બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs WI: One day 1st odi match Hardik Pandya stump out Video

West Indies vs India / Video: પંડ્યા સાથે દાવ થઈ ગયો! સ્ટ્રાઈક પર હતો ઈશાન કિશન, રન માટે બંને દોડ્યા પણ નહીં, છતાં આઉટ થયો હાર્દિક, જુઓ કઈ રીતે

Vaidehi

Last Updated: 04:27 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાએ વનડે સીરીઝની શરૂઆત જીત સાથે કરી છે પરંતુ આ મેચ હાર્દિક પંડ્યા માટે દુર્ભાગ્યશાળી સાબિત થઈ હતી. વીડિયો જોઈને તમે પણ કહેશો કે 'કેવા નસીબ!'.

  • ટીમ ઈન્ડિયાએ વનડે સીરીઝની પહેલી મેચ જીતી
  • પરંતુ હાર્દિક પંડ્યા માટે દુર્ભાગ્યશાળી રહી મેચ
  • વગર કોઈ ભૂલ થઈ ગયાં આઉટ 

ભારતે વેસ્ટઈંડીઝમાં 2 મેચોની ટેસ્ટ સીરીઝ 1-0થી પોતાના નામે કરી દીધી. આ બાદ ટીમ ઈન્ડિયાએ વનડે સીરીઝની શરૂઆત પણ જીતની સાથે કરી છે. ટીમ ઈન્ડિયાએ ગુરુવારે રમેલ પ્રથમ વનડે મેચમાં વેસ્ટઈંડીઝને પાંચ વિકેટથી માત આપી અને ત્રણ મેચોની વનડે સીરીઝમાં 1-0થી આગળ વધી. પરંતુ આ મેચમાં ઉપકેપ્ટન હાર્દિક પંડ્યાની સાથે જે થયું તે કોઈ અતિ દુર્ભાગ્યશાળી હતું.

ભાગ્યએ ન આપ્યો સાથ
પંડ્યા આ મેચમાં રન આઉટ થયાં. પરંતુ જે રીતે તેઓ રન આઉટ થયાં તે અતિ દુર્ભાગ્યપૂર્ણ હતું.  આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભાગ્યે પંડ્યાનો સાથ ન આપ્યો. 17મી ઓવરમાં બોલર યાનિક કારિયાહની ઓફ સ્ટંપ બોલિંગ પર ઈશાને શૉટ રમ્યો. બોલરે તેની જમણી તરફ ડાઈવ મારીને કેચ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બોલ પકડી ન શક્યાં. અને બદનસીબે એ બોલ તેમના હાથમાંથી છટકીને નોન સ્ટ્રાઈકરનાં સ્ટમ્પ પર લાગી ગઈ. 

હાર્દિક પંડ્યા આઉટ થઈ ગયાં
આ સમયે પંડ્યા ક્રીઝની બહાર હતાં. તે જ્યાં સુધી ક્રીઝની અંદર આવ્યાં ત્યાં સુધી બોલ સ્ટંપ પર લાગી ગઈ હતી અને હાર્દિક પંડ્યા રન આઉટ થઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટનામાં પંડ્યાની કોઈ જ ભૂલ નહોતી તેમ છતાં તેઓ રન આઉટ થઈ ગયાં. તેમને ખબર પણ નહોતી કે તેઓ ક્યારે આઉટ થઈ ગયાં. માત્ર 5 રન બનાવીને પંડ્યાએ પાછું વળવું પડ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ