બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 ravindra jadeja becomes the only all rounder to complete 2500 runs

IPL 2023 / રવીન્દ્ર જાડેજાએ IPLમાં રચ્યો ઈતિહાસ: બનાવ્યો એવો રેકૉર્ડ જેને તોડવો થશે મુશ્કેલ

Arohi

Last Updated: 12:17 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Ravindra Jadeja: IPL 2023ના પહેલા ક્વોલીફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 15 રનોથી હરાવ્યું છે. તેની સાથે જ ધોનીની સીએસકે સીધી ફાઈનલની ટિકિટ કપાવી ચુત્યા છે.

  • રવીન્દ્ર જાડેજાએ IPLમાં રચ્યો ઈતિહાસ
  • બનાવ્યો એવો રેકૉર્ડ જેને તોડવો થશે મુશ્કેલ
  • પહેલા ક્વોલીફાયર મેચમાં CSKએ GTને 15 રનોથી હરાવ્યું 

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની વચ્ચે થયેલી IPL 2023ના પહેલા ક્વોલીફાયરમાં ધોનીની CSKએ ગુજરાતને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી લઈ લીધી છે. મેચમાં પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેને ઋતુરાજ ગાયકવાડની શાનદાર ઈનિંગ અને ત્યાર બાદ બોલરોના કારણે ચેન્નાઈને જીત મળી. 

મેચમાં ચેન્નાઈના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ આઈપીએલમાં એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી. આમ કરનાર તે IPLના એકમાત્ર ઓલરાઉન્ડર બની ગયા છે. 

જાડેજાના નામે આ મોટી ઉપલબ્ધિ 
આ મેચમાં રવીન્દ્ર જાડેજાએ તે ઉપલબ્ધી પોકાના નામે કરી લીધી જે આજ સુધી IPLમાં કોઈ ઓલરાઉન્ડર નથી કરી શક્યું. જાડેજાએ આ મેચમાં 1 વિકેટ લેતા જ IPLમાં 150 વિકેટ પુરી કરી દીધી છે. 

તેની સાથે જ તે પહેલા એવા ઓલરાઉન્ડર બની ગયા છે જેમણે IPLમાં 150 વિકેટ અને 2500 રન પુરા કર્યા છે. મેચ પહેલા જાડેજાની IPLમાં 149 વિકેટ હતી. જાડેજાએ ગુજરાત વિરૂદ્ધ 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી. 

ઋતુરાજે રમી શાનદાર ઈનિંગ 
ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડે શાનદાર સેન્ચુરી મારી. તેમણે 44 બોલમાં 60 રનોની તાબડતોડ ઈનિંગ રમી. આ ઈનિંગ વખતે તેમના બેટથી 7 ચોગ્ગા અને 1 છગ્ગો નિકળ્યો. પહેલા વિકેટ માટે ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની વચ્ચે સારી ભાગીદારી થઈ. 

બન્નેની વચ્ચે 87 રનોની ભાગીદારી થઈ. તે ઉપરાંત કોનવેએ 40 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાએ 22 જ્યારે અજિંક્યા રહાણે અને અંબાતી રાયુડૂએ 17-17 રનોનું યોગદાન આપ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ