બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / International cricket's entry in Jammu after 35 years, many legends including Harbhajan graced the field

ક્રિકેટ / 35 વર્ષ બાદ જમ્મુમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની એન્ટ્રી, હરભજન સહિત અનેક દિગ્ગજો મેદાન પર નજરે પડ્યાં

Megha

Last Updated: 10:59 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરના એમએ સ્ટેડિયમમાં કુલ ચાર મેચો રમાવાની છે. સોમવારે હરભજન સિંહની મણિપાલ ટાઈગર્સ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એરોન ફિન્ચની સધર્ન સુપરસ્ટાર્સ સામસામે ટકરાઈ હતી.

  • લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ઈવેન્ટ્સ જમ્મુ અને કાશ્મીરમાં આયોજિત કરવામાં આવી
  • છેલ્લી વખત જમ્મુમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાઈ હતી
  • જમ્મુ-કાશ્મીરના એમએ સ્ટેડિયમમાં કુલ ચાર મેચો રમાવાની છે

ભારતીય ધરતી પર રમાતી કેટલીક લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ઈવેન્ટ્સ જમ્મુ અને કાશ્મીરમાં આયોજિત કરવામાં આવી છે. આ સમાચારે તમામ ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. જણાવી દઈએ કે, છેલ્લી વખત જમ્મુમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાઈ હતી. આ મેચ 19 ડિસેમ્બર, 1988ના રોજ રમાઈ હતી. એક વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ વધુ તીવ્ર બની છે. આને ધ્યાનમાં રાખીને BCCIએ જમ્મુ-કાશ્મીરમાં આ ગેમ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એવામાં 35 વર્ષ બાદ ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના એમએ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. 

જમ્મુ-કાશ્મીરના એમએ સ્ટેડિયમમાં કુલ ચાર મેચો રમાવાની છે. જેનું ઉદ્ઘાટન મેચ સોમવારે સાંજે 7 વાગ્યે થયું હતું. ઉદ્ઘાટન મેચમાં હરભજન સિંહની કપ્તાની હેઠળની મણિપાલ ટાઈગર્સ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એરોન ફિન્ચની કપ્તાની હેઠળની સધર્ન સુપરસ્ટાર્સ સામસામે ટકરાઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં રમાનારી આ ચાર મેચો 27, 29, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે રમાશે. જેમાં ભીલવાડા કિંગ્સ vs સધર્ન સુપરસ્ટાર્સ, ઇન્ડિયા કેપિટલ્સ vs ગુજરાત જાયન્ટ્સ અને ભીલવાડા કિંગ્સ vsઅર્બનરાઇઝર્સ હૈદરાબાદ સામસામે ટકરાશે.

ત્રણ દાયકાથી વધુ સમય પછી જમ્મુમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પાછું આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ જોવા માટે શહેરના મૌલાના આઝાદ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્રિકેટપ્રેમીઓની મોટી ભીડ ઉમટી પડી હતી. લિજેન્ડ્સ લીગ ક્રિકેટ હેઠળ, સોમવારે 27મી નવેમ્બરે મણિપાલ ટાઈગર્સ અને સધર્ન સુપરસ્ટાર્સ વચ્ચે રમાયેલી મેચમાં, સુપરસ્ટાર્સે બે બોલ બાકી રહેતાં બે વિકેટથી જીત મેળવી હતી.

રોબિન ઉથપ્પા, હેમિલ્ટન મસાકડજા, થિસારા પરેરા, હરભજન સિંહ, ઉપુલ થરંગા અને રોસ ટેલર જેવા ખેલાડીઓએ મેચમાં ભાગ લીધો હતો, જેમના દરેક શાનદાર પ્રદર્શનને ચાહકોએ વધાવી લીધા હતા. ટુર્નામેન્ટની અન્ય ત્રણ મેચો પણ જમ્મુ શહેરમાં યોજાશે.

મણિપાલ ટાઈગર્સ અને સધર્ન સુપરસ્ટાર્સ વચ્ચેની મેચમાં પવન નેગી તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હરભજન સિંહની આગેવાની હેઠળની મણિપાલ ટાઈગર્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા. એન્જેલો પરેરાએ 34 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી સૌથી વધુ 47 રન બનાવ્યા હતા જ્યારે હેમિલ્ટને 28 બોલમાં 26 રન બનાવ્યા હતા. સુપરસ્ટાર્સ અબ્દુર રઝાક, જોહાન બોથા અને પવન નેગીએ બે-બે વિકેટ લીધી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ