બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 hardik pandya talked gujarat titans join mumbai indians coach ashish nehra

IPL 2024 / હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સ છોડતાં પહેલા શું કહ્યું હતું? આશિષ નેહરાએ પડદાં પાછળની કહાણીનો કર્યો ખુલાસો

Arohi

Last Updated: 12:06 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Hardik Pandya Talked Gujarat Titans: હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને છોડવાની જાણકારી જ્યારે પહેલી વખત ગુજરાત ટીમ મેનેજમેન્ટને આપી ત્યારે શું થયું હતું? કેવી રીતે Ashish Nehra અને મેનેજમેન્ટના અન્ય લોકોએ તેના પર રિએક્ટ કર્યું હતું?

  • GTને છોડવાની વાત કઈ રીતે થઈ? 
  • નહેરાએ જણાવી પાછળની સ્ટોરી 
  • ટીમ મેનેજમેન્ટે આ રીતે કર્યું હતું રિએક્ટ 

હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન બની ગયા છે. આતો તમને ખબર જ હશે. આ વાતનું એલાન થયે અઠવાડિયા કરતા વધારે સમય પસાર થઈ ચુક્યો છે. પરંતુ તેની ચર્ચા હજુ પણ ક્રિકેટની ગલિઓમાં ચાલી રહી છે. તે એટલા માટે કારણ કે  હાર્દિકે MIમાં જે ખેલાડીની જગ્યા લીધી છે. તે IPL ઈતિહાસના સૌથી સારા કેપ્ટનમાંથી એક છે. 

પરંતુ આજે હાર્દિક પંડ્યાના ગુજરાત છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જવાની વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ગુજરાત ટાઈટન્સના કોચ આશીષ નહેરાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમમે જણાવ્યું છે કે હાર્દિકના ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જવાના નિર્ણય પહેલા GTમાં શું થયું હતુ? પડદાના પાછળની સ્ટોરી સામે આવી છે. 

આશીષ નહેરાએ જણાવી પડદા પાછળની વાત 
આશીષ નહેરાએ કહ્યું, "હાર્દિક પંડ્યા એવી ટીમમાં પરત નથી ગયા જેનું નામ સાંભળીને કે તેમનો આ નિર્ણય પર આશ્ચર્ય થાય. તે ઘણા વર્ષો સુધી તે ટીમ માટે રમ્યા છે. તેમણે ત્યાં પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. GTમાં અમારા મેનેજમેન્ટનું વિચારવું છે કે જો કોઈ ખેલાડી ક્યાંક બીજે જવા માંગે છે તો ઠીક છે. તે ખેલાડીને અંતતઃ ખુશ રહેવું જોઈએ. કારણ કે તે તેના કારણે જ બીજી ટીમમાં વાપસી કરી રહ્યા છે. હાં એ વાત તો સાચી છે કે હાર્દિક પંડ્યાનું રિપ્લેસમેન્ટ મળવું મુશ્કેલ છે. પરંતુ અમે તેના માટે અમારો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ