બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / IT raids on Bansidhar Tobacco Group, Gujarat connection exposed
Priyakant
Last Updated: 02:23 PM, 2 March 2024
Banshidhar Tobacco Group : આવકવેરા વિભાગની ટીમ છેલ્લા 3 દિવસથી બંસીધર ટોબેકો ગ્રૂપ સતત કાર્યવાહી કરી રહી છે. જોકે હવે આ કેસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, બંસીધર ટોબેકો ગ્રૂપ આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી ત્રીજા દિવસે પણ ચાલુ છે. આયકર વિભાગની ટીમ ત્રીજા દિવસે પણ કંપનીના માલિક કેકે મિશ્રાની તેમના દિલ્હીના નિવાસસ્થાને પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેકે મિશ્રા પોતાની ખરાબ તબિયતનું કારણ આપીને અધિકારીઓના સવાલોના જવાબ આપવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે ગુજરાતમાં વેપારીનું ઘર ગુજરાતના ઊંઝામાં આવેલી ફેક્ટરી અને બંસીધર કંપની ગુંટુરમાં જે કંપનીમાંથી માલ ખરીદે છે તેના સ્થાન પર પણ આવકવેરા વિભાગની ટીમો દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
કરોડોની કિંમતની ઘડિયાળો જપ્ત
મહત્વનું છે કે, આવકવેરા વિભાગના દરોડાના બીજા દિવસે અધિકારીઓએ બંસીધર ટોબેકો ગ્રૂપના વડા કે કે મિશ્રાના પરિસરમાંથી આશરે રૂ. 2.5 કરોડની કિંમતની હીરા જડિત ઘડિયાળ સહિત કરોડો રૂપિયાની લક્ઝરી ઘડિયાળો રિકવર કરી હતી. આવકવેરા દ્વારા કુલ પાંચ ઘડિયાળો મળી છે જેના મૂલ્યાંકન માટે વેલ્યુઅરને બોલાવવામાં આવ્યા છે જેનો રિપોર્ટ થોડા દિવસો પછી આવશે. આવકવેરા વિભાગને આવી કુલ પાંચ ઘડિયાળો મળી છે જેની કિંમત કરોડોમાં છે.
મોંઘી ગાડીઓ ક્યાંથી આવી?
કંપનીના માલિકની પૂછપરછ દરમિયાન આવકવેરા અધિકારીએ એ પણ પૂછ્યું કે, જો કંપનીનું ટર્નઓવર માત્ર 20-25 કરોડ રૂપિયા છે તો 60-70 કરોડ રૂપિયાથી વધુની કિંમતના વાહનો તેના ઘરમાં શું કરી રહ્યા છે. બંસીધર ટોબેકો લિમિટેડ કંપનીએ કોઈપણ દસ્તાવેજો વગર મોટા પાન મસાલા ગ્રુપને માલ વેચ્યો હતો. એટલે કે કોઈપણ કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા વિના પાન મસાલા ગ્રુપે આ કંપની પાસેથી માલ લીધો હતો. તેના આધારે આવકવેરા વિભાગ મોટા પાન મસાલા જૂથ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે જે આ કંપની પાસેથી સામાન ખરીદતા હતા.
ADVERTISEMENT
કરોડો રૂપિયાની રોકડ અને દાગીના જપ્ત
અત્યાર સુધીની કાર્યવાહીમાં આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા 4.30 કરોડ રૂપિયા રોકડા અને 2.5 થી 3 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. આ ખરીદી પાછળ કોઈ પૈસા કમાયા છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.
મહેસાણાના ઊંઝામાં પણ તપાસ
આ સાથે ગુજરાતમાં વેપારીનું ઘર ગુજરાતના ઊંઝામાં આવેલી ફેક્ટરીમાં પણ આવકવેરા વિભાગની ટીમો દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઊંઝામાં તમાકુની ફેકટરી ઉપર આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી. ઊંઝાના ટુંડાવ અમૂઢ રોડ ઉપર આવેલ બંસીધર ગ્રુપની ફેકટરી ઉપર આઇ.ટી.ની રેડ પડતાં સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે આઇટીની તપાસમાં મોટી કર ચોરી પકડાય તેવી શક્યતા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.