બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Israel Hamas War Updates: Hamas rocket blasted on Tel Aviv airport of Israel, read war updates

વિશ્વ / ઈઝરાયલ-હમાસ યુદ્ધના 10 મોટા અપડેટ: તેલ અવીવ એરપોર્ટ પાસે ભયંકર બ્લાસ્ટ, આકાશ રોકેટ હુમલાઓના ધડાકાથી ગુંજયું

Vaidehi

Last Updated: 04:56 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ હિંસક યુદ્ધને લઈને વાંચો 10 મોટા લેટેસ્ટ અપડેટ્સ VTVGujarati.com પર.

  • ઈઝરાયલ અને હમાસ વચ્ચે હિંસક આગ
  • આશરે 700થી વધારે ઈઝરાયેલી નાગરિકોનું મોત
  • વડોદરાના 250થી વધુ લોકો ઈઝરાયલમાં ફસાયા

ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.આ યુદ્ધ હમાસના આતંકવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઈઝરાયેલે પણ જોરદાર વળતો હુમલો કર્યો હતો. બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધને લઈને વાંચો 10 મોટા અપડેટ્સ.

1. તેલ અવીવ એરપોર્ટની પાસે મોટો બ્લાસ્ટ
ઈઝરાયલનાં તેલ અવીવ એરપોર્ટની પાસે થોડીવાર પહેલા મોટો બ્લાસ્ટ થયો છે. તેલ અવીવમાં હજુ પણ સાયરન વાગી રહ્યાં છે. હમાસ દ્વારા સેંટ્રલ ઈઝરાયલમાં મોટો રોકેટ હુમલો કરવામાં આવ્યો છે.

2. વડોદરાના 250થી વધુ લોકો ફસાયા
ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ, ઈઝરાયલમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા છે. જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. નર્સિંગના વ્યવસાય સાથે સંકડાયેલી મહિલાઓ ઈઝરાયેલમાં ફસાઇ ગઈ છે. ઇઝરાયેલની હોસ્પિટલોમાં ભારતીય નર્સો વર્ષોથી સેવા આપે છે. ગુજરાતની મહિલાઓ યુદ્ધમાં ફસાતા ગુજરાતમાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. ભારતીય વિદેશ મંત્રાલય યુદ્ધની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. 

3. 73 ઈઝરાયલી સૈનિકોનું મોત
સેના દ્વારા મૃત્યુ પામેલ 16 સૈનિકોનાં નામની લિસ્ટ જાહેર કર્યાં બાદ હમાસની સાથે સંઘર્ષમાં મૃત્યુ પામેલા ઈઝરાયલી સૈનિકોની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે. સેનાએ X પર નિવેદન આપ્યું અને કહ્યું કે તેમના પરિવારોને સૂચિત કરી દેવામાં આવ્યું છે.

4. આજે 19 લોકોનું મોત
સ્થાનીક હોસ્પિટલનાં ડોક્ટરે મીડિયાને જણાવ્યું કે પેલેસ્ટાઈન દ્વારા કરવામાં આવેલા એક હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછાં 19 લોકો મૃત્યુ પામ્યાં છે. ડોક્ટરે જણાવ્યું કે મૃત્યુ પામેલા લોકોમાં એક સ્થાનીય સશસ્ત્ર સમૂબનો નેતા રફાત અબૂ હિલાલ પણ શામેલ હતો.

5. 500 સ્થળો પર હુમલા
ઈઝરાયલી સેનાએ સોમવારે કહ્યું કે ઈઝરાયેલી હવાઈ હુમલાઓ એને ગોળીબારીએ ગાઝાપટ્ટીમાં કથિત રૂપે હમાસ અને ઈસ્લામિક જિહાદ આતંકવાદી સમૂહ સાથે સંકળાયેલાં 500થી વધારે સ્થળો પર હુમલો કર્યો છે.

6. હંગેરીએ પોતાના 200 લોકોને સુરક્ષિત રીતે નિકાળ્યાં
મીડિયા અનુસાર હંગેરીનાં વિદેશ મંત્રી પીટર સિજ્જાર્તોએ કહ્યું કે હંગેરીએ એક રાતમાં 2 વિમાનોની મદદથી 215 લોકોને ઈઝરાયલથી સુરક્ષિત રીતે નિકાળ્યાં છે.

7. ઈઝરાયલનાં આરોપોથી ઈરાને કર્યો ઈનકાર
ઈઝરાયલનાં આરોપો પર પ્રતિક્રિયા આપતાં  ઈરાને કહ્યું કે અમે દ્રઢતાપૂર્વક પેલેસ્ટાઈનનાં સમર્થનમાં છીએ. જો કે અમે પેલેસ્ટાઈનનાં એક્શનમાં શામેલ નથી કારણકે તે સંપૂર્ણપણે પેલેસ્ટાઈનનો જ નિર્ણય છે.

8. એક લાખથી વધુ લોકો વિસ્થાપિત
સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે ઈઝરાયલ પર આતંકવાદી સમૂહનાં હુમલા બાદ ઈઝરાયલી સેના અને હમાસની વચ્ચે લડાઈનાં પરિણામસ્વરૂપ વિસ્થાપિત ગાઝાવાસીઓની સંખ્યા 1,23,000થી વધારે થઈ ગઈ છે.

9. આશરે 700થી વધારે ઈઝરાયલી નાગરિકોનું મોત
ઈઝરાયલી ડિફેંસ ફોર્સેસે સોમવારે જાણકારી આપી કે હમાસ દ્વારા ઈઝરાયલ પર મોટાપાયે થયેલા હુમલાઓમાં 700થી વધારે ઈઝરાયેલીઓ મૃત્યુ પામ્યાં છે. સાથે જ 2150 ઈઝરાયેલીઓ ઘાયલ થયાં છે.

10. ઈઝરાયલમાં ફસાયેલા રાજ્યસભા સાંસદ સહિત 27 ભારતીયો સુરક્ષિત
ઈઝરાયલમાં ફસાયેલા મેઘાલયનાં નેશનલ પીપુલ્સ પાર્ટીનાં રાજ્યસભા સાંસદ ખારલુખી, તેમની પત્ની અને દીકરી સહિત રાજ્યનાં 27 લોકોને ઈજિપ્તમાં સુરક્ષિત સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ