બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ipl 2024 be the last for rohit sharma these equations formed after hardik pandya became captain

IPL 2024 / મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિતની છેલ્લી IPL: 2025માં ટૂર્નામેન્ટમાં થવાના છે મોટા ફેરફાર, હાર્દિકને કેપ્ટન બનાવાતા બદલાઇ ગયા સમીકરણ

Manisha Jogi

Last Updated: 09:15 AM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન જાહેર કર્યા છે. રોહિત શર્માએ 11 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી 5 વાર ખિતાબ જીત્યો છે.

  • IPL 2025ની સીઝનમાં મેગા હરાજી થશે
  • મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન જાહેર કર્યા
  • રોહિત શર્મા માટે છેલ્લી સીઝન હોઈ શકે છે

રોહિત શર્મા માટે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી તરીકે IPL 2024ની સીઝન છેલ્લી સીઝન હોઈ શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન જાહેર કર્યા છે. રોહિત શર્માએ 11 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી 5 વાર ખિતાબ જીત્યો છે. 

IPL 2025ની સીઝનમાં મેગા હરાજી થશે. IPL કમિટી 4 ખેલાડીઓ (ત્રણ ભારતીય અને એક વિદેશી)ને ટીમમાં રાખવાની મંજૂરી આપશે. મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને રિટેઈન કરી શકે છે, આ સીઝનમાં રોહિતના દમદાર પ્રદર્શનથી અનેક બાબતો બદલાઈ શકે છે. 

રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપની લાઈનમાં છે. રોહિત શર્માએ અનેકવાર જણાવ્યું છે કે, તેઓ મુંબઈ ઈન્ડિયન્સ છોડીને કોઈપણ અન્ય ફ્રેન્ચાઈઝી માટે નહીં રમે. મીડિયા રિપોર્ટ અનુસાર ઉત્તર ભારતની એક IPL ફ્રેન્ચાઈઝી ટીમ રોહિત શર્માને માંગે તે રકમ આપવા માટે તૈયાર છે. રોહિત શર્મા આ ઓફર સ્વીકારશે કે નહીં, તે અંગે એક મોટો પ્રશ્ન છે. 

MI પ્રેસ રિલીઝ
રોહિત શર્માએ આ પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, ફ્રેન્ચાઈઝી કોચિંગના ગ્લોબલ હેડ મહેલા જયવર્ધને રોહિતને તેમના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો. રોહિતે ઈન્સ્ટાગ્રામ પેજ પર વર્લ્ડ કપ અનુભવ વિશે જણાવ્યું હતું. 

રોહિતે કેપ્ટનશીપ છોડવાની જાહેરાત શા માટે નથી કરી
રોહિત શર્માએ કેપ્ટનશીપ છોડવાની જાહેરાત નથી કરી. હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ આપતા બેટ્સમેન રોહિત શર્મા સ્વચ્છંદ થઈને બેટીંગ કરશે અને ભવિષ્યમાં અન્ય ટીમમાંથી રમી શકે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ