બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / India won the champion trophy at the World Grappling (Wrestling) Championship

સુરત / વર્લ્ડ ગ્રપ્પલિંગ (રેસલિંગ) ચેમ્પિયનશીપમાં ભારતે જીતી ચેમ્પિયન ટ્રોફી

Priyakant

Last Updated: 02:38 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Grappling World Championship News: ભારતે 23 ગોલ્ડ, 30 સિલ્વર અને 52 બ્રોન્ઝ મેડલ જીત્યા અને રશિયાને હરાવીને નંબર વન ટ્રોફી કબજે કરી

  • રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે જીત્યા 105 મેડલ્સ
  • વર્લ્ડ ગ્રપ્પલિંગ (રેસલિંગ) ચેમ્પિયનશીપમાં ભારતે જીતી ચેમ્પિયન ટ્રોફી
  • ભારતે 23 ગોલ્ડ, 30 સિલ્વર અને 52 બ્રોન્ઝ મેડલ જીત્યા

Grappling World Championship : રશિયાના મોસ્કોમાં 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી ગ્રેપલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની ગ્રેપ્લિંગ ટીમે 105 મેડલ જીતીને ચેમ્પિયન બનવાનો ખિતાબ હાંસલ કર્યો છે.  ભારતે 23 ગોલ્ડ, 30 સિલ્વર અને 52 બ્રોન્ઝ મેડલ જીત્યા અને રશિયાને હરાવીને નંબર વન ટ્રોફી કબજે કરી છે. 

ગ્રેપલિંગ એ કુસ્તીનો એક ભાગ છે, જેમાં મોટાભાગે રશિયા ટોચ પર રહ્યું છે પરંતુ આ વખતે ભારતીય ટીમે રશિયન ટીમને હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.ભારતના 86 ખેલાડીઓએ ખૂબ જ જોશ અને ઉત્સાહ સાથે આ રમત રમી,  તમામ દેશોને હરાવીને અને ચેમ્પિયન ટ્રોફીનો દાવો કરીને મોદીજીના સપના પૂરા થયા.  જીસીઆઈના ચેરમેન શ્રી દિનેશ કપૂર, બિરજુ શર્મા, વિનોદ શર્મા વિજય સગનવાન અને સુરત ગુજરાત કંપની એલાયન્સના ચેરમેન સુભાષ દાવરની આગેવાની હેઠળ ભારતની નેશનલ ગ્રેપલિંગ ટીમમાં ગુજરાતના 7 ખેલાડીઓ કે જેઓ તમામ ગુજરાતની દીકરીઓ છે તેમણે 7 મેડલ જીત્યા હતા. જેમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ હતા.

ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ટીમના મોસ્કો રવાના થતા પહેલા દેશના ઘણા જાણીતા મહાનુભાવો અને ફિલ્મ સ્ટાર્સે ખેલાડીઓને શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી, જેમાં ગુજરાતના રમતગમત અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરનો સમાવેશ થાય છે.  આ બધી શુભકામનાઓએ ખેલાડીઓમાં એક અલગ જ ઉત્સાહ ભરી દીધો અને ખેલાડીઓએ દેશવાસીઓની અપેક્ષા મુજબનું કર્યું. આપણા દેશ માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે ભલે આપણે ક્રિકેટમાં વર્લ્ડ કપ જીતી શક્યા ન હતા, પરંતુ અમે 19 દેશોને હરાવીને ગ્રૅપલિંગમાં ચેમ્પિયનનો ખિતાબ જીત્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ