બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / it raid on congress mp dhiraj sahu premises recovery to 300 crore

દરોડા / ન ફોન ઉઠાવ્યો, ના E-MAIL નો જવાબ... રેડ બાદ ક્યાં ગાયબ છે અબજોના આસામી કોંગ્રેસ નેતા ધીરજ સાહૂ?

Manisha Jogi

Last Updated: 09:42 AM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવકવેરા વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. અત્યાર સુધીમાં 250 કરોડથી વધુની રોકડની ગણતરી કરવામાં આવી છે અને હજુ પણ ગણતરી થઈ રહી છે.

  • 6 ડિસેમ્બરના રોજ દરોડા પાડવામાં આવ્યા
  • અત્યાર સુધીમાં 250 કરોડથી વધુની રોકડની ગણતરી
  • રોકડ જપ્ત થયા પછી ગાયબ થયા ધીરજ સાહૂ

આવકવેરા વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. જપ્ત થયેલ રોકડ 300 કરોડ સુધી પહોંચી શકે છે. 6 ડિસેમ્બરના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 250 કરોડથી વધુની રોકડની ગણતરી કરવામાં આવી છે અને હજુ પણ ગણતરી થઈ રહી છે. મોટાભાગની રોકડ ઓડિશામાં આવેલ બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડના ઠેકાણાઓ પરથી જપ્ત કરવામાં આવી છે. 

આ મામલે ધીરજ સાહૂને ફોન કરવામાં આવ્યો, પરંતુ કોઈ જવાબ આપ્યો નહોતો. ડિસ્ટિલરી ગૃપને ઈમેઈલ કરવામાં આવ્યો તો પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. બોલાંગિર જિલ્લામાં આવેલ કંપનીમાં રાખવામાં આવેલ 10 તિજોરીમાંથી લગભગ 230 કરોડ રૂપિયાનો રોકડ જપ્ત કરવામાં આવી છે. અન્ય રકમ ટિટલાગઢ, સંબલપુર અને રાંચીના ઠેકાણા પરથી જપ્ત કરવામાં આવી છે. આવકવેરા વિભાગના અધિકારીઓને જાણકારી મળતા બૌધ ડિસ્ટિલરીના ઠેકાણા પર તપાસ શરૂ કરી હતી. 

200 બેગમાં રોકડ ભરી હતી
રોકડ પેક કરવા માટે લોખંડની તિજોરીઓ ઉપરાંત 200 બેગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેટલીક બેગની ગણતરી હજુ પણ બાકી છે. ઝડપથી ગણતરી કરવા માટે 40 મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જપ્ત કરેલ રોકડ રાજ્યની સરકારી બેન્ક સુધી પહોંચાડવા માટે અનેક ગાડીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છો. મીડિયા રિપોર્ટ અનુસાર 100થી વધુ કર્મચારીઓને બોલાંગિર જિલ્લામાં અલગ અલગ સ્થળો પર તહેનાત કરવામાં આવ્યા છે. 

બંટી સાહૂના ઘરેથી 19 બેગ જપ્ત
ધીરજ સાહૂના ઘરેથી અન્ય 3 બેગ જપ્ત કરવામાં આવી છે. ઓડિશામાં દરોડા પાડવામાં આવતા દારૂના કારખાના મેઈન્ટેનન્સ પ્રાભરી  બંટી સાહૂના ઘરેથી 19 બેગ જપ્ત કરવામાં આવી છે, જેમાં 20 કરોડથી વધુની રકમ હોઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ