બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Indians are least active, second-most sleep-deprived, reveals Fitbit study

રિપોર્ટ / અમેરિકા, બ્રિટન, જાપાનના લોકોની સરખામણીએ ભારતીયો ઓછા એકટિવ, ઉંઘે છે પણ ઓછું

Published By: Kashyap

Last Updated: 09:48 PM, 1 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિટનેસ માટે ભારતીયોમાં જાગૃતિ વધી છે. તેમ છતાં ભારતીયો અમેરિકા, બ્રિટન, જાપાન, સિંગાપોર સહિતના 18 દેશોના લોકોની સરખામણીએ ઓછા એકટિવ છે.ફિટનેસ સોલ્યુશન ફર્મ ફિટબિટના જણાવ્યા અનુસાર ફિટનેસ સંબંધી ડિવાઇસ યુઝ કરનાર ભારતીય દરરોજ સરેરાશ 6,533 સ્ટેપ ચાલે છે.

  • અમેરિકાના લોકો ભારતીયો કરતાં સરેરાશ 32 મિનિટ વધુ ઉંઘે
  • ભારતીયો 77 મિનિટની રેમ(રેપીડ આઇ મુવમેન્ટ) સ્લીપ લે છે

18 દેશોના યુઝર્સની સરખામણી કરતા જણાયું હતું કે ભારતીયો તે દેશોના લોકો કરતાં દરરોજ 3600 સ્ટેપ આછા ચાલે છે.તેના રિપોર્ટ અનુસાર ભારતીયો સરેરાશ 7 કલાકની ઉંઘ લે છે.જે બ્રિટનના લોકોની સરેરાશ ઉંઘ કરતાં 48 મિનિટ ઓછી છે.અમેરિકાના લોકો ભારતીયો કરતાં સરેરાશ 32 મિનિટ વધુ ઉંઘે છે.

આયર્લેન્ડના લોકો સૌથી વધુ 7 કલાક 57 મિનિટ ઉંઘે છે. ભારતીયો 77 મિનિટની રેમ(રેપીડ આઇ મુવમેન્ટ) સ્લીપ લે છે. જે વિશ્વમાં સૌથી ઓછી છે.જોકે જાપાનના લોકો પણ એટલી જ રેમ સ્લીપ લે છે.રેમ સ્લીપ ઉંઘનો એક તબક્કો છે જે દરમિયાન આપણી લાગણીઓને બેલેન્સ કરવાનું કામ શરીર કરે છે.આ ઉપરાંત આ સમયે મેમરી રિપેર અને પ્રોટિન બનવાની કામગીરી સારી રીતે થાય છે.શરીરના કોષોના રિપેરિંગની પ્રક્રિયા પણ આ સમયે યોગ્ય રીતે થતી હોય છે.

રિપોર્ટમાં એક રસપ્રદ બાબત એ પણ જણાવાઇ છે કે 75થી 90 વર્ષની વયના ભારતીયો સરેરાશ 6 કલાક 35 મિનિટ ઉંધે છે. 18થી 25 વર્ષની વયજુથના યંગસ્ટર્સ અન્ય લોકોની સરખામણીએ એક કલાક મોડા ઉંઘે છે.

નિષ્ણાતો જોકે કહે છે કે ઉંઘની જરુરિયાત દરેકની અલગ અલગ હોય છે. ઉંધના સમય કરતા તેની કવોલિટી એટલે કે ગુણવત્તા મહત્વની છે. ગમે તેટલા કલાક ઉંઘ્યા હોવ પણ સવારે ઉઠ્યા પછી એકદમ ફ્રેશનેસનો અનુભવ થાય અને શરીરને સરસ આરામ મળ્યો હોય તેવી ફિલીંગ થાય તો કવોલિટી ઉંઘ લીધી છે તેમ કહી શકાય. બીજી બાજુ બીજી કોઇ સમસ્યા ન હોય અને સાત-આઠ કલાકની ઉંધ પછી પણ શરીર થાકેલું લાગે અને મુડ ન આવે તો તે ઉંધની કવોલિટીમાં ગરબડનો સંકેત છે

સંકળાયેલા મુદ્દાઓ

Fitbit Gujarati News Video Health India Sleep deprived Sleeping Disorder report Report

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ