બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / is watching porn alone is a crime know what is the law

નિયમ / એકાંતમાં પોર્ન વીડિયો જોવો ગુનો બને કે નહીં? જાણો ભારતમાં પોર્નોગ્રાફીને લઈને શું કહે છે કાયદો

Arohi

Last Updated: 12:53 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Law For Watching Porn: ભારતમાં આમ તો પોર્ન પર પ્રતિબંધ છે પરંતુ આ મામલા પર આવેલો કેરેલા હાઈકોર્ટનો નિર્ણય ચર્ચામાં છે. હાઈકોર્ટે એક 33 વર્ષના શખ્સના વિરૂદ્ધ નોંધાયેલા અશ્લીલતાના કેસને ફગાવતા મોટી ટિપ્પણી કરી છે.

  • એકાંતમાં પોર્ન વીડિયો જોવો ગુનો છે? 
  • કેરેલા હાઈકોર્ટનો નિર્ણય ચર્ચામાં 
  • 33 વર્ષના શખ્સ સામે હતી ફરીયાદ 

ભારતમાં આમ તો પોર્ન પર પ્રતિબંધ છે પરંતુ આ મામલા પર આવેલ કેરેલા હાઈકોર્ટનો નિર્ણય ચર્ચામાં છે. હાઈકોર્ટે એક 33 વર્ષના શખ્સ વિરૂદ્ધ દાખલ અશ્લીલતાના કેસને ફગાવતા ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈ શખ્સ એકાંતમાં પોર્ન જુએ છે તો તેમાં કંઈ ખોટુ નથી. 

એકલા અશ્લીલ ફોટો કે વીડિયો જોવો કાયદા હેઠળ અપરાધ નથી. કોર્ટે કહ્યું છે કે આ કોઈ વ્યક્તિની પર્સનલ ચોઈસની વાત છે. જાહેર છે કે હાઈકોર્ટના આ નિર્ણયથી પોર્નોગ્રાફી પર અલગ ચર્ચા શરૂ થઈ ગઈ છે.  એવામાં એક વખત ફરીથી જાણવું જરૂરી છે કે દેશમાં પોર્નને લઈને કાયદા શું કહે છે. 

પોર્ન હોય છે શું? 
પોર્નોગ્રાફી એટલે અશ્લીલ સામગ્રીને જ શોર્ટમાં પોર્ન કહેવામાં આવે છે. એવા વીડિયો, મેગેઝીન, પુસ્તક કે અન્ય સામગ્રી જેમાં સેક્શુઅલ કન્ટેન્ટ હોય છે અને જેનાથી વ્યક્તિની સેક્સની ભાવના વધે છે તેને પોર્નની શ્રેણીમાં રાખવામાં આવે છે. પોર્ન વીડિયોને સામાન્ય ભાષામાં બ્લૂ ફિલ્મ પણ કહેવામાં આવે છે. ભારતમાં તેના પર પ્રતિબંધ હોવા છતાં ઈન્ટરનેટ ન્યૂટ્રિલિટીમાં પોર્ન ઈન્ડસ્ટ્રી ઝડપથી વધી રહી છે. 

ભારતમાં પોર્ન ફિલ્મ બનાવનાર મેકર્સ મોટાભાગે પોતાના કન્ટેન્ટને ઈન્ટરનેટ પર VPN એટલે કે વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્ક દ્વારા અપલોડ કરે છે. જેના કારણે તેમને ટ્રેક કરવામાં એજન્સીઓને મુશ્કેલી આવે છે. 

ભારતમાં શું છે પોર્નની સ્થિતિ? 
ભારતમાં વર્ષ 2018માં કેન્દ્ર સરકારના આદેશ બાદ 827 પોર્ન વેબસાઈટ્સને બેન કરવામાં આવી છે. તેના માટે હવે તમે ગમે તેટલું ગુગલ કરી લો પરંતુ જુની પોર્ન સાઈટ પર ફિલ્મ નહીં જોઈ શકો. જોકે જુગાડથી લોકો તેને હજુ પણ ખુબ જુએ છે. ભારતમાં હાલ કેટલા લોકો પોર્ન જુએ છે તેનો સાચો અને તાજા ડેટા હાલ ઉપલબ્ધ નથી પરંતુ પહેલા જે આંકડા સામે આવ્યા હતા તેમાં ટ્રેન્ડનો અંદાજો લગાવી શકાય છે. 

દુનિયાની સૌથી મોટી પોર્ન વેબસાઈટ પોર્નહબે વર્ષ 2015માં પ્રકાશિત પોતાના રિપોર્ટમાં અમુક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ રીતે ગુગલે પણ વર્ષ 2017માં પોતાના સર્ચ એન્જિન પર ટ્રેન્ડનો રિપોર્ટ જાહેર કર્યો હતો. જેના અનુસાર.... 

  • વર્ષ 2014 પોર્ન જોનારની લિસ્ટમાં ભારત પાંચમાં નંબર પર હતું. 
  • વર્ષ 2017માં પોર્ન બેન કર્યા છતાં ભારત ત્રીજા નંબર પર હતું. 
  • ભારતના 6 શહેર સૌથી વધારે પોર્ન સર્ચ કરે છેઃ ગુગલ
  • દિલ્હી, પુણે, મુંબઈ, હાવડા, ઉન્નાવ અને બેંગ્લોર લિસ્ટમાં 
  • ભારતમાં પોર્ન જોનાર લોકોમાં લગભગ 30 ટકા મહિલાઓ
  • ભારતીય સરેરાશ સાડા નવ મિનિટ સુધી પોર્ન જુએ છે
  • સની લિયોની સૌથી વધારે સર્ચ કરવામાં આવતી પોર્ન સ્ટાર 

આ આંકડા જણાવે છે કે પોર્ન જોનાર લોકોની સંખ્યા ખૂબ વધારે છે. એવામાં આ જાણવું ખૂબ જ જરૂરી છે કે આપણા દેશમાં પોર્નોગ્રાફીને લઈને દેશમાં કાયદો શું છે? પોર્નને રોકવા માટે ભારતમાં એન્ટી પોર્નોગ્રાફી લો લાગુ કરવામાં આવ્યો છે. પોર્ન સાથે જોડાયેલા આઈટી કાયદા 2008ની કલમ 67(એ) અને IPC કલમ 292,293,294,500,506 અને 509 હેઠળ સજાની જોગવાઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ