બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / israel defense force mistakenly kills three israeli hostages in gaza

Israel Hama War / ઈઝરાયલી સૈનિકોથી થઇ મોટી ભૂલ, ખતરો સમજીને ગાઝામાં પોતાના જ 3 નાગરિકોને ગોળી મારી દીધી, IDFએ માંગી માફી

Arohi

Last Updated: 09:04 AM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hama War: IDF પ્રવક્તાએ કહ્યું કે ત્રણેયના ગોળીબારમાં મોત બાદ મૃતકોની ઓળખમાં શંકા ઉભી થઈ. તેમના મૃતદેહોને તરત તપાસ માટે ઈઝરાયલમાં મોકલવામાં આવ્યા. જ્યાં તેમની ઓળખ ઈઝરાયલી નાગરીકોના રૂપમાં થઈ. તેમણે હમાસને બંધક બનાવ્યા હતા.

  • ગાઝા યુદ્ધમાં મોટી ભૂલ 
  • ઈઝરાયલી સૈનિકોએ કર્યો ગોળીબાર 
  • જેમાં પોતાના જ 3 નાગરિકોને મારી ગોળી

ગાઝામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયલી સુરક્ષાકર્મીઓથી એક મોટી ભુલ થઈ ગઈ છે. આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હાગારીએ જણાવ્યું કે ઈઝરાયલી સુરક્ષા દળ (IDF)એ 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસ દ્વારા બંધક બનાવેલા પોતાના જ ત્રણ નાગરીકોને ખતરો સમજીને તેમના પર ગોળીબાર કરી દીધો. આ ઘટનામાં ત્રણેય નાગરીકોના મોત થઈ ગયા. ડેનિયલ હગારીએ કહ્યું કે આઈડીએફ આ દુખદ ઘટનાની જવાબદારી લે છે. 

તેમણે કહ્યું, "આ ઘટના તે ક્ષેત્રમાં થઈ જ્યાં ઈઝરાયલી સૈનિકોએ આત્મધાતી હુમલાવરો સહિત ઘણા આતંકવાદીઓનો સામનો કર્યો." ત્રણ ઈઝરાયલી બંધકોમાંથી બેની ઓળખ યોતમ હેમ અને સમર તલાલ્કના રૂપમાં થઈ છે. હેમને કેફાર અઝાથી બંધક બનાવવામાં આવ્યો હતો અને સમર તલાલ્કાનું નિરઆમથી અપહરણ થયું હતું. હાગારીના ત્રીજા બંધકના પરિવારના અનુરોધના કારણે તેમનું નામ બહાર પાડવામાં નથી આવ્યું. 

ગોળીબાર બાદ સૈનિકોને ત્રણેયની ઓળખ શંકાસ્પદ લાગી 
ત્રણ બંધક હમાસની કેદથી કેવી રીતે છુટ્યા હતા તે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "ત્રણેય બચીને ભાગવામાં સફળ રહ્યા અને આતંકવાદીઓએ તેમને છોડી દીધા." આઈડીએફ પ્રવક્તાએ કહ્યું કે ગોળીબારીમાં ત્રણના મોત બાદ સૈનિકોને તેમની ઓળખ વિશે શંકા ગઈ. તેમના મૃતદેહોને તરત તપાસ માટે ઈઝરાયલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા. જ્યાં તેમની ઓળખ ઈઝરાયલી નાગરિકોના રૂપમાં થઈ તેમણે હમાસના બંધક બનાવી લીધા હતા. 

ડેનિયલ હગારીએ કહ્યું, "આ અમારા બધા માટે એક દુખદ અને દર્દનાક ઘટના છે અને જે પણ કંઈ થયું તેના વિશે આઈડીએફ જવાદાર છે." તેમણે કહ્યું કે આઈડીએફ અમારા સૈનિકોથી થયેલી આ ગંભીર ભૂલના કારણોની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હગારીએ આગળ કહ્યું કે આઈડીએફે તરત ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ એક દુખદ ઘટના છે. જે એક યુદ્ધ ક્ષેત્રમાં થઈ જ્યાં સૈનિકોએ હાલના દિવસોમાં અને આજે પણ ઘણા આતંકવાદીઓનો સામનો કર્યો અને એક મોટી લડાઈ લડી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ