બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024: This player from India will become the captain of GT! Gujarat Titans gave a hint on social media

ક્રિકેટ / IPL 2024: ભારતનો જ આ ખેલાડી બનશે GTનો કેપ્ટન! ગુજરાત ટાઈટન્સે સોશ્યલ મીડિયામાં આપી દીધા સંકેત

Megha

Last Updated: 06:13 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે બધાના મનમાં એ જ પ્રશ્ન છે કે હાર્દિકની વિદાય બાદ કોને ગુજરાતનો કેપ્ટન બનાવવામાં આવશે? એવામાં હવે ગુજરાત ટાઇટન્સે પોતે આ અંગે સંકેત આપ્યા છે.

  • હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ શકે
  • હાર્દિકની વિદાય બાદ કોને ગુજરાતનો કેપ્ટન બનાવવામાં આવશે?
  • ગુજરાતની ટીમમાં શુભમન ગીલે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે

હાર્દિક પંડ્યા IPL 2024 માટે સમાચારમાં છે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ શકે છે. હાર્દિક ગુજરાતનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. હાર્દિકે ટીમને IPLમાં એક વખત વિજય અપાવ્યો હતો અને બીજી વખત ફાઇનલમાં પહોચાડી હતી. આવા સંજોગોમાં હાર્દિકની વિદાયથી ગુજરાતની ટીમને આંચકો લાગી શકે છે.

હવે બધાના મનમાં એ જ પ્રશ્ન છે કે હાર્દિકની વિદાય બાદ કોને ગુજરાતનો કેપ્ટન બનાવવામાં આવશે? એવામાં હવે ગુજરાત ટાઇટન્સે પોતે આ અંગે સંકેત આપ્યા છે. જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા બાદ શુભમન ગિલને આગામી કેપ્ટન બનાવવાની પુરેપુરી સંભાવના છે. ગુજરાતની ટીમમાં શુભમન ગીલે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. ગત સિઝનમાં ગિલે પોતાના બેટથી ઘણા રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપમાં ગિલ પણ ભારતીય ટીમનો ભાગ હતો. 

આવી સ્થિતિમાં પહેલાથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે પંડ્યાના ગયા બાદ સુકાનીપદ શુભમન ગિલને સોંપવામાં આવશે. હવે ગુજરાત ટાઇટન્સે પણ સંકેત આપ્યા છે કે આગામી કેપ્ટન શુભમન ગિલ હશે.  

ગુજરાત ટાઇટન્સે કેવી રીતે આપ્યો સંકેત?
ગુજરાત ટાઇટન્સે તેના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં શુભમન ગિલનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ ફોટોમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે 'જો ટીમ સારું પ્રદર્શન કરી રહી છે અને તમે સારું નથી કરી રહ્યા તો પણ તમે આ ટીમને આગળ લઈ જઈ શકો છો અને તમે આગળ વધી શકો છો.' આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે હાર્દિક પંડ્યા ગુજરાતમાંથી મુંબઈમાં જોડાવાના સમાચાર હેડલાઈન્સમાં છે.

આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં ચાહકોએ લખ્યું છે કે તેઓ સમજી ગયા છે કે આગામી કેપ્ટન શુભમન ગિલ હશે. ચાહકો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી રહ્યા છે કે શુભમન ગિલને ગુજરાતનો આગામી કેપ્ટન બનવા બદલ અભિનંદન. આના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત ટાઇટન્સની પોસ્ટ એ સંકેત આપી રહી છે કે ગિલ આગામી કેપ્ટન બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ