બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / India is expected to lose 6500 millionaires in 2023 says the HNI report, China secured the first rank

ચોંકાવનારો રિપોર્ટ / OMG! આ વર્ષે એકસાથે 6500 ભારતીય કરોડપતિઓ દેશ છોડી દેશે, ચીનના હાલ સૌથી ખરાબ, જાણો કારણ

Vaidehi

Last Updated: 09:50 AM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપોર્ટનાં આંકડાઓ અનુસાર આ વર્ષે આશરે 6500 જેટલા કરોડપતિ ભારતીયો દેશ છોડીને બીજા દેશમાં વસવા જશે. ચીનમાંથી પલાયન કરનારા અમીરોની સંખ્યા 2023 માટે 13500 છે. જાણો શું છે કારણ?

  • કરોડપતિઓમાં પોતાનો દેશ છોડવાનો ટ્રેન્ડ
  • આ વર્ષે 6500 જેટલા ભારતીય અમીરો દેશ છોડશે
  • ચીન આ લિસ્ટમાં 13500ની સંખ્યા સાથે ટોપ પર

દરવર્ષે લાખો લોકો વધુ સારી રોજગારી માટે વિદેશ જતાં હોય છે પરંતુ આ વચ્ચે એવા હજારો અમીરો છે કે જે દરવર્ષે પોતાનો દેશ છોડીને વિદેશ વસી જાય છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે પર મોટી સંખ્યામાં અમીરો ભારત છોડી શકે છે. પરંતુ સૌથી વધુ ચિંતા તો ચીનને હશે. કારણકે ચીન બાદ આ લિસ્ટમાં ભારત બીજા ક્રમે આવે છે.

કરોડપતિ પોતાનો જ દેશ છોડી રહ્યાં છે
હેનલે પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2023 અનુસાર 2023માં 6500 હાઈ નેટવર્થ ઈંડિવિઝ્યુઅલ્સ HNI દેશ છોડીને જઈ શકે છે. જો કે ગયા વર્ષે આ આંકડો 7500 હજારનો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોતાના દેશને છોડીને બીજા દેશમાં વસવા જતાં લોકોમાં સૌથી વધુ સંખ્યા ચીનની છે. જ્યાં દરવર્ષે 13500 અમીરો પલાયન કરે છે. જ્યારે 2022માં 10800 અમીર ચીન છોડીને બીજા દેશણાં વસી ગયાં હતાં. આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર બ્રિટન છે જ્યાં આ વર્ષે 3200 કરોડપતિઓ દેશ છોડી શકે છે. જ્યારે ચોથા ક્રમ પર આવેલ રશિયા 3000 હજાર HNI અન્ય દેશોમાં જઈને વસે તેની સંભાવના છે.

અમીરોમાં પલાયનનો ટ્રેન્ડ
જો કે જાણકારોનું માનવું છે કે કરોડપતિઓનું દેશ છોડવું કોઈ મોટી વાત નથી. તેની પાછળ દલીલ એ છે કે 2031 સુધી કરોડપતિઓની આબાદી 80% જેટલી વધી શકે છે. આ દરમિયાન ભારત દુનિયાનાં સૌથી ઝડપથી વધી રહેલ વેલ્થ માર્કેટની રેસમાં હશે. આ સાથે જ ફાઈનેંશિયલ સર્વિસિઝ, ટેકનોલોજી અને ફાર્મા સેક્ટરમાંથી સૌથી વધુ કરોડપતિઓ નિકળશે. તેવામાં ભારતમાંથી જેટલા અમીરો ઓછું પલાયન કરે તે ફાયદાકારક છે.

કરોડપતિઓ શા માટે છોડે છે પોતાનો દેશ?
ભારતમાં ટેક્સ સંબંધિત નિયમોની જટિલતાઓને લીધે દરવર્ષે હજારો અમીર લોકો દેશ છોડીને જતાં રહે છે. દુનિયાભરનાં અમીરો ઑસ્ટ્રેલિયા, દુબઈ અને સિંગાપોર જેવી જગ્યાઓ સૌથી વધુ પસંદ કરે છે કારણકે ત્યાં ટેક્સ સંબંધિત નિયમો કડક નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ