બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Irrfan Khan s son s film entry musical movie qala teaser released

Teaser Out / ઈરફાન ખાનનાં દિકરાની ફિલ્મોમાં એન્ટ્રી, મ્યૂઝિકલ મૂવી 'કાલા' નું ટીઝર થયું રિલીઝ

Arohi

Last Updated: 12:49 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવંગત અભિનેતા ઈરફાન ખાનના દિકરા બાબિલ ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. તેની ઓટીટી પર રિલીઝ થવા જઈ રહેલી મ્યુઝિકલ ફિલ્મ 'કાલા'નું ટીઝર રિલીઝ થયું છે.

  • ઈરપાનના દિકરા બાબિલની ફિલ્મોમાં એન્ટ્રી 
  • રિલીઝ થયું ફિલ્મ કાલાનું ટીઝર 
  • મ્યૂઝિકલ મૂવી છે ફિલ્મ કાલા 

દિવંગત અભિનેતા ઈરફાન ખાનના દિકરા બાબિલની ફિલ્મ જલ્દી જ ઓટીટી પર આવવાની છે. 29 ઓગસ્ટે ફિલ્મનું ટીઝર રિલીધ કરવામાં આવ્યું જે મ્યુઝિક બેસ્ડ છે. 1 મિનિટ 6 સેકેન્ડના આ ટીઝરમાં એક યુવતી ગીત ગાતા જોવા મળી રહી છે. 

કાલાના ટીઝરમાં કોઈ ગીતની શૂટિંગ જોવા મળી રહી છે. જોકે આ ટીઝરમાં બાબિલની ઝલક પણ જોવા મળી છે. ટીઝરને જોઈને અંદાજો લગાવવામાં આવી શકે છે કે કાલા એક ડાર્ક ફિલ્મ હશે. 

મુખ્ય ભુમિકામાં જોવા મળશે આ એક્ટર્સ
બાબિલ ઉપરાંત ફિલ્મમાં બુલબુલ ફેમ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી, સ્વાસ્તિકા મુખર્જી, આશીષ સિંહ, નીર રાવ અને રાજ શર્મા મુખ્ય ભુમિકામાં જોવા મળશે. જોરે ફિલ્મની રિલીઝ ડેટ સામે નથી આવી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Babil (@babil.i.k)

બાબિલે શેર કરી પોસ્ટ
સોશિયલ મીડિયા પર બાબિલે વીડિયો શેર કરતા લખ્યું- "એક એક્ટરના રૂપમાં મારી સંપૂર્ણ યાત્રા સારી અથવા બદતર કરવા માટે તમારી આંખોની સામે ખુલી જશે. હું ધન્યવાદ આપુ છું કે મને ફિલ્મ ડાયરેક્ટર અન્વિતાની સાથે કરિયરની શરૂઆત કરવાનો મોકો મળ્યો."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ