બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India did right Manmohan Singh backed Modi government on this issue

G20 Summit / ભારતે જે કર્યું, બરાબર કર્યું: મનમોહન સિંહે આ મુદ્દા પર કર્યું મોદી સરકારનું સમર્થન, જાણો કયા વિષયમાં આપી ચેતવણી

Arohi

Last Updated: 11:46 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manmohan Singh Backed Modi Government: પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંહે રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના નિર્ણયોને યોગ્ય ગણાવ્યા છે.

  • મનમોહન સિંહે કર્યું મોદી સરકારનું સમર્થન 
  • આ મુદ્દાને લઈને નિર્ણયો ગણાવ્યા યોગ્ય 
  • પરંતુ આ મુદ્દાઓને લઈને આપી ચેતાવણી 

એક ઈન્ટરવ્યૂમાં મનમોહન સિંહે જી-20, ચંદ્રયાન મિશન, આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ભુમિકા, ચીનનો સીમા વિવાદ અને દેશના પડકારો પર વાત કરી છે. યુક્રેન-રશિયા યુદ્ધ પર ભારતના વર્તનને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ યોગ્ય ગણાવી ચુક્યા હતા. 

હવે એક ઈન્ટરવ્યૂમાં મનમોહન સિંહે કહ્યું છે. "નવી વિશ્વ વ્યવસ્થાને સંચાલિત કરવામાં ભારતની મહત્વની ભુમિકા છે. યુક્રેન પર રશિયાના હુમલામાં શાંતિની અપીલ કરવાની સાથે સાથે ભારતે પોતાના આર્થિક હિતો અને સંપ્રભુતાને પ્રાથમિકતા આપીને યોગ્ય નિર્ણય કર્યો છે."

ભારત આ વર્ષે એટલે કે 2023માં જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ આયોજન દ્વારા ભારત પોતાની વૈશ્વિક સાખાને મજબૂત કરવા માંગે છે. 

અર્થવ્યવસ્થાનો પડકાર 
કોરોના બાદ ચીન સહિત દુનિયાની ઘણી અર્થવ્યવસ્થાઓ પડકારોનો સામનો કરી રહી છે. 2008માં પણ દુનિયાના મોટાભાગના દેશ નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા છે. ત્યાર બાદ જી-20નું હાલનું ફોર્મેટ બહાર આવ્યું. ત્યારે મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન હતા. જી-20 દુનિયાના આર્થિક રીતે શક્તિશાળી 20 દેશોનો સમૂહ છે. 

મનમોહન સિંહને ભારતના આર્થિક સુધારા માટે ઓળખવામાં આવે છે. મનમોહન સિંહના વખાણ કરવામાં સત્તા પક્ષના લોકો પણ શામેલ છે. નવેમ્બર 2022માં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ કહ્યું હતું કે આર્થિક સુધારાઓ માટે દેશ મનમોહન સિંહનો દેવાદાર રહેશે. 

જી-20ની અધ્યક્ષતા ખુશીની વાત 
એવામાં જી-20 સમિટ દિલ્હીમાં શરૂ થવાના એક દિવસ પહેલા મનમોહન સિંહે કહ્યું, "હું ભારતના ભવિષ્યને લઈને ચિંતાથી વધારે આશાવાદી છું. પરંતુ આ આશાવાદ ભારતના એક સુમેળભર્યા સમાજ બનવા પર નિર્ભર કરે છે."

મનમોહન સિંહે કહ્યું કે તેમના જીવનકાળમાં ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ ખુશીની વાત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ