બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / is it right or wrong to take caffeine during pregnancy know how much quantity of caffeine you can take

લાઈફસ્ટાઈલ / ચા-કોફી અને કોલ્ડ ડ્રિંક્સમાં હોય છે કેફીન, તો શું પ્રેગ્નન્સીમાં તેનું સેવન કરવું જોઈએ કે નહીં?

Manisha Jogi

Last Updated: 08:46 AM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેગ્નન્સી દરમિયાન કેફીન લેવું જોઈએ કે નહીં તે અંગે અલગ અલગ માન્યતાઓ પ્રવર્તી રહી છે. કોફી, કેટલીક ચા અને ઠંડા પીણામાં કેફીન હોય છે.

  • ગર્ભાવસ્થામાં કેફીન લેવું જોઈએ કે નહીં?
  • મહિલાઓ માટે ગર્ભાવસ્થા ખૂબ જ સંવેદનશીલ સમય
  • વધુ માત્રામાં કેફીન પીવાથી બાળકના ધબકારા વધી શકે છે

મહિલાઓ માટે ગર્ભાવસ્થા ખૂબ જ સંવેદનશીલ સમય હોય છે. આ દરમિયાન મહિલાઓએ ભોજન અને જીવનશૈલી બાબતે ખૂબ કાળજી રાખવી પડે છે. પ્રેગ્નન્સી દરમિયાન કેફીન લેવું જોઈએ કે નહીં તે અંગે અલગ અલગ માન્યતાઓ પ્રવર્તી રહી છે. કોફી, કેટલીક ચા અને ઠંડા પીણામાં કેફીન હોય છે. અનેક રિસર્ચ અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન કેફીનનું વધુ પડતું સેવન કરવાથી બાળકને નુકસાન થઈ શકે શકે છે. કેટલાક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, દરરોજ 200 મિલિગ્રામ સુધીની કોફીનું સેવન કરી શકાય છે. પ્રેગ્નન્સી દરમિયાન કોફીનું સેવન કરવું જોઈએ કે નહીં તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

પ્રેગ્નન્સી દરમિયાન મર્યાદિત માત્રામાં કેફીનનું સેવન કરવાથી ઊર્જા મળે છે અને થાક લાગતો નથી. કેફીનનું વધુ માત્રામાં સેવન ના કરવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતું કેફીન પીવાથી બાળકના ધબકારા વધી શકે છે. ઉપરાંત બાળકના વિકાસમાં પણ અવરોધ ઊભો થાય છે. પ્રેગ્નન્સીમાં કેફીનનું વધુ સેવન કરવાથી મિસકરેજનું જોખમ વધી જાય છે. આ કારણોસર ગર્ભાવસ્થા દરમિયાન કેફીનનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ. 

કોફી
કોફીમાં સૌથી વધુ માત્રામાં કેફીન હોય છે. એક કપ કોફીમાં લગભગ 80-100 મિલિગ્રામ કેફીન હોય છે. આ કારણોસર ગર્ભાવસ્થા દરમિયાન માત્ર એક કે બે કપ કોફીનું સેવન કરવું તે જોઈએ. વધુ માત્રામાં કોફીનું સેવન કરવું તે જોખમી સાબિત થઈ શકે છે.

ચા
ચા, ગ્રીન ટી, બ્લેક ટીમાં પણ કેફીન હોય છે, પરંતુ કોફીની સરખામણીએ કેફીન ઓછું હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન વ્યક્તિએ ચાનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ.

એનર્જી ડ્રિંકસ
રેડ બુલ, માઉન્ટેન ડ્યૂ જેવી એનર્જી ડ્રિંક્સમાં પણ કેફીન હોય છે. આ ડ્રિંક્સ સ્ટેમિના અને એનર્જી પૂરી પાડવાનો દાવો કરે છે. આ કારણોસર ગર્ભાવસ્થા દરમિયાન એનર્જી ડ્રિંક્સનું સેવન ના કરવું જોઈએ. 

કોલ્ડ ડ્રિંક્સ
કોલ્ડ કોફી, આઈસ્ડ ટીમાં પણ કેફીન હોય છે. આ કારણોસર ગર્ભાવસ્થા દરમિયાન કોલ્ડ ડ્રિંક્સનું સેવન ના કરવું જોઈએ. નહીંતર તે માતા અને બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ