બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / India disappointed in Hockey World Cup, lose 1-0 to Spain, lose hope of quarterfinals

Women's Hockey World Cup / હોકી વર્લ્ડકપમાં ભારતને નિરાશા, સ્પેન સામે 1-0 થી હાર્યા બાદ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશની સાવ આશા ધૂંધળી

Megha

Last Updated: 05:01 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયાએ ક્વાટર ફાઈનલમાં પંહોચવા સ્પેન ક્રોસઓવર મેચ પણ હારીને એ મોકો ગુમાવી દીધો છે.

  • ભારતીય ટીમ ઇંગ્લેન્ડ અને ચીન સામે મેચ ડ્રો કરી શકી હતી
  • ભારત ગ્રુપ-બીમાં એક પણ મેચ જીતી શક્યું નથી
  • સ્પેન ક્રોસઓવર મેચ હારીને ક્વાટર ફાઈનલનો મોકો ગુમાવી દીધો

ભારતીય મહિલા હોકી ટીમ એફઆઈએચ હોકી મહિલા વિશ્વ કપ 2022માં તેમના ક્રોસઓવર મેચમાં મેજબાન સ્પેનથી 0-1થી હારી ગઈ છે. ક્વાટર ફાઇનલમાં પંહોચવા માટે ભારત માટે આ મેચ જિતવો ઘણો જરૂરી હતો. હવે ભારતીય મહિલા હોકી ટીમ માટે આગળ વધવું ઘણું મુશ્કેલ છે. 

ભારતીય મહિલા હોકી ટીમ વિશ્વ કપમાં તેમના ત્રીજા મેચમાં ન્યૂઝીલેન્ડથી હારી ગઈ હતી. ગુરુવારે સાત જુલાઈના રોજ નેધરલેન્ડના એમ્સ્ટેલીવનમાં રમવામાં આવેલ મુકાબલામાં ન્યુઝીલેન્ડ 4-3થી જીતી ગઈ હતી. આ રીતે ભારત ગ્રુપ-બીમાં એક પણ મેચ જીતી શક્યું નથી. એ પહેલા ભારતીય ટીમ ઇંગ્લેન્ડ અને ચીન સામે મેચ ડ્રો કરી શકી હતી. બંને મેચમાં એમનો સ્કોર 1-1 હતો. 

ક્વાટરફાઈનલમાં સીધો પ્રવેશ કરવા માટે ભારતે આ મેચ કોઈ પણ હાલતમાં જીતવી જરૂરી હતી પણ ભારતીય હોકી ટીમ આ મેચ જીતી ન શકી. એ પછી ઇન્ડિયાએ ક્વાટર ફાઈનલમાં પંહોચવા સ્પેન ક્રોસઓવર મેચ પણ હારીને એ મોકો ગુમાવી દીધો છે. 

શું છે ક્રોસઓવરના નિયમો?
ટુર્નામેંટમાં આવેલ 16 ટીમને ચાર-ચાર કરીને ચાર પુલમાં વહેંચવામાં આવી હતી. દરેક પુલની મુખ્યા ટીમ સીધી ક્વાટરમાં જગ્યા બનાવે છે જ્યારે બીજા કે ત્રીજા સ્થાને આવનાર ટીમ વચ્ચે ક્રોસઓવર થાય છે. ક્રોસઓવરમાં પુલ એ ના બીજા સ્થાનમાં રહેલી ટીમ પુલ ડી ના ત્રીજા સ્થાન પર રહેલ ટીમ સાથે મુકાબલો કરે છે અને પુલ એ માં ત્રીજા સ્થાન પર રહેલ ટીમ પુલ ડી માં બીજા સ્થાને આવેલ ટીમ સાથે ક્રોસઓવર કરે છે. પુલ બી ના બીજા સ્થાનમાં રહેલી ટીમ પુલ સી ના ત્રીજા સ્થાન પર રહેલ ટીમ સાથે મુકાબલો કરે છે અને પુલ બી માં ત્રીજા સ્થાન પર રહેલ ટીમ પુલ સી માં બીજા સ્થાને આવેલ ટીમ સાથે ક્રોસઓવર કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ