બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 rohit sharma auction latest update will hitman leave mumbai indians

IPL 2024 / શું રોહિત શર્મા છોડી દેશે મુંબઈ ઈન્ડિયન્સ? IPLમાં થઇ શકે છે મોટો ફેરફાર, ફ્રેન્ચાઇઝીએ આપ્યો જવાબ

Arohi

Last Updated: 02:16 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Auction: આઈપીએલનું ઓક્શન થઈ ચુક્યું છે. પરંતુ હવે સવાલ મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના ફ્યુચરને લઈને છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે ટ્રેડ દ્વારા તે ટીમથી અલગ થઈ શકે છે. આ સંપૂર્ણ મામલા પર ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનું રિએક્શન સામે આવ્યું છે.

  • રોહિત શર્મા છોડી દેશે મુંબઈ ઈન્ડિયન્સ? 
  • ટ્રેડ દ્વારા થઈ શકે છે મોટાફેરફાર 
  • જાણો ફ્રેન્ચાઈઝીએ શું આપ્યો જવાબ

IPL 2024નું મિની ઓક્શન 19 ડિસેમ્બરે સમાપ્ત થયું. બધી આઈપીએલ ટીમોના માલિકોએ ખૂબ જ પાણીની જેમ પૈસા વહાવ્યા. ઓક્શનના બાદ સવાલ ઉઠે છે કે શું ટ્રેડ વિંડો ખુલ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આ ટીમથી અલગ થઈ શકે છે. હવે આજ મામલા પર એક મોટી અપડેટ સામે આવી છે. 

મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે રોહિત શર્મા, સૂર્ય કુમાર યાદવ અને જસપ્રીત બુમકાહને લઈને અફવા વાળી રિપોર્ટ મીડિયામાં ચાલી રહી છે. તે ક્યાંય નથી જઈ રહ્યા અને આ બધા ખેલાડીઓને મુંબઈની ટીમ પોતાની સાથે જ રાખશે. 

આ અધિકારીએ એમ પણ જણાવ્યું કે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય કરવા પહેલા બધા ખેલાડીઓની સહમતિ લેવામાં આવી હતી. તેમાં રોહિત શર્મા ખુદ શામેલ હતા. માટે બાકીની બધી વસ્તુઓ પાયાવિહોણી છે. દરેક ખેલાડીએ આ નિર્ણય પર સહમતિ બતાવી છે. 

પંડ્યાના કેપ્ટન બનતા જ ઉઠ્યા હતા રોહિતના ફ્યુચર પર સવાલ 
મુંબઈ ઈન્ડિયન્સના ગુજરાત ટાઈટન્સની ટીમે હાર્દિક પંડ્યાને ટ્રેડ કર્યું. હવે તે મુંબઈની કેપ્ટન્સી કરશે. પંડ્યા જેવા ટ્રેડ થયા ત્યાર બાદથી મીડિયામાં એવા ઘણા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે તે મુંબઈના કેપ્ટન બની શકે છે. 

રોહિતને જ્યારે કેપ્ટન્સીમાંથી હટાવવામાં આવ્યા તો તેની જાહેરાત પણ મુંબઈ ઈન્ડિયન્સે કરી. રોહિતને આમ કરવાનો મોકો નથી આપવામાં આવ્યો. ત્યાર બાદ તો ઘણા ફેંસ ભડક્યા છે. 

2013થી મુંબઈની કેપ્ટન્સી કરતા રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું છે. જે રીતે રોહિત પાસેથી કેપ્ટન્સી લેવામાં આવી છે તેના બાદથી જ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ વાત સામે આવી રહી છે કે રોહિત શર્માને દિલ્હી કેપિટલ્સની ટીમ ટ્રેડ કરવા માંગે છે. આ બધા મુદ્દા પર હવે ફ્રેંચાઈઝીના આ અધિકારીએ પૂર્ણ વિરામ લગાવી દીધુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ