બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 bcci unhappy with dc for rishbh pant jersey gesture

IPL 2023 / IPLમાં દિલ્હીની ટીમે લટકાવી પંતની ટી-શર્ટ, BCCIએ ભડકીને કહ્યું-આવું ના કરાય, જાણો કારણ

Arohi

Last Updated: 03:51 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rishbh Pant IPL 2023: એક્સિડન્ટ બાદ પંત ઈજાના કારણે IPL 2023થી બહાર છે. એવામાં દિલ્હી કેપિટલ્સથી ખુશ ફેંસ પર BCCI ભડકી ઉઠ્યું છે. જાણો શું છે તેના પાછળનું કારણ

  • ઈજાના કારણે પંત નથી રમી રહ્યો IPL 2023 
  • દિલ્હી કેપિટલ્સની ટીમે લટકાવી પંતની ટી-શર્ટ 
  • આ કારણે ભડકી ઉઢ્યું BCCI

ઋષભ પંત દિલ્હી કેપ્ટિલ્સના રેગ્યુલર કેપ્ટન હતા. ગયા વર્ષના અંતમાં પંત ભયાનક રોડ એક્સીડન્ટનો શિકાર બન્યા હતા અને ત્યારે તેમને ખૂબ જ ઈજા પહોંચી હતી. હાલ તે તેમાંથી રિકવર થઈ રહ્યા છે. IPL 2023ની શરૂઆત થઈ ચુકી છે એવામાં દિલ્હીના ફેંસ પંતને ખૂબ જ મિસ કરી રહ્યા છે. આ કારણે દિલ્હી ફ્રેન્ચાઈઝીની ટીમે પોતાની ટીમની સાથે રહેવાનો અનુભવ કરવા માટે એક નવી રીત શોધી કાઢી છે. 

ડગઆઉટ ઉપર લટકાવી જર્સી 
લખનૌઉના સામે પોતાની પહેલી લીગ મેચમાં દિલ્હીએ પોતાના ડગઆઉટના ઉપર પંતની 17 નંબર વાળી જર્સી લટકાવી દીધી જ્યાં ક્રિકેટ ફેન્સે દિલ્હી કેપિટલ્સના આ નિર્ણયના ખૂબ વખાણ કર્યા. પરંતુ ફ્રેન્ચાઈઝીનું આ પગલું BCCIને પસંદ નથી આવ્યુ અને દિલ્હીને આમ ન કરવાની સલાહ આપી છે. 

એક રિપોર્ટ અનુસાર BCCIના અધિકારીએ કહ્યું, "આ પ્રકારનું સન્માન કોઈ મોટી ઘટના કે રિટાયરમેન્ટ બાદ આપવામાં આવે છે. પંતના કેસમાં બન્નેમાંથી કંઈ નથી થયું. ઋષભ ઠીક છે અને આશા કરતા ઘણી સારી રીતે રિકવર થઈ રહ્યા છે. માટે આ સારા મનથી ઉઠાવવામાં આવેલું પગલું છે. પરંતુ બોર્ડે વિનમ્રતાથી દિલ્હી કેપિટલ્સને આગળથી આમ ન કરવા કહ્યું છે. "

ટીમની સાથે રહેશે પંત 
જોકે આ ટૂર્નામેન્ટની શરૂઆત થયા પહેલા જ દિલ્હીના કોચ રિકી પોન્ટિંગે સ્પષ્ટ કહી દીધુ હતું કે પંત કોઈને કોઈ રીતે હંમેશા ટિમની સાથે રહેશે. તેમણે એક ઈવેન્ટમાં કહ્યું હતું, "આદર્શ સ્થિતમાં, તે દરેક મેચ વખતે ડગઆઉટમાં મારા બાજુમાં બેસેલા હશે. પરંતુ જો આ સંભવ નથી તો જેવી રીતે પણ બની શકે, અમે તેને ટીમનો ભાગ બનાવવા માંગશું. તમે પોતાની શર્ટ્સ અથવા કેપ્સ પર તેનો નંબર લઈ શકશો છો. ફક્ત આટલું ક્લિયર કરવા માટે કે તે હંમેશા અમારી સાથે ન હોવા છતાં અમારા લીડર છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ