બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 These 3 captains will be tested know how their records

IPL 2024 / આ 3 કેપ્ટનોની IPL 2024માં થશે અગ્નિ પરીક્ષા, જાણો અગાઉ તેમના નામે કેવો રહી ચૂક્યો છે રેકોર્ડ?

Megha

Last Updated: 10:49 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 શરૂ થયા પહેલા ઘણા ફેરફારો જોવા મળ્યા છે, જાણીતું છે કે IPLમાં કુલ 10 ટીમો રમે છે અને આ વખતે ખાસ કરીને આ ત્રણ ટીમના કેપ્ટનો પર બધાની નજર રહેવાની છે.

ક્રિકેટનો તહેવાર કહેવાતા IPL 2024 શરૂ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. આ સિઝનની પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાશે. જાણીતું છે કે IPLમાં કુલ 10 ટીમો રમે છે, એવામાં આ વખતે આ ત્રણ ટીમના કેપ્ટન પર લગભગ દરેક લોકોની નજર રહેશે. 

IPL 2024 Win or lose teams earn crores players don't spend a penny

એ વાત તો જાણીતી જ છે કે આ વખતે આઈપીએલ શરૂ થયા પહેલા ઘણા ફેરફારો જોવા મળ્યા છે જેમાં ખાસ કરીને હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા હતા. આ વખતે હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ પ્રથમ વખત મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માં રમશે. તો તેની સામે ગુજરાત ટાઈટન્સની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. 

જો જોવામાં આવે તો આઈપીએલની આગામી સિઝનમાં ત્રણ કેપ્ટનો એટલે કે દિલ્હી કેપિટલ્સના રિષભ પંત, કોલકાતા નાઈટ રાઈડર્સના શ્રેયસ અય્યર અને ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ પર બધાની નજર રહેવાની છે. 

IPLમાં દર વર્ષે BCCIને 500 કરોડ આપશે TATA, જાણો સામે કયો ફાયદો મળશે | Tata  again becomes the title sponsor of IPL will give 500 crores to BCCI for one  season

જાણીતું છે કે શુભમન ગિલ IPLમાં પહેલીવાર કોઈ ટીમની કેપ્ટનશિપ કરશે. તેને આજ સુધી IPLમાં ક્યારેય કેપ્ટન કે ઉપ-કેપ્ટન તરીકેનો ચાર્જ સંભાળ્યો નથી. જો કે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી ઘણી વખત ગિલે કેપ્ટનશિપ કરી છે. 

દિલ્હીના કેપ્ટન પંત આઈપીએલમાં રમવા તૈયાર છે. NCAએ તેને ફિટ જાહેર કર્યો છે. આ વખતે પંત બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે, પરંતુ જોવાનું એ છે કે તે IPL 2024માં વિકેટ કીપિંગ કરતો જોવા મળશે કે પછી માત્ર બેટિંગ કરશે.

વધુ વાંચો: રિષભ પંતની બેટિંગ પર સુનીલ ગાવસ્કર ચિંતાતુર, કહ્યું 'બની શકે હવે એવી બેટિંગ જોવા ન મળે'

કહેવામાં આવી રહ્યું છે કે મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર IPLની શરૂઆતની મેચોમાંથી બહાર રહી શકે છે.  જો આવું થયું તો નીતિશ રાણા કોલકાતા નાઈટ રાઈડર્સમાં કેપ્ટનશિપ પદ સંભાળી શકે છે. જાણીતું છે કે શ્રેયસ પીઠની ઈજાને કારણે ગયા વર્ષે આખા આઈપીએલમાંથી બહાર થઈ ગયો હતો, હવે આ વખતે આઈપીએલ રમે છે કે નહીં તે જોવાનું રહ્યું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ