બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / india vs australia nagpur test spin bowling stats ravindra jadeja ravichandran ashwin

IND vs AUS / યે ડર અચ્છા હૈ.. જાડેજા અને અશ્વિનની ફીરકી સામે ધ્વસ્ત થઈ ટીમ ઓસ્ટ્રેલિયા, નાગપુર ટેસ્ટમાં પહેલા દીવસે ભારતીય બોલરોનો તરખાટ

Premal

Last Updated: 08:23 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિન્દ્ર જાડેજા અને અશ્વિને મળીને ઓસ્ટ્રેલિયાની 8 વિકેટ લીધી. પરંતુ પિચ પર સ્પિનરોને મદદ વધુ ન હતી.

  • નાગપુર ટેસ્ટની પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા સરેરાશ 177 રન પર ઓલઆઉટ
  • જાડેજા અને અશ્વિને મળીને ઓસ્ટ્રેલિયાની 8 વિકેટ લીધી
  • નાગપુર ટેસ્ટના પહેલા દિવસે સ્પિનરોને સૌથી ઓછો ટર્ન મળ્યો

ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઈનિંગમાં સરેરાશ 177 રન પર ઓલઆઉટ

ડર હોવો જોઈએ... પછી તે દિલમાં હોવો જોઈએ અને તે તમારું દિલ નહીં સામેવાળાનુ હોવુ જોઈએ. KGF ફિલ્મનો આ ડાયલોગ ઓસ્ટ્રેલિયન ટીમ પર બંધબેસે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ નાગપુર ટેસ્ટની પહેલી ઈનિંગમાં સરેરાશ 177 રન પર ઓલઆઉટ થઇ ગઇ. ઓસ્ટ્રેલિયન ટીમ 63.5 ઓવરમાં જ ઓલઆઉટ થઇ ગઇ. જેમકે આશા હતી કે ઓસ્ટ્રેલિયન ટીમ નાગપુરની પિચ પર સંઘર્ષ કરતી દેખાઈ. જાડેજા અને અશ્વિને મળીને ઓસ્ટ્રેલિયાની 8 વિકેટ લીધી.

બોલ ફર્યો નહીં, ઓસ્ટ્રેલિયાને તેના ડરે ડૂબાડ્યુ

સ્ટાર સ્પોર્ટ્સ પર બતાવવામાં આવેલા એક આંકડા મુજબ પહેલાની ત્રણ ડોમેસ્ટિક ટેસ્ટ સીરીઝની સરખામણીએ નાગપુર ટેસ્ટના પહેલા દિવસે સ્પિનરોને સૌથી ઓછો ટર્ન મળ્યો છે. નાગપુરમાં સરેરાશ ટર્ન આશરે 2.6 ડિગ્રી થયો. હવે જો ભારતમાં રમાયેલ છેલ્લી 8 ટેસ્ટ મેચની વાત કરીએ તો બધી મેચમાં પહેલા દિવસની રમતમાં તેનાથી વધુ બોલ ટર્ન થયો છે. 

વર્ષ 2021માં રમાયેલી ટેસ્ટ સીરીઝમાં સૌથી ઓછો ટર્ન 3.2 ડિગ્રી હતો

ઈંગ્લેન્ડ સામે વર્ષ 2021માં રમાયેલી ટેસ્ટ સીરીઝમાં સૌથી ઓછો ટર્ન 3.2 ડિગ્રી હતો. ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટમાં બોલ પહેલા દિવસે 3.3 ડિગ્રી ફર્યો. બીજા ટેસ્ટના પહેલા દિવસે બોલ 4.9 ડિગ્રી ફર્યો. ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં બોલ 3.2 ડિગ્રી ફર્યો. ચોથી ટેસ્ટમાં બોલ 3.6 ડિગ્રી ફર્યો હતો. ન્યુઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટના પહેલા દિવસે બોલ 3.1 ડિગ્રી ફર્યો. બીજા ટેસ્ટમાં બોલ 4.3 ડિગ્રી ફર્યો. શ્રીલંકા સામે ટેસ્ટ સીરીઝમાં બોલ 4.6 ડિગ્રી સુધી ફર્યો. સ્પષ્ટ છે કે ઓસ્ટ્રેલિયા સામે નાગપુર ટેસ્ટના પહેલા દિવસે બોલ સૌથી ઓછો ફર્યો છે, પરંતુ તેમ છતાં કાંગારૂ બેટરોએ સરેન્ડર કરી દીધુ. 

સંકળાયેલા મુદ્દાઓ

IND Vs AUS Ravichandran Ashwin Ravindra Jadeja IND vs AUS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ