બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / તમારા કામનું / તમારો પાસપોર્ટ એક્સપાયર થવાનો છે? સરળતાથી ઓનલાઈન રિન્યૂ કરવા ફોલો કરો આ સ્ટેપ્સ

તમારા કામનું / તમારો પાસપોર્ટ એક્સપાયર થવાનો છે? સરળતાથી ઓનલાઈન રિન્યૂ કરવા ફોલો કરો આ સ્ટેપ્સ

Last Updated: 05:47 PM, 16 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાં જવા માટે પાસપોર્ટની ફરજિયાત જરૂર પડે છે. વયસ્ક લોકોનો પાસપોર્ટ 10 વર્ષ માટે બને છે અને સગીરનો 5 વર્ષ માટે બને છે. ત્યાર બાદ તેને રિન્યૂ કરાવો પડે છે.

વિદેશમાં જવા માટે પાસપોર્ટની જરૂર પડે છે. પાસપોર્ટ વગર તમે કોઈ બીજા દેશમાં નથી જઈ શકતા. પાસપોર્ટ નાગરિકતાની સાથે ઓળખકાર્ડ તરીકે પણ ઉપયોગમાં આવે છે. પંરતુ પાસપોર્ટ એવું ડૉક્યૂમેન્ટ છે જેને દશ વર્ષ બાદ રિન્યુ કરાવવું પડે છે. અને સગીરનો પાસપોર્ટ 5 વર્ષ બાદ રિન્યુ કરાવવું પડે છે. તમારે વેલિડિટી પૂરી થયાના 9 મહિના પહેલા જ રિન્યુની પ્રોસેસ શરૂ કરી દેવી જોઈએ.

આ ડૉક્યૂમેન્ટની પડે છે જરૂર

 • વેલિડ પાસપોર્ટ
 • હાલના પાસપોર્ટના પ્રથમ અને છેલ્લા પેજની કોપી
 • ECR/ Non ECR પેજની સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપી
 • એડ્રેસ પ્રૂફ
 • વેલિડિટી એક્સેટેન્શન પેજની ફોટો કોપી
 • કોઈ પણ ઓબ્જરવેશન પેજની સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપી

પાસપોર્ટ રિન્યુની ફી

 • 10 વર્ષની વેલિડિટીવાળા 36 પેજના પાસપોર્ટ માટે 1500 રૂપિયા ફી ચૂકવવી પડે છે, જ્યારે તત્કાલ માટે 2000 રૂપિયાની ફી લેવામાં આવે છે.
 • 10 વર્ષની વેલિડિટીવાળા 60 પેજના પાસપોર્ટ માટે 2000 રૂપિયા ફી લેવામાં આવે છે, જ્યારે તત્કાલ માટે 2000 રૂપિયાની ફી ચૂકવવી પડે છે.
 • 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે 5 વર્ષની વેલિડિટીવાળા 36 પેજના પાસપોર્ટની ફી 1000 રૂપિયા છે, જ્યારે તત્કાલ માટે 2000 રૂપિયા ચૂકવવા પડશે.
 • 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે 10 વર્ષની વેલિડિટીવાળા 36 પેજના પાસપોર્ટ માટે 1500 રૂપિયાની ફી ચૂકવવી પડશે, જ્યારે તત્કાલ માટે 2000 રૂપિયા ચૂકવવા પડશે.

કેવી રીતે રિન્યુ કરશો પાસપોર્ટ

 • પાસપોર્ટ સેવાની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ
 • રજિસ્ટ્રેશન પુરુ થઇ ગયા બાદ ID લોગ ઈન કરો
 • લોગ ઈન ક્રેડેંશિયલથી પોર્ટલ એક્સેસ કરો
 • Apply for a New Passport/Re-issue of Passport ઓપ્શન પસંદ કરો
 • દરેક જરૂરી ડૉક્યૂમેન્ટ બરાબર છે તે ઓપ્શન પર ક્લિક કરો
 • પછી પેમેન્ટ અને શેડ્યૂલ વિકલ્પ પસંદ કરો
 • પેમેન્ટ કરો
 • ફોર્મ સબમિટ કરો
 • એપ્લિકેશન પ્રિન્ટનો વિકલ્પ પસંદ કરો
 • નક્કી કરેલ ડેટ પર જરૂરી ડૉક્યૂમેન્ટ અને એપ્લિકેશન લઈને નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર પર જવુ
 • આ રીતે પાસપોર્ટ રિન્યૂ માટે બુક કરો અપોઈન્ટમેન્ટ
 • પાસપોર્ટ સેવા વેબસાઈટ પર જઈને લોગ ઈન ક્રેડેંશિયલથી ભરો
 • વ્યૂ શેવ અને સબમિટ એપ્લિકેશન પર ક્લિક કરો અને પે શિડ્યૂલ અપોઇન્ટમેન્ટ પર ક્લિક કરવો
 • પેમેન્ટ વિકલ્પ પસંદ કરો બાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રને પસંદ કરો
 • PSK લોકેશનને પસંદ કરો અને કેપ્ચા કોડ ભરો
 • અપોઇન્ટમેન્ટ સ્લોટ પસંદ કરવો, બાદમાં પે અને બુક અપોઇન્ટમેન્ટ વિકલ્પ પર ક્લિક કરવું.

સંકળાયેલા મુદ્દાઓ

Passport Passport Renew
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ