બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Israel presents 5 proofs of innocence in Gaza hospital attack

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ / હમાસ કમાન્ડરનો Audio, મિસ ફાયરના ફૂટેજ... ગાઝા હોસ્પિટલ એટેકને લઇ ઈઝરાયલે રજૂ કર્યા નિર્દોષતાના 5 પુરાવા

Priyakant

Last Updated: 11:09 AM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas War News: ઈઝરાયેલે દાવો કર્યો છે કે, પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલ રોકેટ ખોટી રીતે ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું હતું

  • ગાઝા પટ્ટીમાં હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટને લઈને આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો દોર
  • પેલેસ્ટાઈન અને હમાસનો આરોપ છે કે, ઈઝરાયેલે હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો
  • ઈઝરાયેલે કહ્યું, પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલ રોકેટ ખોટી રીતે ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું 

Israel-Hamas War : ગાઝા પટ્ટીમાં અલ-અહલી અરબ હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટને લઈને આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો દોર ચાલુ છે. જ્યાં પેલેસ્ટાઈન અને હમાસનો આરોપ છે કે, ઈઝરાયેલે હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં 500થી વધુ લોકોના મોત થયા હતા. આ તરફ હવે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલ રોકેટ ખોટી રીતે ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું હતું. આટલું જ નહીં ઈઝરાયલે પોતાના દાવાની પુષ્ટિ કરતા ઘણા પુરાવા પણ રજૂ કર્યા છે.

ઈઝરાયેલે હમાસનો ઓડિયો જાહેર કર્યો
મહત્વનું છે કે, ઈઝરાયેલે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે જે પુરાવા રજૂ કર્યા છે તે હમાસના લડવૈયાઓનો ઓડિયો છે. ઈઝરાયેલનો દાવો છે કે, આ ઓડિયો હોસ્પિટલ પર હુમલા બાદનો છે. દાવો કરવામાં આવ્યો છે કે, આમાં હમાસના બે લડવૈયાઓ વાત કરી રહ્યા છે કે પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદનું એક રોકેટ મિસ ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું હતું. હમાસના લડવૈયાઓ વચ્ચે એવું કહેતા સાંભળવા મળે છે કે, આ ઈઝરાયેલનું રોકેટ નથી, અમારું છે.

ઇઝરાયલે હોસ્પિટલના પહેલા અને પછીના ફોટા જાહેર કર્યા
ઈઝરાયેલની એરફોર્સે એક ફૂટેજ પણ બહાર પાડ્યું છે. જેમાં હોસ્પિટલ પર હુમલા પહેલા અને પછીની તસવીર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રોકેટ મિસફાયર થયું અને હોસ્પિટલના પાર્કિંગમાં પડ્યું હતું. જેમાં ઈઝરાયેલે દાવો કર્યો છે કે, આ રોકેટ ઈસ્લામિક જેહાદ આતંકી સંગઠન દ્વારા છોડવામાં આવ્યું છે.

હમાસના ઠેકાણાઓનો વીડિયો પણ જાહેર 
ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસના અડ્ડાઓનો વીડિયો જાહેર કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, હમાસના અડ્ડા ગાઝા પટ્ટીમાં ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં છે. અહીંથી તેઓ ઈઝરાયેલ પર હુમલો કરવા માટે રોકેટ છોડે છે. ઈઝરાયેલનો દાવો છે કે, તેનું સૌથી મોટું નુકસાન હમાસ દ્વારા છોડવામાં આવેલા ઘણા રોકેટ તેના વિસ્તારમાં પડી રહ્યા છે. એટલું જ નહીં ઇઝરાયલે દાવો કર્યો છે કે, હમાસ આવું એટલા માટે કરી રહ્યું છે કારણ કે તે ઇચ્છે છે કે જ્યારે ઇઝરાયેલ તેની સ્થિતિ સામે જવાબી કાર્યવાહી કરે તો ગાઝામાંથી બને તેટલા લોકો માર્યા જાય.

ઈઝરાયેલે મિસ ફાયર કરેલા રોકેટના ફૂટેજ જાહેર કર્યા
ઈઝરાયલે એક વીડિયો ફૂટેજ પણ જાહેર કર્યો છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે, આ એ જ રોકેટનો વીડિયો છે જે મિસફાયર થઈને હોસ્પિટલ પર પડ્યો હતો. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર ઈસ્લામિક જેહાદ દ્વારા સાંજે 6.59 કલાકે રોકેટ છોડવામાં આવ્યું હતું, તે જ સમયે ગાઝાની હોસ્પિટલમાં વિસ્ફોટ થયો હતો.

ઈઝરાયેલને અમેરિકાએ આપી ક્લીનચીટ 
આ તરફ ગાઝા હોસ્પિટલ પર હુમલામાં અમેરિકાએ પણ ઈઝરાયેલને ક્લીનચીટ આપી દીધી છે. વાસ્તવમાંઅમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન બુધવારે ઇઝરાયેલની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ઈઝરાયેલે હોસ્પિટલ પર હુમલો કર્યો નથી. હુમલામાં અન્ય કોઈનો હાથ હોવાનું જણાય છે. તેમણે ઈઝરાયેલ પરના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા. એટલું જ નહીં બિડેને કહ્યું કે, હમાસના લોકોએ નરસંહાર કર્યો છે. હમાસ આખા પેલેસ્ટાઈનનું પ્રતિનિધિત્વ કરતું નથી. તેમણે ગાઝા હોસ્પિટલ પર થયેલા હુમલા અંગે શોક વ્યક્ત કર્યો હતો. બિડેને કહ્યું, અમે સમજીએ છીએ કે આ લડાઈ ઈઝરાયેલ માટે સરળ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ