બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Is there pain in the lower part of the abdomen after delivery Start this medicine immediately on doctor's advice

હેલ્થ ટિપ્સ / શું ડિલીવરી બાદ પેટના નીચેના ભાગમાં થઇ રહ્યો છે દુ:ખાવો? તો સાવધાન! તુરંત ડૉક્ટરની સલાહ પર શરૂ કરો આ દવા

Megha

Last Updated: 04:20 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેગ્નેન્સીમાં મહિલાઓને ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે અને કેટલીક સ્ત્રીઓ ડિલિવરી પછી પેટના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરે છે પણ તેની પાછળનું કારણ શું છે? જાણો

  • પ્રેગ્નેન્સીમાં મહિલાઓને ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડે
  • ઘણી સ્ત્રીઓ ડિલિવરી પછી પેટના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરે 
  • પેટના નીચલા હિસ્સામાં દુખાવો થવાના કારણો શું છે?
  • પ્રેગ્નેન્સી બાદ પેટના નીચલા હિસ્સામાં દુખાવો થાય ત્યારે શું કરવું? 

પ્રેગ્નેન્સીમાં મહિલાઓને ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. આ સમય દરમિયા  મહિલાઓને પેટમાં દુખાવો, પગમાં સોજો, ઉબકા, ઉલટી, કબજિયાત અને ડાયાબિટીસ વગેરેની સમસ્યા થઈ શકે છે. આ સિવાય નવ મહિના સુધી ગર્ભના કદને કારણે મહિલાઓને પેટમાં અસ્વસ્થતા અનુભવાય છે. સાથે જ બાળકની ડિલિવરી અંગેની ચિંતા પણ મહિલાઓની માનસિક સ્થિતિ પર દબાણ લાવે છે. આ બાદ ઘણી વખત એવું બને કે કેટલીક સ્ત્રીઓને ડિલિવરી પછી પણ પેટમાં દુખાવો ચાલુ રહે છે. કેટલીક સ્ત્રીઓ ડિલિવરી પછી પેટના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરે છે પણ તેની પાછળનું કારણ શું છે? જાણો 

ડિલિવરી પછી પેટના નીચલા હિસ્સામાં દુખાવો થવાના કારણો
ગર્ભાશયનું સામાન્ય સ્થિતિમાં પાછું ફરવું

ડિલિવરી પછીના પ્રથમ છ અઠવાડિયામાં પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. દવામાં તેને આફ્ટરપેન્સ કહેવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓને પીરિયડ્સ ફરી શરૂ થવાના થોડા દિવસો પહેલા આ દુખાવો થઈ શકે છે. ડિલિવરી પછી સ્ત્રીઓના પેટના કોષો અને ગર્ભાશય ફરીથી સામાન્ય સ્થિતિમાં સંકોચાઈ રહ્યા છે તો પણ સ્ત્રીઓને પેટના નીચેના ભાગમાં દુખાવો થઈ શકે છે.

કબજિયાતની સમસ્યા ઉદ્ભવી 
ગર્ભાશયના સામાન્ય પરત આવવાના કારણ સિવાય, સ્ત્રીઓને કબજિયાતને કારણે પેટના નીચેના ભાગમાં દુખાવો થવાની સમસ્યા પણ થઈ શકે છે. ડિલિવરી પછી મહિલાઓના પાચનતંત્ર પર અસર જોવા મળે છે. જેના કારણે ખોરાક પચવામાં વધુ સમય લાગે છે અને વ્યક્તિને કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

દવાઓની અસર
ડિલિવરી પછી એનેસ્થેટિક અને પીડા રાહત દવાઓના ઉપયોગથી પણ પેટના નીચેના ભાગમાં દુખાવો થઈ શકે છે. ડિલિવરી પછી, હોર્મોન્સ, પાઈલ્સ અને યોનિ પર ઓછું દબાણ આવે છે. જેના કારણે પેટના નીચેના ભાગમાં દુખાવો અનુભવાય છે.

સિઝેરિયનની હીલિંગ 
સિઝેરિયન ડિલિવરી પછી મહિલાઓને પેટના નીચેના ભાગમાં દુખાવો થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સમયે સી-સેક્શન પછી પેટમાં હીલિંગ પ્રક્રિયા દરમિયાન સ્ત્રીઓને ટાંકાવાળી જગ્યાએ થોડો દુખાવો થઈ શકે છે. 

પ્રેગ્નેન્સી બાદ પેટના નીચલા હિસ્સામાં દુખાવો થાય ત્યારે શું કરવું? 
- ડિલિવરી પછી ગર્ભાશય તેની સામાન્ય સ્થિતિમાં પાછું આવવું તે એક સામાન્ય પ્રક્રિયા છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની દવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમને દુખાવાના કારણે તકલીફ થઈ રહી હોય, તો તમે તમારા પેટને ગરમ બોટલ વડે કોમ્પ્રેસ કરી શકો છો. 

- ડિલિવરી પછી કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે તમારા આહારમાં ફાઈબરયુક્ત આહારનો સમાવેશ કરો. તેના ફળો, શાકભાજી. બદામ, અને કઠોળનું સેવન કરો. તેમજ પૂરતી ઊંઘ લો.

- આ સમયે મહિલાઓ માટે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. આના કારણે, હોર્મોન્સ ઝડપથી સામાન્ય થઈ જાય છે. ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે.

- ડિલિવરી પછી હળવી કસરત અને યોગને મહિલાઓની જીવનશૈલીનો એક ભાગ બનાવવો જોઈએ. આનાથી શરીરમાં લવચીકતા વધે છે અને પેટનો દુખાવો ઓછો થઈ શકે છે.

- ડિલિવરી પછી, જો મહિલાઓને પેટમાં તીવ્ર દુખાવો થાય છે, તો આ લક્ષણને અવગણશો નહીં અને તેમને તાત્કાલિક નજીકના ડૉક્ટર પાસે લઈ જાઓ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ