બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Israel - Palestine War: America Foreign Minister Antony met Palestine President Abbas in Oman

યુદ્ધ / ઈઝરાયલ-હમાસ જંગ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રીની પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત, મોહમ્મદે કરી સહાયની અપીલ

Vaidehi

Last Updated: 05:12 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલની તરફથી સતત ગાઝા પટ્ટી પર બોમ્બ બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આશરે 11 લાખ લોકોને ઘર છોડવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.પશ્ચિમી દેશો ઈઝરાયલનું સમર્થન કરી રહ્યાં છે.

  • ઈઝરાયલ હમાસ યુદ્ધ આક્રમક
  • હમાસનાં હુમલા બાદ ઈઝરાયલે કર્યું આક્રમણ
  • 11 લાખ લોકોને ઘર છોડવાનાં આદેશ

ઈઝરાયલ હમાસ યુદ્ધ થોભવાનું નામ નથી લઈ રહ્યું. હમાસનાં હુમલા બાદ હવે ઈઝરાયલ આક્રમક બન્યું છે અને ગાઝા પટ્ટી પર સતત અટેક કરી રહ્યું છે.

પેલેસ્ટાઈનનાં રાષ્ટ્રપતિ સાથે અમેરિકાનાં રક્ષામંત્રીએ કરી મુલાકાત
ઈઝરાયલ-હમાસ જંગની વચ્ચે અમેરિકાનાં રક્ષામંત્રી એંટની બ્લિંકન પેલેસ્ટાઈન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને મળવા પહોંચ્યાં હતાં.બંને નેતાની મુલાકાત ઓમાનમાં થઈ હતી. મહમૂદ અબ્બાસે પોતાના નિવેદનમાં ગાઝામાં આંતરરાષ્ટ્રીય સહાય મોકલવા અપીલ કરી હતી.

અમેરિકી રક્ષા સચિવ પહોચ્યાં તેલ અવીવ
ઈઝરાયલ-હમાસ જંગની વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી બાદ ત્યાંનાં રક્ષા સચિવ લૉયડ ઑસ્ટિન તેલ અવીવ પહોંચ્યાં. અહીં પહોંચતાની સાથે જ તેમણે કહ્યું કે ઈઝરાયલ માટે અમેરિકાનું સમર્થન મજબૂત છે. 

ગાઝા શહેરથી નાગરિકોને ઘર છોડવાનો આદેશ
ઈઝરાયલની સેનાએ શુક્રવારે ઉત્તરી ગાઝાનાં આશરે 11 લાખ લોકોને શહેર છોડવાનાં આદેશ આપવાનું કહ્યું છે.  સાથે જ ઈઝરાયલી સેનાનાં ટેંક ગાઝા તરફ આગળ વધી રહ્યાં છે. હમાસનાં હુમલા બાદથી ઈઝરાયલ આક્રમક છે અને સતત ગાઝા પર હુમલાઓ કરી રહ્યાં છે.

258 સૈનિકો મૃત્યુ પામ્યાં
ઈઝરાયલની સેના તરફથી કહેવામાં આવ્યું કે હમાસનાં હુમલા બાદ પેલેસ્ટાઈન આતંકીઓની સામેની લડાઈમાં ઓછામાં ઓછા 258 ઈઝરાયલી સૈનિકો મૃત્યુ પામ્યાં હતાં.

તુર્કીએ ગાઝાને મોકલી મદદ
તુર્કીએ ગાઝાનાં લોકો માટે ભોજન અને પ્રાથમિક સારવારનાં સંસાધનો વિમાન મારફતે મોકલ્યાં છે. આ વિમાનની મદદથી મોકલવામાં આવેલ મદદને ઇજિપ્ત અને ગાઝા પટ્ટી વચ્ચે બનેલા રફાહ ક્રોસિંગ દ્વારા જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ