બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Is the number of Lok Sabha and Rajya Sabha MPs to increase There will be more seats in the new parliament

New Parliament Building / શું લોકસભા અને રાજ્યસભાના સાંસદોની સંખ્યા વધવાની છે? નવા સંસદ ભવનમાં હશે વધુ સીટો

Megha

Last Updated: 04:53 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

28 મેથી સંસદની નવી ઈમારતમાંથી દેશ ચલાવવામાં આવશે. નવી ઇમારત જૂના સંસદ ભવન કરતાં ઘણી સારી છે અને બિલ્ડિંગમાં સાંસદોને બેસવા માટે ખુરશીઓની સંખ્યા પહેલા કરતા વધુ છે.

  • સંસદની નવી ઇમારત જૂના સંસદ ભવન કરતાં ઘણી અલગ અને સારી છે
  • નવી સંસદમાં ઉપલા ગૃહ અને નીચલા ગૃહમાં બેસવા માટે બેઠકો વધારવામાં આવી
  • લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા

દિલ્હીના મધ્યમાં બનેલી સંસદ દેશની સૌથી મોટી લોકતાંત્રિક સંસ્થા છે. આ ઈમારત લગભગ 96 વર્ષ પહેલા એટલે કે 1927માં બની હતી અને પછી અંગ્રેજોએ તેને 'કાઉન્સિલ હાઉસ' તરીકે બનાવ્યું હતું. આઝાદી પછી સરકારે તેને સંસદ હાઉસ બનાવી દીધું અને છેલ્લા 72 વર્ષથી આ ઈમારતમાંથી દેશ ચલાવવામાં આવતી હતી પણ હવે 28 મેથી સંસદની નવી ઈમારતમાંથી દેશ ચલાવવામાં આવશે. સંસદની આ નવી ઇમારત જૂના સંસદ ભવન કરતાં ઘણી અલગ અને સારી છે. સૌથી મોટી વાત એ છે કે આ બિલ્ડિંગમાં સાંસદોને બેસવા માટે ખુરશીઓની સંખ્યા પહેલા કરતા વધુ છે. 

આવી સ્થિતિમાં ચર્ચા શરૂ થઈ છે કે શું લોકસભા અને રાજ્યસભાના સાંસદોની સંખ્યા વધવાની છે? ચાલો જાણીએ નવી સંસદમાં સીટોની સંખ્યા વધારવાના નિયમો શું છે? આ પરિવર્તન માટે બંધારણમાં શું કહેવામાં આવ્યું છે. સાથે જ નવી સંસદમાં ઉપલા ગૃહ અને નીચલા ગૃહમાં બેસવા માટે કેટલી બેઠકો વધારવામાં આવી છે.

લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા
શરૂઆતથી શરૂઆત કરી તો 1951માં જ્યારે દેશમાં પહેલીવાર સંસદીય ચૂંટણી યોજાઈ ત્યારે લોકસભામાં 489 બેઠકો હતી પણ વધતી વસ્તી અને કામના બોજને કારણે સભ્યોની સંખ્યા વધીને 543 થઈ ગઈ છે. તેની સામે રાજ્યસભામાં 245 બેઠકો છે.  હવે જો આપણે નવા સંસદ ભવન વિશે વાત કરીએ તો લોકસભાના 888 સભ્યો અને રાજ્યસભાના 384 સભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સંયુક્ત સત્ર માટે 1272 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

વસ્તી ગણતરીના આધારે સંખ્યામાં કરશે વધારો 
હવે એક વાત અંહિયા એ પણ નોંધનીય છે કે સાંસદોની સંખ્યા વધારવાની ચર્ચા અચાનક શરૂ થઈ નથી. તેની પાછળનું કારણ 2001માં અટલ બિહારી વાજપેયીની સરકારનો નિર્ણય છે. 1971ની વસ્તી ગણતરીના આધારે લોકસભામાં અલગ-અલગ રાજ્યોને ફાળવવામાં આવેલી કુલ બેઠકોની સંખ્યા 2026 પછી સીમાંકન કરવામાં આવશે ત્યાં સુધી યથાવત રહેશે. નવી વસ્તી ગણતરીના પરિણામો 2021માં આવવાના હતા પણ સરકારે હજુ સુધી વસ્તી ગણતરી શરૂ કરી નથી. આવી સ્થિતિમાં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર 2031 અથવા તેના પછી સીમાંકન કરી શકે છે.

પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું હતું- 1000 સીટો હોવી જોઈએ 
1973માં જ્યારે લોકસભાનું સીમાંકન થયું ત્યારે દેશની વસ્તી 54.80 કરોડ હતી, એટલે કે ત્યારે લગભગ 10 લાખ લોકો માટે એક સાંસદ જવાબદાર હતો. હવે ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. વસ્તી વધીને લગભગ 143 કરોડ થઈ ગઈ છે, એટલે કે 50 વર્ષમાં વસ્તી અઢી ગણી વધી ગઈ છે. આવી સ્થિતિમાં હવે એક સાંસદે લગભગ 25 લાખની વસ્તીને સંભાળવી પડે છે. તેથી દેશને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે સાંસદોની સંખ્યા વધારવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 2019માં લોકસભામાં 1000 સીટોની માંગણી કરી હતી. 

શું બંધારણીય સુધારાની જરૂર પડશે?
આપણા બંધારણમાં અનુચ્છેદ-81 છે જેમાં લખવામાં આવ્યું છે કે ગૃહમાં 550 થી વધુ ચૂંટાયેલા સભ્યો ન હોવા જોઈએ. જેમાંથી 530 થી વધુ રાજ્યોના પ્રાદેશિક મતવિસ્તારમાંથી અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરવા માટે 20 થી વધુ નહીં. આ સિવાય કલમ-331 મુજબ રાષ્ટ્રપતિ બે સભ્યોને નોમિનેટ કરી શકે છે. આમ લોકસભાના સભ્યોની મહત્તમ સંખ્યા 552 નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું સાંસદોની સંખ્યા વધારવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ