બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / india new president draupadi murmu first speech in parliament central hall

જય જોહાર ! / ભારતમાં ગરીબો પણ સપના જોઈ શકે છે, મારુ ચૂંટાઈ આવવું તેનો પુરાવો: દ્રૌપદી મુર્મૂના અભિભાષણના મહત્વના અંશો

Pravin

Last Updated: 12:52 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના ઐતિહાસિક દિવસે દેશને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા છે. શપથગ્રહણ બાદ રાષ્ટ્રપતિ મુર્મૂએ જે અભિભાષણ આપ્યું છે, તે મુદ્દાસર અહીં જાણવા મળશે.

  • દ્રોપદી મુર્મૂ બન્યા દેશના 15માં રાષ્ટ્રપતિ
  • દેશના બીજા અને પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ
  • શપથગ્રહણ કર્યા બાદ સંસદભવનમાં અભિભાષણ આપ્યું

દ્રૌપદી મુર્મૂ દેશના 15માં રાષ્ટ્રપતિ બની ગયા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમણાએ તેમને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા. દ્રૌપદી મુર્મૂ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. તથા દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન પ્રથમ આદિવાસી મહિલા બન્યા છે. તથા સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે.

દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ પોતાના ઔપચારિક અભિભાષણ દરમિયાન ત્યાં હાજર ગણમાન્ય લોકોને સંબોધન કર્યું હતું. પોતાના અભિભાષણ દરમિયાન રાષ્ટ્રપતિએ ડિજિટલ, શિક્ષણ જેવા કેટલાય મુદ્દા પર છણાવટ કરી હતી. 

સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓના યોગદાનના વખાણ

દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ સંસદના સેન્ટ્રલ હોલમાં પોતાનું ઔપચારિક ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું, મારી વ્યક્તિગત સિદ્ધિ નથી, આ ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. હું દેશની એવી પ્રથમ રાષ્ટ્રપતિ છું, જેનો જન્મ આઝાદ ભારતમાં થયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓના યોગદાનના વખાણ કરતા કહ્યું કે, સંથાલ ક્રાંતિ, પાઈકા ક્રાંતિથી લઈને કોલ ક્રાંતિ અને ભીલ ક્રાંતિએ સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી યોગદાનને વધારે સશક્ત કર્યું હતું.

તેમણે કહ્યું કે, સામાજિક ઉત્થાન અને દેશ પ્રેમ માટે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીના બલિદાનથી અમે પ્રેરણા મળી હતી. તેમણે કહ્યું કે, મારો જન્મ એ જનજાતિય પરંપરામાં થયો છે, જેણે હજારો વર્ષોથી પ્રકૃતિ સાથે તાલમેલ મેળવીને જીવનને આગળ વધાર્યું છે. મેં જંગલ અને જળાશયોના મહત્વને પોતાના જીવનમાં અનુભવ કર્યો છે. આપણે પ્રકૃતિ પાસેથી જરૂરી સંસાધનો લઈએ છીએ, એટલી જ શ્રદ્ધાથી પ્રકૃતિની સેવા પણ કરીએ છીએ.

કોરોના વેક્સિન પર ભારતની સિદ્ધિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ પોતાના પ્રથમ અભિભાષણમાં કોરોના સંક્રમણને રોકવા માટે ભારતે ઉઠાવેલા પગલાના વખાણ કર્યા હતા. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે, થોડા દિવસ પહેલા ભારતે કોરોના વેક્સિનના 200 કરોડ ડોઝ લગાવાનો કીર્તિમાન બનાવ્યો છે. આ સમગ્ર લડાઈમાં ભારતના લોકોએ સંયમ, સાહસ અને સહયોગનો પરિચય આપ્યો છે. તે એક સમાજ તરીકે આપણી વધતી શક્તિ અને સંવેદનશીલતાનું પ્રતિક છે. 

સૌનો પ્રયાસ અને સૌનું કર્તવ્ય પર ભાર આપ્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં કહ્યું કે, એક સંસદીય લોકતંત્ર તરીતે 75 વર્ષોમાં ભારતે પ્રગતિનો સંકલ્પ સહભાગિતા તથા સર્વ સંમતિથી આગળ વધાર્યો છે. વિવિધતાઓથી ભરેલા આપણા દેશમાં આપણે અનેક ભાષા, ધર્મ, સંપ્રદાય, ખાન-પાન, રહેણી કહેણી-રીતિ રિવાજો અપનાવતા એક ભારત-શ્રેષ્ઠ ભારતનું નિર્માણમાં સક્રિય છીએ. આપણા સ્વાધીનતા સેનાનીઓએ આઝાદ હિન્દુસ્તનમાં નાગરિકો પાસેથી જે અપેક્ષાઓ રાખી હતી, તેની પૂર્તિ માટે આ અમૃતકાળમાં આપણે તેજ ગતિથી કામ કરવુ પડશે. આ 25 વર્ષોમાં અમૃતકાળની સિદ્ધિનો રસ્તો બે પાટા પર આગળ વધી રહ્યો છે. સૌનો પ્રયાસ અને સૌનું કર્તવ્ય.

આદિવાસી મને પોતાનું પ્રતિબિંબ માની રહ્યા છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સેન્ટ્રલ હોલમાં પોતાના અભિભાષણમાં ત્યાં હાજર ગણમાન્ય વ્યક્તિઓને સંબોધન કરતા કહ્યું કે, મારા માટે આ બહું સંતોષની વાત છે જે સદીઓથી વંચિત રહ્યા, જે વિકાસના લાભથી દૂર રહ્યા, તે ગરીબ, દલિત, પછાત તથા આદિવાસી મને પોતાનું પ્રતિબિંબ તરીકે જોઈ રહ્યા છે. હું આજે સમસ્ત દેશવાસીઓનો ખાસ કરીને ભારતના યુવાનો અને ભારતની મહિલાઓને વિશ્વાસ અપાવું છું કે, આ પદ પર કામ કરતા મારા માટે તેમના હિત સર્વોપરી હશે.

સ્વતંત્રતા સેનાનીઓ શિખને યાદ અપાવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના ભાષણમાં દેશના સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને તેમની શિક્ષાને યાદ કરતા કહ્યું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોસ, નહેરુજી, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ જેવા અગણિત સ્વાધીનતા સેનાનીઓએ આપણને રાષ્ટ્રના સ્વાભિમાનને સર્વોપરી રાખવાની શિક્ષા આપી હતી. રાણી લક્ષ્મી બાઈ, રાની વેલૂ નચિયાર, રાની ગાઈદિન્લ્યૂ અને રાની ચેનમ્મા જેવી અનેક વિરાંગનાઓએ રાષ્ટ્રરક્ષા અને રાષ્ટ્રનિર્માણમાં નારીશક્તિની ભૂમિકાને નવી ઊંચાઈ પ્રાપ્ત કરાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ