બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Jain Muni Ratnasunderasuri Maharaj expressed his anger about the webseries

મહામંથન / બહોળો વર્ગ વેબસીરિઝનો ચાહક ત્યારે અસભ્ય કન્ટેન્ટને પારખવાની જવાબદારી કોની? OTT પ્લેટફોર્મ અંગે ક્યારે બનશે ચોક્કસ માર્ગદર્શિકા?

Dinesh

Last Updated: 08:37 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજની પેઢીને વેબસિરીઝ, OTT કન્ટેન્ટથી અલગ ભલે ન કરી શકાય પરંતુ સુરતના એક કાર્યક્રમમાં જૈન મુનિનો ગુસ્સો વેબસિરીઝ પર ફૂટ્યો છે

  • જૈન મુનિ રત્નસુંદરસૂરિ મહારાજે વેબસિરીઝ અંગે રોષ ઠાલવ્યો
  • જૈન મુનિએ વેબસિરીઝમાં પીરસાતા સાહિત્ય સામે વાંધો ઉઠાવ્યો
  • જૈન મુનિએ ડાકુઓની સંપતિની લૂંટને વેબસિરીઝ કરતા સારી ગણાવી


છેલ્લા દાયકામાં મોબાઈલ, ટીવીનું વળગણ આજની પેઢીમાં વધ્યું તો છે જ જેને કદાચ કોરોનાકાળ ચરમસીમાએ લઈ ગયો. કોરોનાકાળ દરમિયાન નવરાશની પળ વધી પરંતુ તેનો ઉપયોગ મોબાઈલ, ટીવી જોવામાં પસાર કરવામાં આવ્યો. એક સમય હતો જ્યારે શુક્રવારે ફિલ્મ થિયેટરમાં આવે તેની રાહ જોવાતી હવે એ સમય છે કે કઈ વેબસિરીઝ ઓનલાઈન રિલીઝ થઈ રહી છે તેની રાહ જોવાય છે. આજની પેઢીને વેબસિરીઝ, OTT કન્ટેન્ટથી અલગ ભલે ન કરી શકાય પરંતુ સુરતના એક કાર્યક્રમમાં જૈન મુનિનો ગુસ્સો વેબસિરીઝ પર ફૂટ્યો. જૈન મુનિએ ત્યાં સુધી કહી દીધું કે આજની વેબસિરીઝ ભૂતકાળના ડાકુઓ કરતા પણ ખરાબ છે કારણ કે ડાકુઓ તો સંપતિની લૂંટ ચલાવતા હતા પરંતુ વેબસિરીઝ તો આપણા સંસ્કાર, પવિત્રતા, ચારિત્ર્ય એમ તમામ સ્તરે લૂંટ કરી રહી છે. સરકાર વેબસિરીઝના કન્ટેન્ટને લઈને ગંભીર નથી એવુ નથી પરંતુ સલાહ સૂચનોથી આગળ વાત વધી નથી. અહીં સવાલ થવો સ્વભાવિક છે કે જો 2 કે અઢી કલાકની ફિલ્મ માટે સેન્સર બોર્ડ જેવી વ્યવસ્થા હોય તો પછી ઓટીટી કન્ટેન્ટ માટે કોઈ સેન્સરશીપ કેમ નહીં. સૌથી મહત્વનો સવાલ એ પણ છે કે ટીવી કે મોબાઈલમાં કેવુ સાહિત્ય આવે છે અને તેને જોવું કે કેમ તે પારખવાની સમજણ કેળવવાની જવાબદારી કોની. 

જૈન મુનિએ વ્યથા ઠાલવી 
જૈન મુનિ રત્નસુંદરસૂરિ મહારાજે વેબસિરીઝ અંગે રોષ ઠાલવ્યો છે. સુરતમાં એક કાર્યક્રમમાં પ્રવચન દરમિયાન જૈન મુનિએ વ્યથા ઠાલવી અને જૈન મુનિએ વેબસિરીઝમાં પીરસાતા સાહિત્ય સામે વાંધો ઉઠાવ્યો છે. જૈન મુનિએ કહ્યું વેબસિરીઝ એક સમયના ડાકુઓ કરતા પણ ખરાબ છે તેમજ અભિવ્યક્તિની આઝાદીના નામે અભદ્ર સામગ્રી પીરસાતી હોવાનો મત વ્યક્ત કર્યો છે. રત્નસુંદરસૂરિ મહારાજે કહ્યું વેબસિરીઝ રૂપિયા, સંસ્કાર, સંસ્કૃતિ, પવિત્રતા લૂંટી રહી છે અને વેબસિરીઝના કન્ટેન્ટ સામે મજબૂત કાયદાની જૈન મુનિએ માંગ કરી તેમજ જૈન મુનિએ ડાકુઓની સંપતિની લૂંટને વેબસિરીઝ કરતા સારી ગણાવી છે.

ભારતમાં OTT વ્યુઅરશીપ
4.3 કરોડ

ભારતમાં OTT વ્યુઅરશીપ
2023ના અંત સુધીમાં OTT વ્યુઅરશીપ 5 કરોડ થવાનો અંદાજ

OTT પ્લેટફોર્મ અંગે સરકાર શું કહે છે?
OTT પ્લેટફોર્મ ઉપરના કન્ટેન્ટ અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારે OTTના દિગ્ગજો સાથે આ મુદ્દે બેઠક પણ કરી હતી તેમજ સરકારે અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી તેમજ સરકારે એવો વિચાર રજૂ કર્યો કે પહેલા કંપનીઓ તેનો સ્વતંત્ર રિવ્યુ કરે અને વેબસિરીઝને લઈને કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે પણ નિવેદન આપ્યું હતું. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, સર્જનાત્મકતાના નામે અશ્લીલતા સહન નહીં થાય તેમજ જરૂર પડે સરકાર તરફથી કડક નિયમની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. હજુ OTT પ્લેટફોર્મ અંગે નક્કર ગાઈડલાઈન કે નિયમ નથી

વિવાદમાં આવેલી વેબસિરીઝ
સેક્રેડ ગેમ્સ
આશ્રમ
તાંડવ
પાતાલ લોક
લીલા
ધ લસ્ટ સ્ટોરીઝ
ગંદી બાત
પૌરુષપુર

વેબસિરીઝની યુવાનો પર કેવી અસર?
વેબસિરીઝની યુવા પેઢી ઉપર કેટલીક નકારાત્મક અસર પણ પડી છે તેમજ સતત મોબાઈલ, ટીવીના વળગણથી સાઈકોસોમેટીક ડિસઓર્ડરની સમસ્યા વધી છે તેમજ સાઈકોસોમેટીક ડિસઓર્ડરમાં અનિંદ્રા, માનસિક ઉદાસી વધુ જોવા મળે છે અને આ બીમારીથી વ્યક્તિ ધીમે-ધીમે હિંસક પ્રવૃતિ તરફ વળે છે. આવી બીમારી 20 થી 25 વર્ષની વયજૂથના વ્યક્તિમાં વધુ જોવા મળે છે તેમજ માનસિક તણાવ, ડિપ્રેશન, એંઝાઈટી જેવી બીમારી પણ ઉદભવે છે

તબીબોના તારણો ચોંકાવનારા
કોરોનાકાળ દરમિયાન OTT પ્લેટફોર્મે જબરદસ્ત પકડ જમાવી છે તેમજ તબીબોનું તારણ છે કે બાળક અને વયસ્કોમાં ડોપામાઈન રસાયણ વધ્યું અને સંતાનો ઉપર વડીલોની શંકા-કુશંકા વધી અને વડીલોમાં કોઈ વસ્તુને ગુમાવવાનો ડર વધ્યો છે. મોબાઈલ-ટીવીના વળગણ બાદ ડિપ્રેશનના દર્દી વધ્યા છે. તબીબ પાસે દિવસના 35-40 કેસ ડિપ્રેશનની સમસ્યાના આવે છે અને તબીબોનું તારણ છે કે વેબસિરીઝ 8 થી 10 કલાક જકડી રાખે છે. આટલો સમય વ્યક્તિ એક જગ્યાએ સ્થિર રહે પછી વાસ્તવિકતાથી દૂર જતો રહે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ