બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / It is difficult to breathe in Ahmedabad now! The AQI of this area of the city exceeds 300

સાયલન્ટ કિલર! / અમદાવાદમાં હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ! શહેરના આ વિસ્તારનો AQI 300ને પાર, પ્રદૂષણનો પ્રશ્ન બન્યો વધારે વિકટ

Priyakant

Last Updated: 12:17 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat AQI Latest News: દેશની રાજધાની દિલ્હીની જેમ હવે ગુજરાતની મેટ્રો સિટી અમદાવાદની હવા પણ દિવસેને દિવસે બની રહી છે ઝેરી, અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં AQI 300ને પાર

  • દિવાળી અગાઉથી અમદાવાદ શહેરની હવા પ્રદુષિત બની
  • આજ સુધી હવાના પ્રદુષણમાં કોઇ સુધારો જોવા નથી મળ્યો
  • અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં AQI 300ને પાર

Gujarat AQI News : દેશની રાજધાની દિલ્હીની જેમ હવે ગુજરાતની મેટ્રો સિટી અમદાવાદની હવા પણ દિવસેને દિવસે ઝેરી બની રહી છે. વાત જાણે એમ છે કે, દિવાળી અગાઉથી અમદાવાદની હવા પ્રદુષિત બની છે. દિવાળીના તહેવારોથી સતત અમદાવાદમાં પ્રદુષણ જોખમી સ્તરે છે. આંકડાઓ મુજબ અમદાવાદના અનેક વિસ્તારોમાં વાયુ સુચક આંક 300ને પાર પહોંચી ગયો છે. 

અમદાવાદના અનેક વિસ્તારોમાં હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો હોય તેવી સ્થિતિ બની છે. અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં AQI 300ને પાર પહોંચ્યો છે. આ તરફ મણિનગરમાં 260, નવરંગપુરામાં 210, રખિયાલમાં 209 AQI નોંધાયો છે. કઠવાડામાં 220, સોનીની ચાલી 210 તો એરપોર્ટનો વાયુ સુચક આંક 185 છે તો અમદાવાદના ગ્યાસપુરમાં AQI 204 નોંધાયો છે. નોંધનીય છે કે, 200થી ઉપરનો AQI આંક ધરાવતી હવા માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક મનાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ