ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટે 399 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે
ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 400 રનનો ટાર્ગેટ આપ્યો
શ્રેયસ ઐયર અને શુભમન ગિલે ફટકારી સદી
સૂર્યકુમાર અને રાહુલે ફટકારી શાનદાર ફિફ્ટી
ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટે 399 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં ભારતીય ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. નવેમ્બર 2013માં બેંગલુરુ વનડેમાં પ્રથમ ટીમે 6 વિકેટે 283 રન બનાવ્યા હતા. ઈન્દોર વનડેમાં ભારતીય ટીમે 2 સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને શુભમન ગિલે 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય સૂર્યકુમાર યાદવે અણનમ 72 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન કેએલ રાહુલે 52 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર કેમરોન ગ્રીને 2 વિકેટ ઝડપી હતી.
Innings break!#TeamIndia post 399/5, their highest total in ODIs against Australia 👏👏
💯s from Shreyas Iyer & Shubman Gill
72* from Suryakumar Yadav
52 from Captain KL Rahul
ભારતીય ટીમે પ્રથમ વનડે મેચમાં 5 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. આવી સ્થિતિમાં હવે ભારતીય ટીમ પાસે બીજી વનડે મેચ જીતીને શ્રેણી પર કબજો કરવાની સુવર્ણ તક છે. જસપ્રીત બુમરાહ આ મેચમાં ભાગ લઈ રહ્યો નથી. બુમરાહ પારિવારિક કારણોસર ઘરે પરત ફર્યો છે. બુમરાહની જગ્યાએ મુકેશ કુમારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.