બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Investment tips post office gram suraksha scheme invest rs 50 daily earn 35 lakh

Investment / દરરોજ માત્ર 50 રૂપિયાની બચત... ઘડપણમાં સહારો બનશે આ યોજના, આજથી જ શરૂ કરો સેવિંગ્સ

Manisha Jogi

Last Updated: 09:43 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ ઓફિસમાં અનેક એવી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં રોકાણ કરવાથી બજારનું કોઈ જોખમ રહેતું નથી. આ યોજનામાં રોકાણ કરવાથી લાખો રૂપિયાની બચત કરી શકાય છે.

  • રોકાણ કરવા માટે માર્કેટમાં અનેક વિકલ્પ ઉપલબ્ધ
  • આ યોજનામાં રોકાણ કરીને લાખો રૂપિયા કમાઓ
  • આ યોજનામાં બજારનું કોઈ જોખમ નહીં

રોકાણ કરવા માટે માર્કેટમાં અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. પોસ્ટ ઓફિસમાં અનેક એવી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં રોકાણ કરવાથી બજારનું કોઈ જોખમ રહેતું નથી. લાખો લોકો પોસ્ટ ઓફિસમાં રોકાણ કરે છે. આ યોજનામાં રોકાણ કરવાથી કોઈપણ જોખમ વગર સારું રિટર્ન મળે છે. અહીંયા અમે તમને પોસ્ટ ઓફિસની આવી જ એક યોજના વિશે જણાવી રહ્યા છે, જે તમારા ઘડપણનો સહારો બની શકે છે. અહીંયા ગ્રામ સુરક્ષા યોજનાની વાત કરવામાં આવી રહી છે. આ યોજનામાં રોકાણ કરવાથી લાખો રૂપિયાની બચત કરી શકાય છે. 

ગ્રામ સુરક્ષા યોજના
આ યોજનામાં 19થી 55 વર્ષની ઉંમરની વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ યોજનામાં વાર્ષિક 10 હજાર રૂપિયાથી 10 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ યોજનામાં માસિક, ત્રિમાસિક, છ માસિક તથા વાર્ષિક આધાર પર રોકાણ કરી શકે છે. આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિને બોનસની સાથે 80 વર્ષની ઉંમરે રિટર્ન મળે છે. જો કોઈ વ્યક્તિનું 80 વર્ષ પહેલા મૃત્યુ થઈ જાય તો કાયદાકીય ઉત્તરાધિકારીને રિટર્ન મળે છે. 

વધુ વાંચો: રિટાયરમેન્ટ પછી દર મહિને મળશે દોઢ લાખ રૂપિયાનું રિટર્ન: બસ 3000 રૂપિયામાં શરૂ કરો આ કામ

ગ્રામ સુરક્ષા યોજના સુવિધા
જો કોઈ વ્યક્તિ ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરે તો શરૂઆતના 4 વર્ષ પછી લોનની સુવિધા પણ મળે છે. પાંચ વર્ષ પછી રોકાણ પર બોનસ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ યોજનાની શરૂઆતના ત્રણ વર્ષ સુધી પોલિસીધારક સરેન્જર કરી શકે છે. જો કોઈ વ્યક્તિ દરરોજ 50 રૂપિયા (માસિક 1,500 રૂપિયા)ની બચત કરીને ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરે તો 80 વર્ષની ઉંમરે 35 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મળી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ