પરિવાર ઉપર તલવાર, ધારિયાથી હુમલો થયો. દલિત પરિવારનો દાવો છે કે તેમની જમીન વડીલોપાર્જિત છે. જ્યારે સામેના જૂથ ઉપર જમીન ગેરકાયદે પચાવી પાડવાનો આરોપ. આ મુદ્દે અવારનવાર ઝઘડા પણ થતા હતા. દલિત સમાજનો દાવો છે કે દીવાની દાવામાં આ કેસ તેમની તરફેણમાં હતો. જયારે પરિવાર જમીન ખેડી રહ્યો હતો ત્યારે અચાનક તેમના પર હુમલો થયો. આરોપીઓએ પરિવારને ઢોર માર માર્યો, ગાડીમાં પણ તોડફોડ કરી.  દલિત પરિવાર પાસે રહેલા બે લાખ રૂપિયા પણ લૂંટી લેવાયાનો આરોપ છે.

ચુકાદો દલિત પરિવારની તરફેણમાં હોવા છતા સામે પક્ષે ધાકધમકી આપ્યાનો આરોપ

સમઢીયાળામાં આલજીભાઈ અને મનોજભાઈનું વડીલોપાર્જિત 70 વર્ષ જૂનું ખેતર હતું. ખેતરના રેકર્ડમાં પણ પોતાનું નામ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.  રેવન્યુ રાહે કાર્યવાહી ચાલતી હતી જેમા દલિત પરિવારની તરફેણમાં ચુકાદો આવ્યો.  ચુકાદો દલિત પરિવારની તરફેણમાં હોવા છતા સામે પક્ષે ધાકધમકી આપ્યાનો આરોપ. આ બાબતે પોલીસને અરજી પણ કરવામાં આવી હતી.  જિલ્લા પોલીસવડાએ પણ સ્વીકાર્યું કે પોલીસ તરફથી નિષ્કાળજી રાખવામાં આવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ