બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / નિકેશ અરોરા કે જેઓ એક સમયે અમેરિકામાં બર્ગર વેચતા, આજે બન્યા સૌથી વધારે સેલરી મેળવનાર બીજા હાઈએસ્ટ પેઈડ CEO

NRI / નિકેશ અરોરા કે જેઓ એક સમયે અમેરિકામાં બર્ગર વેચતા, આજે બન્યા સૌથી વધારે સેલરી મેળવનાર બીજા હાઈએસ્ટ પેઈડ CEO

Last Updated: 09:14 AM, 24 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન કંપની પાઉલો અલ્ટો નેટવર્કના સીઈઓ અને ચેરમેન નિકેશ અરોરા અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનાર બીજી વ્યક્તિ બની ગયા છે. વોલ સ્ટ્રીટ જર્નલે 2023માં સૌથી વધુ પગાર મેળવનારા લોકોની એક લિસ્ટ બહાર પાડી છે. જે અનુસાર નિકેશ અરોરાને માર્ક ઝકરબર્ગ અને સુંદર પિચાઈ કરતા પણ વધારે પગાર મળે છે.

અમેરિકાની સિલિકોન વેલી એટલે કે એવી જગ્યા કે જ્યાં વિશ્વની સૌથી મોટી કંપનીઓનાં હેડક્વાર્ટર્સ આવેલા છે. અહીની ખાસ વાત એ પણ છે કે અહીં ભારતીય મૂળના લોકો ખાસો દબદબો રહેલો છે અને ઘણી મોટી કંપનીઓના બોસ પણ ભારતીય મૂળના જ છે. આવી જ એક કંપનીના સીઈઓ વિશે વાત કરી તો કંપની પાઉલો અલ્ટો નેટવર્ક, જેના સીઈઓ અને ચેરમેન નિકેશ અરોરા છે. નિકેશ અરોરા અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનાર બીજી વ્યક્તિ છે. તેમણે પગારના મામલે માર્ક ઝકરબર્ગને પાછળ છોડી દીધો છે. માર્ક ઝકરબર્ગ અને નિકેશ અરોરાના પગારમાં લગભગ 18 ગણો તફાવત છે.

nikesh-arora-1

વોલ સ્ટ્રીટ જર્નલે 2023માં સૌથી વધુ પગાર મેળવનારા લોકોની એક લિસ્ટ બહાર પાડી છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર છે બ્રોડકોમના સીઈઓ હોક ટેન. મલેશિયન મૂળના હોક ટેનનો પગાર 16.2 કરોડ ડોલર (લગભગ 1,348 કરોડ રૂપિયા) છે. આ તેમનો વાર્ષિક પગાર છે. આ લિસ્ટમાં ભારતીય મૂળના નિકેશ અરોરા બીજા નંબરે છે. 2023 માં, તેમણે 15.14 કરોડ ડોલર (લગભગ રૂ. 1,260 કરોડ) નો પગાર લીધો. નિકેશ અરોરાની કમાણી ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગથી ઘણી વધુ છે. વોલ સ્ટ્રીટ જર્નલની યાદી અનુસાર, સુંદર પિચાઈએ ગયા વર્ષે 2.44 કરોડ ડોલર (લગભગ રૂ. 200 કરોડ રૂપિયા) અને માર્ક ઝકરબર્ગે 88 લાખ ડોલર (લગભગ 73 કરોડ રૂપિયા) કમાયા હતા. વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે 2023 માં સૌથી વધુ પગાર મેળવનારા ટોચના 500 સીઈઓની આ લિસ્ટમાં 17 ભારતીયો છે.

અબજોપતિઓની લિસ્ટમાં સામેલ છે અરોરા

આ વર્ષે જાન્યુઆરીમાં બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં નિકેશ અરોરાને સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારે બ્લૂમબર્ગે તેની નેટવર્થ $1.5 બિલિયન (12,485 કરોડ રૂપિયા) હોવાનો અંદાજો લગાવ્યો હતો. ખાસ વાત એ છે કે નિકેશ અરોરા એવા કેટલાક અબજોપતિઓમાંના એક છે જેઓ નોન-ફાઉન્ડર છે. એટલે કે અરોરાએ પોતે કોઈ કંપની શરૂ નથી કરી, છતાં તેઓ અબજોપતિ બની ગયા છે. નિકેશ અરોરા હાલમાં ટેક કંપની પાઉલો અલ્ટો નેટવર્કના સીઈઓ અને ચેરમેન છે. આ કંપનીનું માર્કેટ કેપ 91 અબજ ડોલરથી વધુ છે.

nikesh-arora-2

નિકેશ અરોરા લાંબા સમયથી અમેરિકન કંપનીઓ સાથે જોડાયેલા છે. તેણે ગૂગલમાં પણ કામ કર્યું છે. તેમની ઓળખ એક ઉદ્યોગપતિ, ઇન્વેસ્ટર અને એન્ટરપ્રેન્યોર તરીકેની છે. તેમનો જન્મ 9 ફેબ્રુઆરી 1968ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો. તેણે એરફોર્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. આ પછી તેણે IIT BHUમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા. ત્યાં તેણે નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી MBA અને બોસ્ટન કોલેજમાંથી ફાઈનાન્સમાં MSની ડિગ્રી મેળવી.

આ રીતે કરી કારકિર્દીની શરૂઆત

નિકેશ અરોરાએ 1992 માં ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. અહીં તે ટેક્નોલોજી મેનેજમેન્ટ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા પદ પર રહ્યા છે. વર્ષ 2000 માં, તે ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સમાં વાઈસ પ્રેસીડેન્ટ તરીકે નિયુક્ત થયા. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે જ્યારે તે અમેરિકા આવ્યો ત્યારે તેના પિતાએ તેને 75 હજાર રૂપિયા આપ્યા હતા. તેણે જણાવ્યું હતું કે તેણે પોતાનો ખર્ચ કાઢવા માટે ઘણી જગ્યાએ કામ કર્યું. તે ક્યારેક બર્ગર શોપમાં સેલ્સમેન તરીકે તો ક્યારેક સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો.

ગૂગલમાં પણ મળતો હતો સૌથી વધુ પગાર

પરંતુ નિકેશ અરોરાની મહેનત જ હતી કે તે આજે આ પદ પર છે. જ્યારે નિકેશ અરોરા ગૂગલમાં હતા, ત્યારે તે ત્યાં સૌથી વધુ પગાર મેળવતા એકમાત્ર કર્મચારી હતા. નિકેશ અરોરા 2004માં ગૂગલમાં જોડાયા હતા અને ગૂગલે 2012માં તેને વાર્ષિક 5.1 બિલિયન ડોલરનો પગાર આપ્યો હતો. કહેવાય છે કે જ્યારે નિકેશ અરોરા ગૂગલમાં હતા ત્યારે તેમણે 2009માં નેટફ્લિક્સ ખરીદવાનું સૂચન કર્યું હતું. તે સમયે, Netflixનું માર્કેટ કેપ 3 બિલિયન ડોલર હતું, જે આજે 27 બિલિયન ડોલરથી વધુ થઈ ગયું છે. જોકે, ગૂગલે નિકેશ અરોરાનું સૂચન માન્યું ન હતું.

વધુ વાંચો: અમરેલીના શિક્ષકે અમેરિકાના પ્રેસિડેન્ટને કેરીનો સ્વાદ દાઢે વળગાડ્યો, 6 વર્ષની મહેનત, 10 હજાર આંબાની જાળવણી અને જાત મહેનતથી અમેરિકાને કેરી ખાતું કર્યું

ગૂગલને અલવિદા કર્યા પછી, તે સોફ્ટ બેંકના પ્રેસીડેન્ટ બન્યા. પ્રેસીડેન્ટ તરીકેના તેના કાર્યકાળ દરમિયાન, સોફ્ટ બેંકે 250 મિલિયન ડોલરની ડીલ કરી હતી. એટલું જ નહીં, સોફ્ટ બેંકે સ્નેપડીલ, ઓલા, ગ્રોફર્સ અને હાઉસિંગ ડોટ કોમ જેવા ભારતીય સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું હતું. નિકેશ અરોરા જૂન 2018માં પાઉલો અલ્ટો નેટવર્ક સાથે જોડાયા હતા. ત્યારથી તે તેના સીઈઓ અને ચેરમેન છે. કંપનીમાં જોડાયા પછી, તેને 12.5 કરોડ ડોલરના શેર આપવામાં આવ્યા હતા. પાંચ વર્ષમાં કંપનીના શેરમાં અનેકગણો વધારો થયો, જેના કારણે તેની નેટવર્થ પણ 1.5 અબજ ડોલરને પાર કરી ગઈ.

સંકળાયેલા મુદ્દાઓ

Sundar Pichai CEO Nikesh Arora Highest Paid CEO નિકેશ અરોરા Mark Zuckerberg
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ