is rjd trying to revert the game after bihar election result 2020
રાજકારણ /
એક તરફ નીતિશના રાજતિલકની તૈયારી બીજી તરફ RJDની બેઠક, શું તેજસ્વી યાદવ બાજી પલટાવવાની બનાવી રહ્યા છે રણનીતિ?
Team VTV11:59 AM, 12 Nov 20
| Updated: 12:14 PM, 12 Nov 20
બિહારમાં ચૂંટણી ખતમ થતાની સાથે જે પાર્ટએ પોતાના ધારાસભ્ય દળની બેઠક બોલાવી તે આરજેડી હતી. ચર્ચા એ પણ છે કે એક તરફ નીતિશના રાજતિલકની તૈયારીઓ ચાલી રહી છે જ્યારે બીજી તરફ આરજેડીમાં પોતાના ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે. કેમ કે તેજસ્વી પોતાના ધારાસભ્યોની સાથે બેઠક ગેમ પલટાવવાની રણનીતિની તૈયારીઓમાં લાગ્યા છે.
તેજસ્વીને અન્ય નેતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરવાના નિર્દેશ આપ્યા
આ પાર્ટી માટે જનસમર્થન બતાવવાની આ સુવર્ણ તક
બેઠકમાં ચૂંટણીના પરિણામો અને આગળ શું થઈ શકે તેના પર ચર્ચા થશે
એક તરફ તેજસ્વી પોતાના ધારાસભ્યોની સાથે બેઠક ગેમ પલટાવવાની રણનીતિની તૈયારીઓમાં લાગ્યા છે. બીજી તરફ સુપ્રીમો અને બહુ ચર્ચિત ચારા કૌભાંડ મામલામાં સાજા પામેલા લાલૂ પ્રસાદે રાંચીમાં રિમ્સ નિર્દેશકના કેલી બંગલેથી પોતાના સેવાદારોના માધ્યમથી બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડીની કમાન સંભાળનારા તેજસ્વી પ્રસાદને એમ કહીને સાંત્વના આપી છે કે તમામ વિપરીત પરિસ્થિતિમાં ચૂંટણીમાં પાર્ટી પ્રદર્શન સંતોષજનક રહ્યું છે. લાલૂએ કહ્યું કે અન્ય દળોનું મહત્વ પણ વધ્યું છે. આવી સ્થિતિમાં ગઠબંધનની રાજનીતિમાં એનડીએમાં સમાવિષ ભાજપ અને જેડીયૂ ઉપરાંત 2 અન્ય દળોનું મહત્વ વધ્યું છે. આવી સ્થિતિમાં ગઠબંધનની રાજનીતિમાં સંભાવનાઓ સતત વધતી રહે છે.
તેજસ્વી , રાબડી, તેજપ્રતાપ યાદવ અને મનોજ ઝા ઉપરાંત અને નેતા આરજેડી ધારાસભ્ય દળની બેઠમાં ભાગ લેવા 10 સર્કુલ રોડ પર પહોંચ્યા છે. તેમજ અનેક આરજેડી નેતા રાબડી આવાસ પહોંચ્યા છે. આરજેડીના મહાસચિવ આલોક મહેતાએ આ દરમિયાન કહ્યું કે આરજેડીના ધારાસભ્યો ઉપરાંત મહાગઠબંધનના ધારાસભ્યો પણ બેઠકમાં રહેશે. આ બેઠકમાં ચૂંટણીના પરિણામો અને આગળ શું થઈ શકે તેના પર ચર્ચા થશે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં 75 સીટો સાથે આરજેડી મોટી પાર્ટી બની છે. આ પાર્ટી માટે જનસમર્થન બતાવવાની આ સુવર્ણ તક છે. જીતથી થોડી જ દુર રહેલી આરજેડીના પરિણામથી હકિકતમાં પાર્ટી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ ઘણા નિરાશ છે. ત્યારે લાલૂ યાદવ બિહાર ચૂંટણી પરિણામ બાદ હાલની રાજનીતિક પરિસ્થિતિઓ અને ગઠબંધનોની રણનીતિઓની સંભાવનાને તપાસી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુંસાર દીકરા તેજસ્વીને અન્ય નેતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરવાના નિર્દેશ આપ્યા છે.