બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / IND w vs BAN w 2nd T20I : India beat Bangladesh by 8 runs, seal series win

IND w vs BAN w 2nd T20I / છવાઈ ગઈ શેફાલી, છેલ્લી ઓવરમાં ઉડાવ્યાં 4 ક્રિકેટરોને, ભારતની દીકરીઓએ બાંગ્લાદેશ પાસેથી આંચકી જીત-સીરિઝ

Hiralal

Last Updated: 05:23 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2જી T-20માં ભારતે બાંગ્લાદેશને 8 રનથી પરાજય આપીને 3 મેચોની સીરિઝ 2-1થી જીતી લીધી છે.

  • ભારતીય મહિલા ક્રિકેટરોમાં દમ ખરો 
  • બાંગ્લાદેશ સામેની ટી-20 સીરિઝ જીતી લીધી 
  • 3 મેચોની સીરિઝમાં બીજીમાં બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ ટી-20 મેચની શ્રેણીની બીજી મેચમાં બાંગ્લાદેશને 8 રને પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશની ટીમને જીતવા માટે માત્ર 96 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાની ચુસ્ત બોલિંગ સામે બાંગ્લાદેશી ખેલાડી 20 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને માત્ર 87 રન જ બનાવી શકી હતી. ભારતની આ શ્રેણીમાં સતત બીજી જીત હતી અને આ જીતની સાથે જ ભારતીય ટીમે શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ હાંસલ કરી લીધી છે.

છેલ્લી ઓવરમાં શેફાલીએ ઝડપી 3 વિકેટ 
બાંગ્લાદેશને આખરી ઓવરમાં જીતવા માટે માત્ર 10 રનની જરુર હતી અને તેની 4 વિકેટ પડી હતી. આખરી ઓવર ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે શેફાલી  વર્માને આપી હતી. કેપ્ટનનો આ નિર્ણય થોડો આશ્ચર્યજનક હતો પરંતુ શેફાલી વર્માએ કમાલ કરી હતી. છેલ્લી ઓવરમાં બાંગ્લાદેશ માત્ર 1 રન બનાવી શક્યું હતું અને તેણે તમામ 4 વિકેટ ગુમાવી દીધી હતી. 1 રન આઉટ થવા ઉપરાંત શેફાલીને 3 વિકેટ મળી હતી.

દીપ્તિ શર્માએ 4 ઓવરના સ્પેલમાં માત્ર 12 રન આપ્યા
ભારતીય ટીમની જીતમાં સ્પિનર દીપ્તિ શર્માએ પણ મોટી ભૂમિકા ભજવી હતી. દીપ્તિ શર્માએ 4 ઓવરના સ્પેલમાં માત્ર 12 રન આપ્યા હતા અને બાંગ્લાદેશના 3 ટોચના બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. દીપ્તિ ઉપરાંત મીનુ મણિએ પણ પોતાની બીજી મેચ રમીને ખૂબ જ ધારદાર બોલિંગ કરી હતી અને 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. એક વિકેટ બ્રેડી અનુષાને મળી હતી.

ભારતીય બેટિંગ ફ્લોપ રહી હતી
પ્રથમ ટી-20માં 7 વિકેટે વિજય મેળવનારી ભારતીય ટીમની બેટિંગ બીજી મેચમાં સદંતર ફ્લોપ રહી હતી. બાંગ્લાદેશના બોલરોની સામે ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરના તમામ બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. આથી ટીમ ઇન્ડિયા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર માત્ર 95 રન જ બનાવી શકી હતી. શેફાલી વર્માએ સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ