બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Israel Hamas War air india scheduled flights to tel aviv have been suspended till 2 november due to war

Israel Hamas War / ઈઝરાયલ-હમાસ જંગ વચ્ચે Air Indiaએ તેલ અવીવની ઉડાનો કરી રદ, જાણો કઇ તારીખ સુધી ફ્લાઇટ્સ પર રહેશે પ્રતિબંધ

Arohi

Last Updated: 08:44 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War Air India Scheduled Flights: એર ઈન્ડિયાએ સાત ઓક્ટોબરે તેલ અવીવ માટે અને ત્યાંથી કોઈ શેડ્યુલ્ડ ફ્લાઈટ સંચાલિત નથી કરી. હવે આ રોકને આગળની તારીખ માટે વધારી દેવામાં આવી છે.

  • એક ઈન્ડિયાએ તેલ અવીવની ફ્લાઈટ્સ કરી રદ્દ
  • આ તારીખ સુધી ફ્લાઇટ્સ પર રહેશે પ્રતિબંધ
  • ઈઝરાયલ-હમાસ જંગ વચ્ચે લેવાયો મોટો નિર્ણય 

ઈઝરાયલ-હમાસ યુદ્ધની વચ્ચે ત્યાં જતી ફ્લાઈટ્સને લઈને નવી નવી અપડેટ્સ સામે આવી રહી છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં સ્થિતિ સુધરવાની જગ્યાએ વધારે બગડતી જઈ રહી છે. આ વચ્ચે ભારતની એરલાઈન્સ એર ઈન્ડિયાની ઈઝરાયલ માટે ફ્લાઈટ્સને લઈને એક મોટી ખબર સામે આવી છે. 

આ તારીખ સુધી રહેશે રોક 
ટાટા ગ્રુપની વિમાન કંપની એર ઈન્ડિયાએ ઈઝરાયલ અને આતંકવાદી ગ્રુપ હમાસની વચ્ચે સંઘર્ષની વચ્ચે તેલ અવીવ માટે પોતાની શેડ્યુલ્ડ ફ્લાઈટ્સ પર લાગેલી રોકને બે નવેમ્બર સુધી વધારી દીધી છે. 

એર ઈન્ડિયાના એક અધિકારીએ બુધવારે કહ્યું કે તેલ અવીવ માટે નિર્ધારિત ફ્લાઈટ્સ બે નવેમ્બર સુધી સસ્પેંડ કરી દેવામાં આવી છે. એર ઈન્ડિયાએ સાત ઓક્ટોબરથી તેલ અવીવ માટે અને ત્યાંથી કોઈ શેડ્યુલ્ડ ફ્લાઈટ સંચાલિત નથી કરી. 

સામાન્ય રીતે કેટલી ફ્લાઈટ્સ ભરે છે ઉડાન? 
સામાન્ય રીતે એર ઈન્ડિયાની ઈઝરાયલના તેલ અવીવ માટે અઠવાડિયામાં પાંચ ફ્લાઈટ્સ સંચાલિત થાય છે. આ ફ્લાઈટ્સ સેવાઓ સોમવારે, મંગળવારે, ગુરૂવારે, શનિવારે અને રવિવારે આપવામાં આવે છે. જોકે કંપનીનું કહેવું છે કે તે જરૂરીયાતના હિસાબથી ભારતીયોને ઈઝરાયલથી પરત લાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ