બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI: Harbhajan Singh's big statement on Pujara exclusion 'I hope he is not dropped from the team

IND vs WI / 'દરેક ખેલાડીઓ માટે નિર્ણય...', ટેસ્ટ સિરીઝની ટીમમાંથી પૂજારાને OUT કરાતા હરભજન સિંહનું મોટું નિવેદન

Megha

Last Updated: 10:24 AM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેતેશ્વર પૂજારા WTC ફાઇનલમાં ખરાબ પ્રદર્શન બાદ હવે ટેસ્ટ ટીમમાંથી આઉટ થયા બાદ હરભજન સિંહે કહ્યું કે, 'મને આશા છે કે તેને બહાર કરવાને બદલે આરામ આપવામાં આવ્યો હશે

  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI, ટેસ્ટ અને T20 સીરિઝ રમાશે 
  • વનડે અને ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી
  • ટેસ્ટ ટીમમાંથી ચેતેશ્વર પૂજારાને બહાર કરવામાં આવ્યો 

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જુલાઇમાં ODI, ટેસ્ટ અને T20 સીરિઝ રમાવવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ ટુર માટે ભારતીય વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. અંહિયા નોંધનીય છે કે આ વખતે ટીમમાં ઘણા નવા નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમકે વિકેટકીપર સંજુ સેમસનને ફરી એકવાર ODI ટીમમાં તક મળી છે તો ટેસ્ટ ટીમમાં પણ ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 

ટેસ્ટ ટીમમાં થયા મોટા ફેરફાર 
ટેસ્ટ ટીમમાંથી ચેતેશ્વર પૂજારાને બહાર કરવામાં આવ્યો છે તો અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવને પણ ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.  ટીમમાં ચેતેશ્વર પૂજારાને સ્થાન આપવામાં આવ્યું નથી. ત્યારપછી હવે ઘણા પૂર્વ ખેલાડીઓના નિવેદન તેના પક્ષમાં આવી રહ્યા છે. એવામાં હવે હરભજન સિંહે એવ વાતચિત દરમિયાન આ વિશે નિવેદન આપતા કહ્યું હતું કે 'આશા છે કે પુજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં નથી આવ્યો પરંતુ તેને આરામ આપવામાં આવ્યો હશે.' 

ઘણા સિનિયર ખેલાડીઓનું પ્રદર્શન છેલ્લા 2 વર્ષમાં સારું નથી રહ્યું 
ચેતેશ્વર પૂજારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ખરાબ પ્રદર્શન બાદ હવે ટેસ્ટ ટીમમાંથી આઉટ થયા બાદ હરભજન સિંહે કહ્યું કે, 'મને આશા છે કે તેને બહાર કરવાને બદલે આરામ આપવામાં આવ્યો છે. તમારા માટે 100 થી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડી તમારી પાસેથી સન્માનની અપેક્ષા રાખે છે. મને આશા છે કે પસંદગીકારોએ તેની સાથે આ વિશે વાત કરી હશે.' વધુમાં એમને કહ્યું કે, 'ચેતેશ્વર પૂજારા સિવાય ભારતીય ટીમના અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓનું પ્રદર્શન છેલ્લા 2 વર્ષમાં કંઈ ખાસ જોવા મળ્યું નથી. આવી સ્થિતિમાં, શું પસંદગીકારો પૂજારા જેવા ખેલાડીઓને લઈને આવો નિર્ણય લેતા જોવા મળશે. આવા નિર્ણયો તમામ ખેલાડીઓ માટે સમાન હોવા જોઈએ, પછી ભલે તે ગમે તેટલો મોટો ખેલાડી હોય.'

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રોહિત શર્માની કપ્તાની હેઠળ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રમાનારી ટેસ્ટ સીરિઝ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.  જેમાં 2 નવા નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડનું છે.  ટીમ ઈન્ડિયાએ 12 જુલાઈથી વિન્ડીઝની ટીમ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે.

ટેસ્ટ ક્રિકેટ મેચ માટે ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, આર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની

ODI ક્રિકેટ મેચ માટે ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા , શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ