બ્રેકિંગ ન્યુઝ
VTV / Indebted people? RBI reports alarming
Last Updated: 08:50 PM, 23 September 2023
ADVERTISEMENT
RBIએ તાજેતરમાં મહત્વનો રિપોર્ટ જારી કર્યો છે. RBIના રિપોર્ટમાં આર્થિક બાબતોને લઈને ધ્યાન ખેંચતું તારણ હતું. RBIના રિપોર્ટ પ્રમાણે ભારતીયોની માથાદીઠ આવકમાં વધારો થયો. આવક વધવાની સાથે સરેરાશ ભારતીય પાસે બચતનું પ્રમાણ ઘટ્યું. બચતનું ઘટતું પ્રમાણ ચિંતાનો વિષય છે. ભારતીયોની બચત તળિયે કેમ પહોંચી તે મહત્વનો સવાલ છે.
ADVERTISEMENT
રિપોર્ટના મુખ્ય તારણ
ભારતીયોની માથાદીઠ આવક વધી છે. આવક વધવાની સામે ભારતીયોની બચત ઘટી. જે કમાય છે એ રૂપિયા ઉડાવી દેવાય છે. લોકોની નાણાકીય જવાબદારી ઝડપથી વધી રહી છે. લોન લેવાનું પ્રમાણ વધ્યું. કમાણી કરતા ખર્ચ વધ્યો.
આપણી બચત તળિયે!
RBIના રિપોર્ટમાં 2022-2023માં ભારતીયોની ઘરેલુ બચત ઘટી છે. તેમજ ભારતીયોની ઘરેલુ બચત 2022-2023માં 5.1% થઈ હતી. 2021-2022માં ભારતીયોની નેટ સેવિંગ 7.1% હતી. દેશના GDP મુજબ નેટ સેવિંગ 13 લાખ કરોડ આસપાસ છે. ઘરેલુ બચતનો આંકડો છેલ્લા 50 વર્ષમાં સૌથી ઓછો છે. વર્ષ 2021-2022માં નાણાકીય જવાબદારી 3.8% હતી. વર્ષ 2022-2023માં નાણાકીય જવાબદારી 5.8% થઈ છે.
આપણી બચત કેમ ઘટી?
RBIના રિપોર્ટમાં બચત ઘટવાનું મુખ્ય કારણ મોંઘવારી છે. જમીન, મકાન, દુકાન ખરીદવા લોકો લોન લઈ રહ્યા છે. નાની-નાની વસ્તુઓ માટે લોકો લોન લેવાનું વલણ ધરાવે છે. કોરોના બાદ ખર્ચનું પ્રમાણ વધ્યું છે. જરૂરિયાતો પૂરી કરવા લોન લેવી અનિવાર્ય બની. મોંઘવારી વધવાથી આવકની સામે બચત થતી નથી. લગ્ન, પ્રવાસ માટે પણ લોકો લોન લે છે.
બચતમાં ક્રમશ:ઘટાડો
વર્ષ | 2020-2021 |
વાર્ષિક ઘરેલુ બચત | 22.8 લાખ કરોડ |
વર્ષ | 2021-2022 |
વાર્ષિક ઘરેલુ બચત | 16.96 લાખ કરોડ |
વર્ષ | 2022-2023 |
વાર્ષિક ઘરેલુ બચત | 13.76 લાખ કરોડ |
આ વલણ નુકસાન કરશે
કોરોના પછી આવકમાં અસ્થાયી ફટકો પડ્યો છે. કોરોના પછી ગ્રાહક વપરાશમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. બચત ઘટે અને દેવું વધે એ અર્થવ્યવસ્થા માટે ચિંતાજનક સ્થિતિ. બચત ઘટે તો ગ્રાહકનો વપરાશ કે ખરીદી બંનેને અસર પડે. બચત ઘટવાથી મૂડીરોકાણને અસર પડે. હાલ ગ્રાહક વપરાશ કે ખરીદીની સ્થિતિ લાંબો સમય ન ટકી શકે. જુલાઈ 2022માં પર્સનલ લોનનું પ્રમાણ 35.94 લાખ કરોડ. જ્યારે જુલાઈ 2023માં પર્સનલ લોનનું પ્રમાણ 47.31 લાખ કરોડ તો છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક લોન કરતા રિટેલ લોનનું પ્રમાણ વધ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.