બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Israel Palestine conflict: When did the israel got independant ? what is hamas, history of Israel Palestine war

VTV સ્પેશ્યલ / દુનિયાના એકમાત્ર યહૂદી દેશ ઈઝરાયલનો ઈતિહાસ: એકલા હાથે 6 અરબ દેશોને જંગમાં ધૂળ ચટાડી, આજે અલ અક્સા મસ્જિદ માટે થયો હુમલો

Vaidehi

Last Updated: 08:00 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેલેસ્ટાઈનનાં સંગઠન હમાસ દ્વારા આજે ઈઝરાયલ પર નિર્દયતાપૂર્વક હુમલાઓ કરવામાં આવ્યાં જે બાદ ઈઝારયલે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું નક્કી કર્યું. આ તમામ વિવાદો વચ્ચે શું તમે જાણો છો કે ઈઝરાયલ, પેલેસ્ટાઈન અને હમાસનો જન્મ કેવી રીતે અને ક્યારે થયો? વાંચો VTV SPECIALમાં...

  • પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ
  • પેલેસ્ટાઈન આતંકવાદીઓએ ઈઝરાયનાં નાગરિકો પર હુમલો કર્યો
  • ઈઝરાયલે હમાસ પર પલટવાર કરવાનો નિર્ણય લીધો

ઈઝરાયલે હમાસ પર યુદ્ધનું એલાન કરી દીધું છે. હમાસ દ્વારા આજે ઈઝરાયલમાં ઘુસણખોરી તેમજ ઈઝરાયનાં નાગરિકો પર હુમલો કર્યા બાદ ઈઝરાય ડિફેન્સ ફોર્સેસ જવાબ આપવા માટેની તૈયારીઓ કરી રહી છે. ગંભીર વાત તો એ છે કે સમગ્ર દુનિયા જાણે છે કે જ્યારે ઈઝરાયલ યુદ્ધનું એલાન કરે છે ત્યારે તે દેશની ધરતી પર વિનાશ સર્જી દે છે. ઈઝરાયલનો એક સામાન્ય નિયમ છે  'By Hook or By Crook' એટલે કે ઈઝરાયલનાં દુશ્મનોને ધરતી પરથી દૂર કરવા. પણ આ ભયાનક ઈઝરાયલ એક દિવસમાં નથી બની ગયું. 

HITLER, SOUCE- WIKIPEDIA

હિટલરે લાખો યહૂદીઓને મારી નાખ્યાં હતાં
બુદ્ધિ,જ્ઞાન, સંપદા અને સંસ્કૃતિથી ભરપૂર યહૂદીઓએ પોતાના સમ્માન અને સફળતા માટે વર્ષોથી પ્રયાસો કર્યાં છે. દુનિયાભરમાં યહૂદીઓને ધિક્કારવામાં આવતાં હતાં. જર્મનીનાં હિટલરે તો લાખો યહૂદીઓને મારી નાખ્યાં હતાં. તેમને લૂટ્યાં, બળાત્કાર કર્યો, મજૂરી કરાવી અને મારી નાખ્યાં. પરંતુ હિટલર બાદ કોઈની તાકત ન હતી કે ઈઝરાયલ સામે લડી શકે કારણ કે જ્યારે ઈઝરાયલ બન્યું ત્યારે તેમનો એક જ લક્ષ્ય હતો- ઈઝરાયલ સૌથી આગળ હોવું જોઈએ. ઈઝરાયલે દુશ્મનોનો નાશ કર્યો અને દુનિયાનાં દરેક યહૂદીએ ઈઝરાયલનો નાગરિક બનાવ્યો.

ક્યારે બન્યું ઈઝરાયલ?
જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયું ત્યારે યહૂદીઓ સાથે થયેલ દૂર્વ્યવહારની કહાની દુનિયાની સામે આવી. એટલું જ નહીં હિટલર દ્વારા મારી દેવામાં આવેલા લાખો યહૂદીઓની સંખ્યા પણ સામે આવી. આ બાદ યહૂદીઓ પોતાના અલગ દેશની માંગ કરવા લાગ્યાં.  14 મે 1948નાં રોજ યહૂદીઓને પોતાનો આઝાદ દેશ મળ્યો જેનું નામ રાખવામાં આવ્યું 'ઈઝરાયલ'. ઈઝરાયલની આબાદી એક કરોડથી પણ ઓછી છે પરંતુ ઈઝરાયલનાં વૈજ્ઞાનિકો, મશીન, ટેકનોલોજી વગેરે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. 

SOURCE-WIKIPEDIA 

5 દેશોએ ઈઝરાયલ પર હુમલો કર્યો
ઈઝરાયલ જ્યારે બન્યું ત્યારે તેના પાંચ પાડોશી દેશો કે જે ઈસ્લામિક રાષ્ટ્ર હતાં તેમણે 1967માં એકાસાથે મળીને ઈઝરાયલ પર હૂમલો કરી દીધો. ઈઝરાયલે તેનો યુદ્ધથી જવાબ આપ્યો અને તમામ દેશોને હરાવી દીધાં. આ યુદ્ધને ' 6 DAY WAR' કહેવામાં આવે છે. આ યુદ્ધથી દુનિયામાં સંદેશો પહોંચ્યો કે પોતાના દુશ્મનોથી ઘેરાયેલો ઈઝરાયલ દેશ માત્ર કદમાં જ નાનો છે પણ તેની શક્તિનો અંદાજો કોઈને નથી. આ યુદ્ધમાં ઈઝરાયલે સિનાઈ પ્રાયદ્વીપ, ગાઝા, પૂર્વી યરુશલમ, પશ્ચિમી તટ અને ગોલાનાની પહાડી પર પોતાનો કબ્જો જમાવી લીધો.

હમાસનો ઈતિહાસ
હમાસ પેલેસ્ટાઈનનો એક ઈસ્લામિક ચરમપંથી સંગઠન છે. તેના જ કારણે હાલમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. વર્ષ 1987માં થયેલ જનઆંદોલનમાં શેખ અહમ યાસીને હમાસ સંગઠનની સ્થાપના કરી હતી અને ત્યારથી જ હમાસ પેલેસ્ટાઈન વિસ્તારોમાંથી ઈઝરાયલને હટાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. હમાસને ગાઝા પટ્ટીથી ઓપરેટ કરવામાં આવે છે. 

SOURCE: WIKIPDEIA

હમાસનું લક્ષ્ય
હમાસે પોતાના ચાર્ટરને ઈઝરાયલ અને યહૂદીઓને લઈને કહ્યું હતું કે યહૂદી સમુદાય અને ઈઝરાયને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો હમાસનો ઉદેશ્ય છે. હમાસ 2 વિભાગોમાં વિભાજિત છે. એક ભાગનો દબદબો વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટી પર છે જ્યારે બીજો ભાગ 2000ની સાલમાં શરૂ થયો. તેની શરૂઆત બાદ જ ઈઝરાયલ પર હુમલાઓની સંખ્યામાં વધારો થયો છે. માહિતી અનુસાર હમાસ પાસે 50000ની ફૌજ છે. 

સંઘર્ષની કહાની 100 વર્ષ જૂની 
પેલેસ્ટાઈન અને ઈઝરાયલની વચ્ચેનાં આ સંઘર્ષની કહાની 100 વર્ષ જૂની છે. પ્રથમ વિશ્વયુદ્ધથી પણ પહેલાં ઈઝરાયલ, તુર્કીનો જ એક ભાગ હતો. જેને ઓટમન સામ્રાજ્ય કહેવામાં આવતું હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી મિત્ર રાષ્ટ્રોનાં વિરોધમાં ઊભેલા દેશોની સાથે જોડાઈ ગયું. જેના કારણે તુર્કી અને બ્રિટનની વચ્ચે તણાવ પેદા થયાં. બંને વચ્ચે યુદ્ધ થયું અને બ્રિટને આ યુદ્ધમાં વિજય મેળવીને ઓટમન સામ્રાજ્યનો અંત કરી દીધો. ત્યારે યહૂદીઓ એક આઝાદ યહૂદી રાજ્ય બનાવવા ઈચ્છતાં હતાં.

બ્રિટને યહૂદીઓનો સાથ આપ્યો
જેના કારણે દુનિયાભરનાં યહૂદી પેલેસ્ટાઈન આવવા લાગ્યાં. બ્રિટને યહૂદીઓનો સાથ આપ્યો સાથે જ પેલેસ્ટાઈનને યહૂદીઓની માતૃભૂમિ બનાવા મદદ પણ કરવા લાગ્યું. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટન નબળું પડ્યું. જેના કારણે પેલેસ્ટાઈન આવનારાં યહૂદીઓને મદદ મળવાનું પણ ઘટી ગયું. આ બાદ બીજા દેશોએ બ્રિટન પર યહૂદીઓનો પુનર્વાસ કરાવાનું દબાણ શરૂ કર્યું. પરંતુ બ્રિટને આ મામલાથી પોતાને અલગ કરી દીધું. આ બાદ આ કેસ 1945માં UN પાસે ગયો.

JERUSELEM, SOURCE: WIKIPEDIA

UNએ વિભાજન કર્યું
29 નવેમ્બર 1974નાં સંયુક્ત રાષ્ટ્રે પેલેસ્ટાઈનનાં 2 ટૂકડા કરી દીધાં. પહેલો ભાગ અરબ રાજ્ય બન્યો અને બીજો ઈઝરાયલ. ત્યાં જેરુસલમને આંતરરાષ્ટ્રીય સરકારની પાસે રાખવામાં આવ્યું. પરંતુ અરબ દેશોએ યૂએનનાં આ નિર્ણયનો સ્વીકાર ન કર્યો. આશરે 1 વર્ષ બાદ ઈઝરાયલે પોતાને આઝાદ દેશ ઘોષિત કર્યું અને અમેરિકાએ તેને માન્યતા આપી દીધી. આ બાદ અરબ દેશ અને ઈઝરાયલ આમને સામને આવવા લાગી ગયાં અને બંને વચ્ચે અનેક વખત યુદ્ધ પણ થવા લાગ્યાં. અમેરિકાનાં કારણે ઈઝરાયલે દરેક યુદ્ધમાં અરબ દેશોને માત આપી દીધી.

પેલેસ્ટાઈન અને યહૂદીઓની વચ્ચે વિવાદો શરૂ
UN દ્વારા યહૂદીઓને મિ઼ડલ ઈસ્ટનું એ સ્થાન આપવામાં આવ્યું કે જ્યાં ઈસ્લામ, ઈસાઈ અને યહૂદીઓનું પવિત્ર સ્થળ આવેલું છે. યહૂદીઓનાં આવવાથી પહેલા આ વિસ્તારમાં અલસ્ંખ્યક યહૂદી અને બહુસંખ્ય અરબ રહેતાં હતાં. પેલેસ્ટાઈન અહીં રહેનારા અરબ હતાં પણ યહૂદીઓ બહારથી આવ્યાં હતાં. પેલેસ્ટાઈન અને યહૂદીઓની વચ્ચે વિવાદો શરૂ થવા માંડ્યાં. યહૂદીઓ આ ભૂમિને પોતાના પૂર્વજોની માનતાં હતાં જ્યારે પેલેસ્ટાઈન અરબ અહીં પેલેસ્ટાઈન નામક દેશ ઈચ્છતાં હતાં. 1948માં જ્યારે યહૂદી નેતાઓએ ઈઝરાયલને સ્વતંત્ર ઘોષિત કર્યું ત્યારે અરબીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ત્યારથી યુદ્ધની શરૂઆત થઈ ગઈ.

જેરુસલમ :એક પવિત્ર સ્થાન

જેરુસલમ એક એવો શહેર છે જે ઈસ્લામ, ઈસાઈ અને યહૂદીઓ ત્રણેય ધર્મોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં અલ-અક્શા મસ્જિદ જે મુસલમાનો માટે મક્કા અને મદીના બાદ ત્રીજું સૌથી પવિત્ર સ્થાન છે. તો ઈસાઈઓ માટે જેરુસલમ સૌથી પવિત્ર સ્થાનોમાંનું એક છે. અહીં ધ ચર્ચ ઓફ હોલી સેપલ્કર  છે. 1967માં ઈઝરાયલે જેરુસલમનાં પૂર્વી ભાગ પર કબ્જો કરી લીધો હતો અને પછીથી તેને પોતાની રાજધાની માનવા લાગ્યું. પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા ન મળી શકી. તો બીજી તરફ પેલેસ્ટાઇની પણ કહે છે કે આઝાદ દેશ બન્યા બાદ જેરુસલમને જ રાજધાની બનાવશું. તેઓ સતત માંગ કરી રહ્યાં છે કે ઈઝરાયેલ 1967ની પહેલાની સીમાઓ પર જતું રહે સાથે જ વેસ્ટબેંક અને ગાઝાપટ્ટીને પણ ફિલિસ્તીનને પરત કરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ