બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Janmashtami atmosphere across the country: Temple premises reverberate with the sound of 'Shri Krishna Kanaiyalal Ki Jai'

Janmashtami 2023 / દેશભરમાં જન્માષ્ટમીનો માહોલ: બદ્રીનાથથી લઇને છેક જગન્નાથ સુધી, 'શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય'ના નાદથી ગૂંજી ઉઠ્યા મંદિર પરિસરો

Priyakant

Last Updated: 10:30 AM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Krishna Janmashtami 2023 News: જન્માષ્ટમીનું કાઉન્ટડાઉન શરૂ, આજે દેશભરના અલગ-અલગ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી, વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

  • આજે દેશભરના અલગ-અલગ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી 
  • વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર 
  • કાળિયા ઠાકારના મંગળા દર્શન માટે સવારથી જ ભક્તોની ભારે ભીડ 

આજે જન્માષ્ટીમી છે, જન્માષ્ટમીના દિવસે વિશ્વના રક્ષક ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મની સ્થાપના માટે પૃથ્વી પર અવતાર લીધો હતો. આ તરફ આજે દેશભરના અલગ-અલગ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. કાળિયા ઠાકારના મંગળા દર્શન માટે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.  

મથુરાના કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં ઉત્સાહ 
મથુરાના કૃષ્ણ જન્મભૂમિ મંદિર સહિત દેશના ઘણા મોટા મંદિરોમાં આજે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.

આ મંદિરોમાં વૃંદાવનમાં બાંકે બિહારી અને દ્વારકામાં દ્વારકાધીશ મંદિરનો સમાવેશ થાય છે. અહીં 7 અને 8 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ 12 વાગ્યે શ્રી કૃષ્ણની જન્મજયંતીનું આયોજન કરવામાં આવશે. આ તમામ મંદિરોને જન્માષ્ટમીના તહેવાર માટે સુંદર રોશનીથી શણગારવામાં આવ્યા છે. 

ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન ભક્તોની ભીડ

ઈસ્કોન મંદિરોમાં રાતથી જ ભજન-પૂજા
આ તરફ જન્માષ્ટમીને લઈ નોઈડા અને દિલ્હી સહિત દેશના તમામ ઈસ્કોન મંદિરોમાં રાતથી જ ભજન-પૂજા ચાલી રહી છે. આ સાથે આજે દિવસભર મંદિરોમાં પૂજા-અર્ચના ચાલુ રહેશે.

ઉજ્જૈનના સાંદીપનિ આશ્રમમાં ઉજવણી 
આજે જન્માષ્ટમીને લઈ ઉજ્જૈનના સાંદીપનિ આશ્રમમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. કાન્હાને લીંબુ અને મકાઈથી શણગારવામાં આવ્યા છે. આ તરફ દેશમાં અનેક જગ્યાએ મટકી ફોડ અને દહીં હાંડી જેવા કાર્યક્રમો યોજાયા અને રાત્રે યોજાવાના છે. 

ગુજરાતમાં મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
ગુજરાતમાં જન્માષ્ટમીને લઈ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના મંદિરોમાં ભક્તોનું રીતસરનું ઘોડાપૂર ઊમટ્યું છે.

આ સાથે આજે અનેક મંદિરમાં મટકીફોડ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં મંગળવારથી જ જન્માષ્ટમીનો મેળો શરૂ થઈ ગયો છે. આ મેળો 9મી સપ્ટેમ્બર સુધી ચાલશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ