બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ISI hatched dangerous plan to attack Red Fort, Delhi Police charge sheet revealed

સૌથી મોટો ઘટસ્ફોટ / ISIએ લાલ કિલ્લા પર હુમલો કરવાની બનાવી હતી ખતરનાક યોજના, દિલ્હી પોલીસનીચાર્જશીટમાં થયો ખુલાસો

Pravin Joshi

Last Updated: 01:57 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISI પ્લાનનો પર્દાફાશઃ દિલ્હી પોલીસે ગયા વર્ષે જહાંગીરપુરી વિસ્તારમાંથી બે આતંકીઓની ધરપકડ કરી હતી. આ બંનેને લાલ કિલ્લા પર હુમલો કરવાનું કામ મળ્યું હતું.

  • દિલ્હી પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના મોટા ષડયંત્રનો ખુલાસો કર્યો 
  • પોલીસે જાન્યુઆરીમાં આતંકવાદીઓ નૌશાદ અને જગજીતની ધરપકડ કરી હતી
  • બંને આતંકવાદીઓને દિલ્હી કિલ્લા પર હુમલો કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો

દિલ્હી પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના મોટા ષડયંત્રનો ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસે જાન્યુઆરી 2023માં દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાંથી આતંકવાદીઓ નૌશાદ અને જગજીત સિંહની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ નૌશાદ અને જગજીતને દિલ્હીના લાલ કિલ્લા પર તૈનાત સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કરવાનું કામ મળ્યું હતું. આ મામલામાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 10 મેના રોજ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ સાથે પંજાબમાં બજરંગ દળના નેતા અને હરિદ્વારમાં સાધુઓની હત્યા કરવાની પણ યોજના બનાવવામાં આવી હતી. પંજાબમાં બજરંગ દળના નેતાની હત્યા માટે પણ બે લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા.

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ધડાધડ ગોળીઓ છૂટી, ફાયરીંગથી અફરાતફરી મચી જતાં 3  રાહદારી ઘાયલ | firing near red fort

એક હિન્દુ છોકરાની હત્યા કરવામાં આવી હતી

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે નૌશાદ અને જગજીતે પોતાના હેન્ડલરનો વિશ્વાસ જીતવા માટે હત્યા પણ કરી હતી. બંનેએ દિલ્હીથી એક હિન્દુ છોકરાનું અપહરણ કર્યું અને તેને દિલ્હીની ભાલસ્વ ડેરીમાં લઈ ગયા. બંનેએ તેનું ગળું કાપી નાખ્યું હતું અને તેનો વીડિયો હેન્ડલરને મોકલ્યો હતો, ત્યારબાદ હેન્ડલરને બંને પર વિશ્વાસ હતો. રાજાના હાથ પર ભગવાન શિવનું ટેટૂ બનાવેલું હતું.

Tag | VTV Gujarati

પાકિસ્તાની હેન્ડલરોના સંપર્કમાં હતા

ધરપકડ કરાયેલા બંને શકમંદોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ પાકિસ્તાનમાં બેઠેલા તેમના 4 હેન્ડલરના સંપર્કમાં હતા અને તેમનો હેતુ ભારતમાં આતંકી-ગેંગસ્ટર નેટવર્ક ઊભું કરવાનો હતો. બંને શકમંદોએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાનમાં નાઝીર ભટ, નાસીર ખાન, હરકત-ઉલ-અંસારના નાઝીર ખાન અને હિઝબુલ મુજાહિદ્દીનના નદીમના સંપર્કમાં હતા. આ તમામને આઈએસઆઈની સૂચના પર કામ કરવાનું કહેવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ