બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Influenza h3n2 first 6 deaths in India

સાવધાન / કોરોના બાદ હવે H3N2 વાયરસનો ખતરો! કેન્દ્ર એલર્ટ, આવતીકાલે નીતિ આયોગની બેઠક

Vaidehi

Last Updated: 06:00 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ઈંફ્લુએન્ઝા વાયરસથી અત્યાર સુધી 6 લોકોનાં મોત થયાં છે. જેમાં 2 કેસ હરિયાણા અને કર્ણાટકમાં સામે આવ્યાં છે.

  • ભારતમાં ઈંફ્લુએન્ઝા વાયરસનો ફેલાવો
  • હરિયાણા અને કર્ણાટકમાં 2 લોકોનું મોત
  • શનિવારે કેન્દ્ર યોજશે ખાસ બેઠક

ભારતમાં ઈન્ફ્લૂએન્ઝા H3N2નાં કારણે પહેલાં જ 2 લોકોનાં મોત નોંધાયા છે. આ બંને કેસો હરિયાણા અને કર્ણાટકમાં સામે આવ્યાં છે. કર્ણાટકનાં દર્દીને તાવ, ગળાંમાં ઈન્ફેક્શન, ઉધરસ જેવા ગંભીર લક્ષણો દેખાઈ રહ્યાં હતાં. આ જાણકારી હેલ્થ ડિપાર્ટમેન્ટે શુક્રવારે જાહેર કરી હતી. એટલું જ નહીં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાયરસનાં લીધે દેશમાં 6 લોકોનું મોત થયું છે.

દેશમાં અત્યાર સુધી 6 લોકોનું આ વાયરસનાં લીધે મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ 2 મોતની પુષ્ટિ કરવામાં આવી છે. માહિતી અનુસાર સરકારે આ વાયરસથી કર્ણાટક અને હરિયાણામાં એક-એક મોતની પુષ્ટિ કરેલ છે અને બાકીનાં 4 લોકોનાં મૃત્યુનું કારણ જણાવવા માટે તપાસ કરવામાં આવી રહી છે. 

કર્ણાટકમાં દર્દીનું થયું મોત
કર્ણાટકમાં 82 વર્ષનાં હાસન જિલ્લાનાં અલૂર તાલુકામાં રહેનારાં દર્દીને 24 ફેબ્રુઆરીનાં રોજ હાસન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. આ દર્દીનું 1 માર્ચનાં રોજ મોત થયું.

શનિવારે ખાસ બેઠકનું આયોજન
દેશમાં આ ગંભીર વાયરસની સ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. હવે નીતિ આયોગે શનિવારે આ મુદા પર ચર્ચા કરવા માટે ખાસ બેઠકનું આયોજન કરેલ છે.  આ મીટિંગમાં રાજ્યોમાં આ વાયરસની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તમામ રાજ્યોની સ્થિતિ અંગે વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યને જો કેન્દ્ર તરફથી સહાયતાની આવશ્યકતા છે તો એ અનુસાર પગલાંઓ ભરવામાં આવશે.

વાયરસ પર જીણવટપૂર્વક નજર 
કેન્દ્રએ કહ્યું કે H3N2 વાયરસ પર જીણવટપૂર્વક નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર તમામ રાજ્યોમાં આ વાયરસને લઈને IDSP એટલે કે ઈન્ટીગ્રેટેડ ડિઝીઝ સર્વિલેન્સ પ્રોગ્રામની મદદથી રિયલ ટાઈમ બેસિસ પર નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારનાં સ્વાસ્થ્ય મંત્રાલયને આશા છે કે માર્ચનાં અંત સુધી સીઝનલ ઈન્ફ્લુએન્ઝા વાયરસનો ફેલાવો ઘટી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ