બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / India vs Australia in final, Kangaroos beat South Africa in semi-final, high stakes encounter on 19th

વર્લ્ડ કપ 2023 / ફાઈનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા, કાંગારુ ટીમે સાઉથ આફ્રિકાને સેમી ફાઈનલમાં હરાવ્યું, 19મીએ હાઈ સ્ટેક મુકાબલો

Vishal Khamar

Last Updated: 10:30 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાએ ODI વર્લ્ડ કપ 2023 ની બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટથી હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી 212 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. હવે ઓસ્ટ્રેલિયા રવિવારે ભારત સામે ટકરાશે.

  • ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવ્યું
  • સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 213 રનનો આપ્યો હતો ટાર્ગેટ
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ફાઈનલ મેચ

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટથી હરાવીને રેકોર્ડ આઠમી વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમે રવિવારે અમદાવાદના મેદાનમાં યજમાન અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ભારત સામે ટકરાશે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આફ્રિકાની ટીમ હાર બાદ પાંચમી વખત વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. 

દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે સૌથી વધુ 101 રન બનાવ્યા હતા. ક્લાસને 47 રનની ઇનિંગ રમી હતી. કોઇત્ઝે 19 રન બનાવ્યા હતા. માર્કરામ અને રબાડાએ 10-10 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડ અને ટ્રેવિસ હેડે બે-બે વિકેટ લીધી હતી.
 

ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ 137 રન પર પેવેલિયન પરત ફરી ગઈ છે. તબરેઝ શમ્સીએ ગ્લેન મેક્સવેલને ક્લીન બોલ્ડ કર્યો હતો. મેક્સવેલે પાંચ બોલમાં એક રન બનાવ્યો હતો.  ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ 133 રન પર પડી હતી. તબરેઝ શમ્સીએ માર્નસ લાબુશેનને આઉટ કર્યો. લાબુશેને 31 બોલમાં 18 રન બનાવ્યા હતા. 

ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ 107 રન પર પડી હતી. ટ્રેવિસ હેડ 48 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. કેશવ મહારાજે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. ટ્રેવિસ હેડે 40 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેની આક્રમક બેટિંગના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ ઝડપથી લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી. 

ઓસ્ટ્રેલિયન ટીમની બીજી વિકેટ 61 રન પર પડી હતી. મિચેલ માર્શ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. કાગિસો રબાડાના બોલ પર ડુસેને શાનદાર કેચ લીધો હતો.  ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ 60 રનના સ્કોર પર પડી હતી. ડેવિડ વોર્નર 18 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. એડન માર્કરામે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે સૌથી વધુ 101 રન બનાવ્યા હતા. ક્લાસને 47 રનની ઇનિંગ રમી હતી. કોઇત્ઝે 19 રન બનાવ્યા હતા. માર્કરામ અને રબાડાએ 10-10 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડ અને ટ્રેવિસ હેડે બે-બે વિકેટ લીધી હતી. હવે ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પહોંચવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો

દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેણે 24 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે 95 રનની ભાગીદારી કરી આફ્રિકાને 100 રનથી આગળ લઈ ગયા. આ પછી ટ્રેવિસ હેડે ક્લાસેન અને માર્કો જેન્સેનને સતત બોલ પર આઉટ કરીને આફ્રિકન ટીમને ફરીથી બેક ફૂટ પર લાવી દીધી હતી.

ડેવિડ મિલરે 116 બોલમાં 101 રન કર્યા
ડેવિડ મિલરનો જાદુ જોવા મળ્યો અને તેણે એકલા હાથે ચાર્જ સંભાળ્યો અને દક્ષિણ આફ્રિકાને 212 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. ડેવિડ મિલરે 116 બોલનો સામનો કરીને 101 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 8 ચોગ્ગા અને પાંચ છગ્ગા આવ્યા હતા. આ સિવાય હેનરિક ક્લાસને 48 બોલમાં 47 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન કમિન્સ અને મિચેલ સ્ટાર્કે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ટ્રેવિસ હેડ અને જોશ હેઝલવુડે પણ બે-બે વિકેટ ઝડપી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ