બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / india vs australia t20 series 2023 1st match preview suryakumar yadav matthew wade before t20 world cup 2024

ક્રિકેટ / IND vs AUS T20 Series: આજે ફરી ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, આ ખેલાડીઓ પાસે ચમકવાનો છે ઉત્તમ મોકો

Manisha Jogi

Last Updated: 09:00 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી T20 સીરિઝ રમવામાં આવશે. પહેલી મેચ વિશાખાપટ્ટનમમાં રમવામાં આવશે. સૂર્યકુમાર યાદવ આ T20 સીરિઝમાં ભારતીય ટીમનું નેતૃત્ત્વ કરશે.

  • ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝ રમવામાં આવશે
  • પહેલી મેચ વિશાખાપટ્ટનમમાં રમવામાં આવશે
  • સૂર્યકુમાર યાદવ આ T20 સીરિઝમાં ભારતીય ટીમનું નેતૃત્ત્વ કરશે

ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતની હાર પછી ફેન્સ ખૂબ જ નિરાશ છે. ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સીરિઝ રમવામાં આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી T20 સીરિઝ રમવામાં આવશે, પહેલી મેચ વિશાખાપટ્ટનમમાં રમવામાં આવશે.  11 દિવસમાં 5 મેચ રમવામાં આવશે. સૂર્યકુમાર યાદવ આ T20 સીરિઝમાં ભારતીય ટીમનું નેતૃત્ત્વ કરશે. 

T20 વર્લ્ડ કપ પહેલા આટલી T20 મેચ રમવાની રહેશે
4 જૂન 2024થી  ICC T20 વર્લ્ડ કપ રમવામાં આવશે. તે પહેલા ભારતીય ટીમે 11 T20 ઈન્ટરનેશનલ મેચ રમવાની રહેશે. વર્લ્ડ કપ પહેલા IPL 2024 સીઝન રમવાની રહેશે. T20 સીરિઝ પૂર્ણ થયા પછી ભારતીય ટીમ સાઉથ આફ્રિકા જવા માટે રવાના થશે. સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમ સૌથી પહેલા 3 T20 મેચ રમશે. 3 મેચની વન ડે ત્યાર પછી 2 ટેસ્ટ મેચની સીરિઝ રમશે. આ સીરિઝ ડરબનમાં 10 ડિસેમ્બરથી રમાશે. 

આ સ્ટાર ખેલાડી પાસે સુવર્ણ તક
યશસ્વી જયસ્વાલ, રિંકૂ સિંહ, તિલક વર્મા, જિતેશ શર્મા અને મુકેશ કુમાર જેવા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે. આ ખેલાડીઓની પહેલી પરીક્ષા ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમ સામે થશે, જેમાં વર્લ્ડ કપમાં શામેલ થનાર મજબૂત ખેલાડી ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, લેગ સ્પિનર એડમ ઝમ્પા અને પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ શામેલ છે. 

રિંકૂ સિંહ
રિંકૂ સિંહે અત્યાર સુધી ભારત તરફથી શાનદાર પ્રદર્શન કર્યું છે. યશસ્વી, તિલક અને મુકેશ પર પણ લાગુ થાય છે. એશિયન ગેમ્સ દરમિયાન પદાર્પણ કરનાર જિતેશે ઈશાન કિશાનને કારણ રાહ જોવી પડશે. 

T20 સીરિઝ ટીમ
ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન),  ઋતુરાજ ગાયકવાડ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકૂ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, અવેશ ખાન અને મુકેશ કુમાર.

ઓસ્ટ્રેલિયન ટીમઃ મેથ્યુ વેડ (કેપ્ટન), આરોન હાર્ડી, જેસન બેહરેનડોર્ફ, સીન એબોટ, ટિમ ડેવિડ, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, તનવીર સાંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનીસ, કેન રિચાર્ડસન, એડમ ઝમ્પા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ