બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / jaishankar witty response to how he feels being surrounded by gujaratis

ગર્વ / ગુજરાતીઓથી ઘેરાયેલા રહો છો.. કેવું લાગે છે?: વિદેશમંત્રી એસ જયશંકરે રમૂજી અંદાજમાં આપ્યો જવાબ

Manisha Jogi

Last Updated: 11:00 AM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે શનિવારે દુબઈમાં ભારતીય વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સ સાથે વાતચીત કરી હતી. વિદેશમંત્રી એસ.જયશંકરે આ સવાલનો મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો.

  • વિદેશમંત્રીનો દુબઈમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે સંવાદ
  • ગુજરાતીઓથી ઘેરાયેલા રહો છો, તમને કેવું લાગે છે?
  • વિદેશમંત્રીએ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો

ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે શનિવારે દુબઈમાં ભારતીય વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે, ગુજરાતીઓથી ઘેરાયેલા રહો છો, તો તમને કેવું લાગે છે? વિદેશમંત્રી એસ.જયશંકરે આ સવાલનો મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો કે, ગુજરાતીઓનો સાથ પસંદ અને તેમને આ ખૂબ જ સ્વાભાવિક લાગે છે. 

વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું કે, ‘મને તે પસંદ છે, જે મારા માટે ખૂબ જ રસપ્રદ છે. ભારતમાં તમામ લોકોના કેટલાક મિત્ર દેશના અલગ અલગ હિસ્સાઓમાંથી હોય જ છે. જીવનના અલગ અલગ તબક્કામાં મારી આસપાસ ગુજરાતી પરિવાર રહેતા હતા. તેમની સાથે અમારા ખૂબ જ સારા સંબંધ હતા. જ્યારે હું રાજ્યસભા ચૂંટણી માટે ગયો. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં વધુ જઉં છું, જે મને ખૂબ જ સ્વાભાવિક લાગે છે.’

વિદેશમંત્રી એસ.જયશંકરે વધુમાં જણાવ્યું કે, ‘ગુજરાતીઓ સૌથી વધુ ગ્લોબલ છે, તેમનામાં આત્મવિશ્વાસ છે. તેમના વચ્ચે એક મજબૂત સામુદાયિક ભાવના છે. ભારતમાં તમામ લોકોમાં જોવા મળે છે, પરંતુ મને લાગે છે કે, ગુજરાતીઓમાં વધુ જોવા મળે છે. આ કારણોસર વિદેશમંત્રીની ચૂંટણી પણ ગુજરાત રાજ્ય દ્વારા થવી જોઈએ.’

વિદેશમંત્રી એસ.જયશંકરે X પર કાર્યક્રમના ફોટોઝ શેર કરીને જણાવ્યું કે, ‘દુબઈમાં ભારતય વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સ સાથે વાતચીત કરીને ખુશ છું. અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં સૌથી વધુ આગળ હશે. ભારતે ઘરેલુ સ્તર પર પ્રગતિ કરવાની ક્ષમતા પ્રદર્શિત કરવાની સાથે સાથે G20ની અધ્યક્ષતા દરમિયાન પણ પ્રદર્શન કર્યું છે. જે ખૂબ જ કઠિન અને વિભાજનકારી ક્ષણમાં વિશ્વને સામાન્ય હિતની કોઈ બાબતે સહમત કરવાની ક્ષમતા ધરાવે છે.’


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ