બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / India's jaw-dropping response after China's defiance

નિવેદન / ચીનની અવળચંડાઇ બાદ ભારતનો જડબાતોડ જવાબ: જયશંકરે કહ્યું 'જૂની ટેવ છે', પાકિસ્તાન પણ આવ્યું ઝપેટમાં

Priyakant

Last Updated: 10:04 AM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jai Shankar Statement China News: નકશામાં ચીને અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન, તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગરને પોતાનો હિસ્સો જાહેર કર્યો, ચીનના આ કૃત્ય પર વિદેશ મંત્રી જયશંકર ગુસ્સે થયા

  • ચીને ફરી એકવાર પોતાનો સત્તાવાર નકશો જાહેર કર્યો
  • ફરી એકવાર ભારત સરકારે તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો
  • ચીને અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન, તાઈવાનને પોતાનો હિસ્સો જાહેર કર્યો
  • ચીનના આ કૃત્ય પર ભારતના વિદેશ મંત્રી જયશંકર ગુસ્સે થયા

ચીને ફરી એકવાર પોતાનો સત્તાવાર નકશો જાહેર કર્યો છે અને દર વખતની જેમ ફરી એકવાર ભારત સરકારે તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. વાત જાણે એમ છે કે, આ નકશામાં ચીને અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન, તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગરને પોતાનો હિસ્સો જાહેર કર્યો છે. ચીનના આ કૃત્ય પર ભારતના વિદેશ મંત્રી જયશંકર ગુસ્સે થયા છે.

ભારતના વિદેશ મંત્રી જયશંકરે નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને સામેલ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જયશંકરે કહ્યું કે, ચીનની આદત છે કે તે આવા નકશા જાહેર કરે છે. જો ચીન અન્ય દેશોના પ્રદેશોને પોતાના તરીકે જાહેર કરશે તો સત્ય બદલાશે નહીં. જયશંકરે કહ્યું કે, ચીને તે ભાગોને તેના નકશામાં સામેલ કર્યા છે જે તેના પોતાના નથી. આ તેની જૂની આદત છે. તમારા નકશામાં ભારતના ભાગોનો સમાવેશ કરવાથી કંઈપણ બદલાશે નહીં. અમારી સરકાર અમારી સરહદો અને વિસ્તારો વિશે ખૂબ જ સ્પષ્ટ છે. આવા હાસ્યાસ્પદ દાવા કરવાથી અન્ય દેશોના પ્રદેશો તેમના નહીં બને.

પાકિસ્તાન હારી ગયેલું સ્ટોક 
ચીન પર ગુસ્સે ભરાયેલા જયશંકરે પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, હારતાં સ્ટોકની વાત કોણ કરે છે? આજે પાકિસ્તાન વિશે કોઈ બોલતું નથી. આજે બજારમાં પાકિસ્તાનની કોઈ ચર્ચા નથી. હારતાં સ્ટોકની વાત કોણ કરે છે? 

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા એ સૌથી મોટી ઉપલબ્ધિ  
જયશંકરે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટવી એ કેન્દ્ર સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ છે. અત્યાર સુધી અમે અમારી રાજનીતિના કારણે જમ્મુ-કાશ્મીરને પાછળ રાખ્યું છે. મેં જોયું છે કે, કેવી રીતે સમગ્ર વિશ્વમાં આ મુદ્દાને રોકડ કરવામાં આવ્યો છે. અમારા પર કેવા પ્રકારનું દબાણ કરવામાં આવ્યું છે. જો લોકો મને અમારા પાંચ વર્ષના કાર્યકાળની સિદ્ધિઓ વિશે પૂછશે, તો હું ચોક્કસ કલમ 370નો ઉલ્લેખ કરીશ. હું વાત કરીશ કે આપણે કેવી રીતે કોરોના સામે લડ્યા. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવાનું સમગ્ર વિશ્વએ સ્વાગત કર્યું છે. 

શું છે સમગ્ર મામલો ? 
ચીનની સામ્યવાદી સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ નકશો અરુણાચલ પ્રદેશ દર્શાવે છે, જેનો ચીન દક્ષિણ તિબેટ તરીકે દાવો કરે છે અને અક્સાઈ ચીન, જે 1962ના યુદ્ધમાં ચીનના ભાગ તરીકે કબજે કરવામાં આવ્યું હતું. ભારતે ચીનને વારંવાર કહ્યું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો, છે અને રહેશે. નકશામાં તાઈવાનના અલગ ટાપુ પર ચીનના દાવા અને દક્ષિણ ચીન સાગરના મોટા ભાગનો દાવો કરતી નવ-ડેશ લાઇનનો પણ સમાવેશ થાય છે. ચીન તાઈવાનને તેની મુખ્ય ભૂમિનો ભાગ હોવાનો દાવો કરે છે અને મુખ્ય ભૂમિ સાથે તેનું એકીકરણ એ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ઉદ્દેશ્યનો એક ભાગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ