બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI Why didn't Virat Kohli come to bat at number 4 in the second test match? Ishaan Kishan himself explained

IND vs WI / બીજી ટેસ્ટ મેચમાં નંબર 4 પર બેટિંગ કરવા કેમ ન આવ્યો વિરાટ કોહલી? ઈશાન કિશને પોતે કર્યો ખુલાસો

Megha

Last Updated: 01:24 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજી ટેસ્ટ મેચમાં ઈશાન કિશને તેની ટેસ્ટ કરિયરની પહેલી અડધી સદી ફટકારી હતી, જેમાં ભારતની બીજી ઈનિંગમાં વિરાટ કોહલીની જગ્યાએ ઈશાન કિશન નંબર 4 પર બેટિંગ કરવા આવ્યો હતો.

  • ઈશાન કિશને તેની ટેસ્ટ કરિયરની પહેલી અડધી સદી ફટકારી હતી
  • બીજી ઈનિંગમાં 52 રન બનાવીને અણનમ રહ્યો હતો
  • મેચમાં કોહલીની જગ્યાએ ઈશાન નંબર 4 પર બેટિંગ કરવા આવ્યો હતો

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઈશાન કિશને તેની ટેસ્ટ કરિયરની પહેલી અડધી સદી ફટકારી હતી અને બીજી ઈનિંગમાં 52 રન બનાવીને અણનમ રહ્યો હતો. જણાવી દઈએ કે ભારતની બીજી ઈનિંગમાં વિરાટ કોહલીની જગ્યાએ ઈશાન નંબર 4 પર બેટિંગ કરવા આવ્યો હતો. ભારતની બીજી ઇનિંગમાં કોહલી બેટિંગ કરવા ન આવી શક્યો ત્યારે ચાહકોને આશ્ચર્ય થયું હતું. આવી સ્થિતિમાં હવે ઈશાને ખુદ આ પાછળનું કારણ જણાવ્યુ છે અને કિંગ કોહલીને તક આપવા બદલ આભાર માન્યો છે. 

ઇશાને અડધી સદીની ઇનિંગ્સ રમ્યા બાદ કોહલીનો આભાર માન્યો અને કહ્યું કે "તેણે મને ચોથા નંબર પર બેટિંગ કરવા માટે કહ્યું, હું વિરાટ ભાઇનો આભાર કહેવા માંગુ છું." તેને આગળ કહ્યું કે, "આ અડધી સદી ખરેખર ખાસ હતી.. મને ખબર હતી કે ટીમ મારી પાસેથી શું ઈચ્છે છે.. બધાએ મને ટેકો આપ્યો. વિરાટ ભાઈએ મને ટેકો આપ્યો અને મને કહ્યું, 'જા અને તારી રમત બતાવ..વિરાટ ભાઈ હતા જેમણે પહેલ કરી અને મને કહ્યું કે મારે જવું જોઈએ. ફિલ્ડ પર એક ડાબા હાથનો બોલર હતો જે બોલિંગ કરી રહ્યો હતો, આ ટીમ માટે સારો કોલ હતો અને ક્યારેક ક્યારેક તમારે આવા સ્ટેપ લેવા જોઈએ..'

ઈશાન કિશને વધુમાં કહ્યું કે, "અમારો પ્લાન હતો કે વરસાદના વિરામ બાદ અમે 10-12 વધુ ઓવર રમીશું અને 70-80 રન બનાવીશું. અમને 370-380નો ટાર્ગેટ જોઈતો હતો." કોહલી ઉપરાંત ભારતીય વિકેટ કીપર બેટ્સમેને પણ પંત માટે ખાસ સંદેશ આપ્યો. કિશને કહ્યું, "હું આ પહેલા NCAમાં હતો.. પંત પણ ત્યાં હતો. તે જાણે છે કે હું કેવી રીતે રમું છું.. અમે અંડર-19 દિવસથી એકબીજાને ઓળખીએ છીએ."

ઈશાન કિશનને વિશ્વાસ છે કે ભારત ટેસ્ટ મેચ જીતશે
કિશને ટેસ્ટ મેચના છેલ્લા દિવસે કહ્યું હતું કે, આવતીકાલની રમત સારી હોવી જોઈએ... અમારે સારી બોલિંગ કરવાની જરૂર છે અને વહેલી વિકેટ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ODI અને T20 ટીમમાં જોડાવાનું મારું એક સપનું હતું..હું માત્ર પિચ પર બહાર જઈને દરેક બોલને ફટકારવા માંગતો હતો..હું મોટાભાગે મારા માતા-પિતાનો આભારી છું જેમણે હંમેશા મને ટેકો આપ્યો છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ